Prøve GULL - Gratis

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

Chitralekha Gujarati

|

October 07, 2024

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

- હીરેન મહેતા

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

જો બાઈડન પ્રમુખપદેથી વિદાય લે એનાં થોડાં સપ્તાહ પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત લઈ પાછા ફર્યા છે. એશિયા-પેસિફિક વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવને ખાળવાના મુખ્ય ઉદ્દેશ સાથે જેની રચના થઈ છે એ QUAD સમૂહના દેશ-અમેરિકા, જપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતના આગેવાનોની શિખર પરિષદમાં હાજરી આપવા ઉપરાંત મોદી પેલેસ્ટિનના પ્રમુખ મહમૂદ અબ્બાસને પણ મળ્યા. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખાસ્સો માર પડ્યો હોવા છતાં અમેરિકાવાસી ભારતીયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત્ રહી છે એનો સાક્ષાત્કાર પણ એમણે મેળવી લીધો.

મોદી-બાઈડન: દોસ્તીનો દાવો, પણ કરતૂત...

imageરાહુલના બખાળા સામે શીખ સમાજનો વિરોધ.

પેલેસ્ટિનના ગાઝા પટ્ટી વિસ્તાર પર વર્ચસધરાવતા આતંકી જૂથ હમસ દ્વારા ઈઝરાયલ પરના મિસાઈલ હુમલાને એક વર્ષ પૂરું થવામાં છે (સાત ઑક્ટોબર) ત્યારે ઈઝરાયલ હમસની સાથોસાથ ઔર એક ઉગ્રવાદી સંગઠન હેઝબુલ્લાહની સમગ્ર નેતાગીરીનો ઘડોલાડવો કરી નાખવાના બેતમાં છે. અમેરિકા એક તરફ ઈઝરાયલને ઢગલામોઢે શસ્ત્રો આપે છે અને બીજી બાજુ, દેખાડા પૂરતું, ઈઝરાયલને યુદ્ધ આટોપી લેવા કહે છે.

અમેરિકાનું આવું બેવડું વલણ હમણાં નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે પણ ઉઘાડું પડ્યું. પોતાનાં શસ્ત્રોનાં કારખાનાં ચાલુ રાખવા અમેરિકા છાશવારે કોઈ ને કોઈ દેશનું નાક દબાવે છે. બે મહિના અગાઉ મોદી રશિયા જઈ પ્રમુખ પુતિનને મળી આવ્યા એનું અમેરિકાને પેટમાં દુખતું હતું. પોતાના એ દુખાવાનો ઈલાજ અમેરિકાએ ચાર અબજ ડૉલરનાં સશસ્ત્ર ડ્રોન વિમાનના કૉન્ટ્રાક્ટ રૂપે ભારત પાસે કરાવી લીધો. બાઈડને મોદીની મુલાકાત વખતે ઘણા અછોવાના કર્યા, જો કે મોદી અમેરિકા પહોંચ્યા એના બે જ દિવસ અગાઉ અમેરિકાએ એક ઊંબાડિયું પણ કરી લીધું. અમેરિકી પ્રશાસનની રહેમનજર નીચે ભારતિવરોધી કારનામાં કરતા ખાલિસ્તાની આગેવાન ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કહેવાતા પ્રયાસનો આરોપ મૂકી અમેરિકાએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને ગુપ્તચર એજન્સીના વડાને નોટિસ મોકલી.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size