Prøve GULL - Gratis
સંબંધ, સહવાસ અને સ્વાસ્થ્ય
Chitralekha Gujarati
|July 08, 2024
કંકોતરીનો કાર્ડિયોગ્રામ ભારતમાં લગ્નની પ્રથા બહુ મજબૂત છે અને એની પારિવારિક વ્યવસ્થાની તંદુરસ્તીનું રહસ્ય એ જ છે. અમેરિકામાં પરિવારો તૂટી રહ્યા છે, કારણ કે ત્યાં લોકો એકલવાદી છે. આપણે સમૂહવાદી છીએ એટલે સંયુક્ત કુટુંબવ્યવસ્થા ટકી રહી છે.અમેરિકાના ડાહ્યા લોકો એટલે જ ભારત જેવા પૂર્વી દેશોની સામાજિક વ્યવસ્થાનાં ગુણગાન ગાઈ રહ્યા છે.

પ્રશંસાનું સુખ...
ઋષિ અને રંજીતાનાં લગ્નને ૧૦ વર્ષ થઈ ગયાં હતાં. એક દિવસ સૂતાં પહેલાં ઋષિએ રંજીતા તરફ જોઈને કહ્યું: ‘કોણે કહ્યું કે તારા આકાશમાં જ ચમકે છે!'
રંજીતા શરમથી લાલ થઈ ગઈ.
બીજા દિવસે બ્રેકફાસ્ટ પર ઋષિએ કહ્યું: ‘સૅન્ડવિચ કરતાં વધુ સરસ સુગંધ તારી આવે છે.’ રંજીતા હસી પડી અને બોલીઃ ‘આજકાલ બહુ રોમેન્ટિક થઈ ગયો છે ને કંઈ!’
ઋષિ હસ્યો અને રંજીતાના કપાળ પર કિસ કરીને ઑફિસ ગયો.
થોડા દિવસ આવો જ સિલસિલો ચાલ્યો. એક દિવસ રંજીતા કિટી પાર્ટીમાં ગઈ. ત્યાં એની એક સખી ફરિયાદ કરતી હતી કે એનો પતિ અચાનક જ એનાં વધુપડતાં વખાણ કરવા લાગ્યો છે, પણ એમાં એની ગિલ્ટ છે. એને ઑફિસમાં કોઈની સાથે ચક્કર ચાલે છે.
રંજીતા ચિંતામાં પડી ગઈ. એ રાતે ઋષિએ આદતવશ પૂછ્યું પણ ખરું કે આજે ચહેરો તારો કેમ ઝાંખો છે, પણ રંજીતાએ વાત ઉડાવી દીધી.
એ રાતે ઋષિ ઊંઘી ગયો એટલે રંજીતાએ ઋષિનું વૉલેટ તપાસ્યું. કશું ન મળ્યું. પછી ઑફિસબૅગ ફંફોસી. એમાં લૅપટૉપની બાજુમાંથી એક નાનકડું પુસ્તક મળી આવ્યું. એનું ટાઈટલ હતુંઃ હેપ્પી મૅરેજ, હેલ્થી લાઈફ.
પુસ્તકનું પહેલું પ્રકરણ હતુંઃ જીવનસાથીની પ્રશંસા કરો.
રંજીતાએ પુસ્તક વડે કપાળ ફૂટ્યું અને બોલીઃ ‘હું કેવી ડફોળ છું!’
બીજા દિવસે ઋષિ કશું બોલે એ પહેલાં રંજીતા બોલીઃ ‘આજકાલ બહુ હૅન્ડસમ થતો જાય છે ને કંઈ, ઑફિસમાં વીજળીઓ પડવાની છે!'
ઋષિ હસ્યો અને બોલ્યોઃ ‘એ ચોપડી મસ્ત છે!’
***
આમ તો આ પુસ્તક અમેરિકન લોકો માટે છે, પણ આપણે અમે તમને કે’તા’તા ને! એવો આનંદ લેવા માટે પણ એક વાર નજર નાખવા જેવું છે. હજી ગયા ફેબ્રુઆરીમાં જ પ્રગટ થયું છે અને અમેરિકામાં એની ઘણી ચર્ચા છે. એનું શીર્ષક સકારાત્મક રીતે ઉશ્કેરણીજનક છેઃ પરણી જાવઃ શા માટે અમેરિકનોએ માતબર લોકોની અવજ્ઞા કરવી જોઈએ, મજબૂત પરિવારો ઘડવા જોઈએ અને સભ્યતાને બચાવવી જોઈએ (Get Married: Why Americans Must Defy the Elites, Forge Strong Families, and Save Civilization).
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size