Prøve GULL - Gratis
ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ ૧૬૬ વરસથી...
Chitralekha Gujarati
|January 15, 2024
ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા ફિલ્મોત્સવમાં ગાજી ને હવે એને અયોધ્યાના રામમંદિરમાં સ્થાન મળશે...

અયોધ્યા નગરીના રાજા દશરથને અ ત્રણ-ત્રણ રાણી, પણ સંતાન એકેય નહીં આથી ગુરુ વિશષ્ઠની આજ્ઞાથી ત્રણ રાણીઓ સાથે રાજા દશરથ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરી રહ્યા છે. બૅકગ્રાઉન્ડમાં અનુપ જલોટાનો સ્વર ગુંજી રહ્યો છેઃ અવધપુરી રઘુકુલ મિન રાઉ, બેદ બિદિત તેહિ દસરથ નાઉ... હવે કૅમેરા રાજા દશરથ અને એમની રાણીઓ તથા યજ્ઞની વેદી પરથી હળવેકથી હટીને આસપાસ-ચોપાસ મંત્રમુગ્ધ બનીને આ દશ્ય નિહાળી રહેલા પ્રેક્ષકો પર ફરતો રહે છે...
અને કર્ણમંજુલ કોરસ આપણને કહે છેઃ બાત કરૂં એક છોટી સી, યા લિક્ખ લંબા ઈતિહાસ, બિસાઉ કી યે રામલીલા તો સચ મેં હૈ બડી ખાસ... મેં બોલો, રામ સિયારામ, બોલો, રામ સિયારામ...
આ છે રજની આચાર્યએ સર્જેલી આશરે એકસો ને સાત મિનિટની ફિલ્મ, બિસાઉ કી મૂક રામલીલાનો આરંભ. આજે ભારત જ્યારે રામમય - બની ગયું છે ત્યારે આવી એક નોખી-અનોખી રામલીલા વિશે, એના પર સર્જાયેલી ફિલ્મ વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
થોડા સમય પહેલાં જેમનું અવસાન થયું એ શૅરબજારના ખાંટૂ રાકેશ ઝુનઝુનવાલા રાજસ્થાનના જે જિલ્લામાંથી આવતા તે ઝુંઝુનુના એક નાનકડા કસબા બિસાઉમાં દર વર્ષે નવરાત્રિમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. હા, રાસગરબા તો ખરા જ, પણ આ દિવસોનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે ૧૬૬ વર્ષથી ભજવાતી મૂક રામલીલા.
શ્રાદ્ધપક્ષની સમાપ્તિ બાદ તરત, પહેલા નોરતાથી સતત પંદર દિવસ આ રામલીલા સમી સાંજે સાતેક વાગ્યાથી લગભગ રાતે નવ-દસ વાગ્યા સુધી દભરમાં ભજવાતી શીલા અને એ બિસાઉની રામલીલા વચ્ચે એક તફાવત એ કે આ મૂક લીલા છે. જી હા, એમાં પાત્રો સંવાદ બોલતાં નથી અને એ મંચ પર નહીં, પણ ખુલ્લામાં, નગરના હાર્દ સમા વિસ્તાર રામલીલા ચોક પર ભજવાય છે. બીજું એક વૈશિષ્ટ્ય એટલે રામકથા રજૂ કરનારા કોઈ તાલીમબદ્ધ કલાકારો નહીં, બલકે નગરવાસીઓ જ હોય છે. દર વર્ષે જેની ઈચ્છા થાય એ રામ બને, સીતા બને કે પવનપુત્ર કે પછી રાવણ બને... સીતા કે મંદોદરી કે શબરી કે અહલ્યાનું પાત્ર પુરુષો જ ભજવે એવુંય બને. બિસાઉના બાશિંદા રામકથાનાં વિવિધ પાત્રોના સ્વાંગ રચીને, મુખવટા પહેરીને રામાયણના વિવિધ પ્રસંગો રજૂ કરે છે. આ મૂક રામલીલાનું વધુ એક વૈશિષ્ટ્ય તે એ કે એમાં રાવણ ઉપરાંત મેઘનાદ, કુંભકર્ણ, અહિરાવણ એમ ચાર પૂતળાંનાં દહન થાય છે.
Denne historien er fra January 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size