Prøve GULL - Gratis
ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર
Chitralekha Gujarati
|July 17, 2023
અમેરિકાની ડૉલરની દાદાગીરી તો એક યા બીજા પ્રકારે વરસોથી ચાલતી રહી છે, હવે ઈન્ટરનૅશનલ બિઝનેસમાં લાગુ થતા ટૅક્સ બાબતે અમેરિકાના દબાણથી એક એવો ડ્રાફ્ટ તૈયાર થયો છે કે જેમાં ટૅક્સનો મહત્તમ હિસ્સો અમેરિકાને જ ફાળે જાય અને બાકીનો ટુકડો બીજા વેપારી દેશો વચ્ચે વહેંચાય. અગાઉ આમાં માત્ર ડિજિટલ ટૅક્સેશનનો પ્રસ્તાવ હતો, હવે એમાં તમામ ગુડ્સ અને સર્વિસીસને પણ આવરી લેવાયાં છે. કોઈ પણ દેશ અમેરિકાને માલ અને સર્વિસીસની નિકાસ કરે ત્યારે ટૅક્સનો લાભ પણ મહદંશે એને મળે. આ એકતરફી વેપાર કરારને હજી માન્યતા મળી નથી, પણ કોઈ દેશ એનો જોરદાર વિરોધ પણ કરી શકતો નથી. શું છે આ ડ્રાફ્ટ અને ભારત પર એની શું અસર થાય? એ વિશે ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના નિષ્ણાત રશ્મિન સંઘવી સાથે ‘ચિત્રલેખા’ની વાતચીતમાં ચોંકાવનારાં તારણ મળે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હમણાં અમેરિકામાં અસાધારણ માન-સમ્માન વ મળ્યાં, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને નવી ઊંચાઈએ લઈ જવાની વાત થઈ, ભારતને અમેરિકાએ બેસ્ટ બિઝનેસ પાર્ટનર ગણાવ્યું.. આ બધી વાત સાચી, પણ એક બહુ જ મહત્ત્વના મુદ્દે અમેરિકા માત્ર ભારત પર જ નહીં, બીજા ૧૪૦ દેશો પર દાદાગીરી કરવાના મિજાજમાં છે. આ વિષય છેઃ ડિજિટલ સર્વિસ ટૅક્સ.
એ માટે અમેરિકાએ એવો એકતરફી મલ્ટિલેટરલ કન્વેન્શન ડ્રાફ્ટ તૈયાર કર્યો છે કે જેમાં મહત્તમ લાભ એને થાય, બીજા દેશોને ભાગે તો ખરખોડું જ આવે. ડૉલરની દાદાગીરીની જેમ ઈન્ટરનૅશનલ બિઝનેસમાં પણ અમેરિકા અન્ય દેશો પર પ્રત્યક્ષ યા પરોક્ષ દબાણ કરી રહ્યું છે. આ મામલો દાયકા કરતાં વધુ સમયથી ચર્ચાતો રહ્યો હોવા છતાં એનું હજી આખરી પરિણામ આવ્યું નથી. વિવિધ નામ-સ્વરૂપ-ઉદ્દેશો બદલીને અત્યારે એ ડ્રાફ્ટ પુનઃ ચર્ચામાં છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશ સાથે ટ્રેડ વૉર માટે વિવાદાસ્પદ બન્યા હતા, હવે બાઈડન સરકાર હેઠળ ડિજિટલ ટૅક્સ (Digital Taxation)ના નામે અમેરિકા ભારત સહિત અનેક દેશ પર ઓઈસીડી Cooperation and for Economic (OECD-Organisation Development) દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટિલેટરલ કન્વેન્શન (એમએલસી) ડ્રાફ્ટને સ્વીકારી લેવાનું દબાણ કરી રહ્યું છે.
આપણા દેશે ડિજિટલ ટૅક્સ મામલે ઈક્વલાઈઝેશન લેવી લાગુ કરી છે, જ્યારે કે બીજા પાંચ દેશોએ ડિજિટલ સર્વિસ ટૅક્સ લાગુ કર્યો છે, પરંતુ અમેરિકાએ ધાક-ધમકીની ભાષામાં એને હટાવી દેવાનું દબાણ કરતાં ભારત સહિત આ છ દેશ એ દૂર કરવા કચવાતા મને તૈયાર થયા છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જ અમેરિકાએ ટ્રેડ વૉરની જાહેરાત કરી દીધી હતી. એ પછી બાઈડન સરકારે USTR (US Trade Representative office) હેઠળ આ છ દેશો સામે પગલાં લીધાં. યુએસટીઆર દ્વારા મોટા ભાગના દેશોને કહી દેવાયું છે કે તમારે તમારા ડિજિટલ સર્વિસ ટૅક્સ સંબંધી કાયદા રદ કરવાના રહેશે અથવા એનાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
આ પગલાં પાછળનાં કારણ સમજાવતાં અમેરિકાની વ્યાપારનીતિ અને ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના ઊંડા અભ્યાસુ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રશ્મિનભાઈ સંઘવી ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છેઃ
Denne historien er fra July 17, 2023-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size