Prøve GULL - Gratis

વિદેશ સુધી સંભળાઈ છે આ સફળ પ્રયાસની ત્રાડ

Chitralekha Gujarati

|

February 13, 2023

પર્યાવરણના પડકારો સામે જીવવૈવિધ્ય જાળવી રાખવાની જે કેટલીક પહેલ કરવામાં આવી, એમાં કૅપ્ટિવ બ્રીડિંગ અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ મોખરે છે. આ બન્ને કાર્યક્રમોમાં પ્રજાતિઓને જાળવી રાખવા માટે જુદાં જુદાં વાતાવરણમાં એમના પુનઃ વસવાટના પ્રયાસ થઈ રહ્યા છે.

- ધીરુ પુરોહિત (જૂનાગઢ)

વિદેશ સુધી સંભળાઈ છે આ સફળ પ્રયાસની ત્રાડ

જૂનાગઢ જાઓ તો સક્કરબાગ જરૂર જજો એવી સલાહ આપણને અવારનવાર આપવામાં આવે છે. આ સક્કરબાગ એટલે એશિયાનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય. સક્કરબાગ ઝૂની અનેક વિશિષ્ટતા છે, જેમાં ટોચ પર છેઃ અહીંના એશિયાઈ સિંહો, જેમના માટે આ ઘરનું ઘર છે.

એક સમયે દુર્લભ બની ગયેલા એશિયાઈ સિંહોની પ્રજાતિને વિસ્તરવાવિકસવા માટે આ ઝૂએ નવી ફળદ્રુપ ભૂમિ પૂરી પાડી છે. એક સદી પહેલાં ગીરનાં જંગલોમાં સિંહોની સંખ્યા માત્ર બે આંકડામાં રહી ગઈ હતી, પણ સુવ્યવસ્થિત સંવર્ધન પગલાંના પરિણામે ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા સતત વધી છે, જે અત્યારે તો ૬૭૦ના આંકને વટાવી ગઈ છે. વિશ્વભરમાં વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનના સફળ દાખલા આપતી વખતે એશિયાઈ સિંહોના ગીરમાં થયેલા સંરક્ષણનો ખાસ અભ્યાસ કરવામાં આવે છે. આ સફળતાના પાયામાં છે સક્કરબાગ ઝૂ. અત્યારે આ પ્રાણીબાગ એશિયાઈ સિંહોનું એકમાત્ર બ્રીડિંગ સેન્ટર છે.

નાર (વરુ) અને ગીધ સહિતના જીવોના ‘કૅપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ'ને ખાસ્સી સફળતા મળી છે.

૧૮૬૩માં શરૂ થયેલા જૂનાગઢ સક્કરબાગ ઝૂની એશિયાઈ સિંહોના લીધે એક આગવી ઓળખ ઊભી થઈ છે. છેલ્લા પાંચ દાયકામાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અહીંથી દેશ-વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં ર૦૦થી વધુ એશિયાઈ સિંહો મોકલવામાં આવ્યા છે, જેના લીધે ભારતના ચોથા નંબરના સૌથી મોટા સક્કરબાગનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું છે.

સક્કરબાગ ઝૂના રેન્જ ફોરેસ્ટ ઑફિસર (આરએફઓ) નીરવ મકવાણા ચિત્રલેખાને જણાવે છેઃ ‘આંગળીના વેઢે ગણાય એટલી ઓછી સંખ્યામાં વન્યપ્રાણીઓને સાચવી, વૈજ્ઞાનિક દેખરેખમાં એમને ઉછેરીને એમની સંખ્યા વધારવામાં આ ઝૂ સફળ રહ્યું છે. ગીરના સિંહો ઉપરાંત બીજાં વન્યપ્રાણીઓનો પણ કાળજીપૂર્વકનો ઉછેર આ ઝૂની વિશેષતા છે. એ રીતે જોતાં એનિમલ એક્સચેન્જ અને કૅપ્ટિવ બ્રીડિંગ, એ બન્ને ઉપક્રમમાં સક્કરબાગે નામના મેળવી છે.’

શું છે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અને કૅપ્ટિવ બ્રીડિંગ?

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size