Prøve GULL - Gratis
બોલો, મચ્છરનો પણ દિવસ છે!
Chitralekha Gujarati
|August 29, 2022
વર્ષે દહાડે દુનિયામાં દસ લાખ લોકોનાં મોતનું કારણ બનતા નખના ટેરવા જેવડા આ કીટકની નાનકડી દુનિયામાં ડોકિયું.

ચોમાસું બેસે એટલે વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરી જાય. ઉનાળાની કાળઝાળ ગરમીથી માંડ છુટકારો મળ્યો હોય એમ સૌકોઈ વરસાદની મજા માણવા લાગે. જો કે ચોમાસામાં જેમ મન ખુશ થાય એવી જ રીતે ક્યારેક આપણું તન એટલે કે શરીર દુઃખી થઈ જતું હોય છે. એનું કારણ વરસાદ સાથે આવતા મચ્છરનો ત્રાસ. નખના ટેરવા જેવડું આ મગતરું એક વાર કરડીને માણસને પથારીવશ કરી શકે છે. ભારત જેવા દેશમાં જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે ત્યાં મચ્છર આમ તો ૩૬૫ દિવસની સમસ્યા છે, પરંતુ ઓગસ્ટ મહિનાની ૨૦ તારીખે તો વિશ્વભરમાં સત્તાવાર રીતે મચ્છર રમાં સત્તાવાર રીતે મચ્છર દિન મનાવવામાં આવે છે!
મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કમળો, ઝિકા વાઈરસ, વાઈરલ ફીવર. જેમ્સટાઉન કેન્યોન વાઈરસ, વેસ્ટ નાઈલ વાઈરસ.. ચોમાસું શરૂ થાય એટલે આ બીમારીઓનાં નામ લગભગ દરેક દવાખાને સાંભળવા મળે. આ બીમારીનાં લક્ષણ, ઈલાજ અને અવવિધ ભલે અલગ અલગ હોય, પરંતુ આ અનેક રોગનું કારણ એક જ છેઃ મચ્છર!
મચ્છર આમ તો આખું વર્ષ દેખા દે છે, પરંતુ ચોમાસા દરમિયાન એનો ઉપદ્રવ વધે છે. બીમારી ફેલાવવા માટે વિલન ગણાતા મચ્છર ચોમાસા દરમિયાન ભરાતાં પાણીમાં ઈંડાં મૂકી બચ્ચાંને જન્મ આપે છે એટલે એની વસતિમાં ઘણો વધારો જોવા મળે છે.
હવે વાત કરીએ ૨૦ ઓગસ્ટની. એ છે વિશ્વ મચ્છર દિન. વર્ષ ૧૮૯૭ની ૨૦ ઓગસ્ટે બ્રિટિશ તબીબ રોનાલ્ડ રોસે શોધી કાઢ્યું હતું કે એનોફિલિસ પ્રકારના મચ્છર થકી જ મેલેરિયા જેવી જીવલેણ બીમારી ફેલાય છે. મેલેરિયાના રોગ વિશે તો પ્રાચીન રોમન સંસ્કૃતિમાં લેખિત પુરાવા જોવા મળે છે, પરંતુ મેલેરિયા માટે કયો કીટક જવાબદાર છે એ વિશે ઘણા મતભેદ હતા. સર રોનાલ્ડ રોસના સંશોધને એ મતભેદ દૂર કરી આપ્યા. આપણા માટે મહત્ત્વની વાત એ છે કે ડૉ. રોનાલ્ડ રોસે મચ્છર દ્વારા મેલેરિયાના જંતુ ફેલાતા હોવાની શોધ એમના ભારતરોકાણ દરમિયાન કરી હતી. ૧૮૯૫થી બે વર્ષ એ સિકંદરાબાદ-હૈદરાબાદમાં રોકાયા હતા.
આ શોધ માટે એમને નોબેલ પ્રાઈઝ એનાયત થયું, બ્રિટનની સરકારે એમને સરનો ઈલકાબ આપ્યો તો એમની આ શોધને બિરદાવવા ૧૯૩૦થી લંડન સ્કૂલ ઑફ હાયજીન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિને મચ્છર દિન મનાવવાની શરૂઆત કરી.
Denne historien er fra August 29, 2022-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size