Denemek ALTIN - Özgür
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati
|August 14, 2023
ધન, સત્તા, હોદ્દો તો ઠીક, જ્ઞાન અને તપ સુદ્ધાં વધે એ સાથે ચડિયાતા હોવાની લાગણી પ્રબળ બની શકે અને એ લાગણી સાથે ક્રોધ પણ વધી શકે. પછી માણસને સહેજ પણ ઓછો આદર મળે કે નાનુંએવું અપમાન થાય તો પણ એ આસાનીથી ક્રોધની ચુંગાલમાં ફસાઈ શકે.
પૃથ્વી પરથી સમગ્ર નાગવંશનો નાશ કરવો કે નહીં? આવો મહત્ત્વનો નિર્ણય લેતાં પહેલાં રાજા જનમેજય પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુ વિશે અને નાગવંશના દોષ વિશે આખી વાત બરાબર જાણવા-સમજવા માગતો હતો. એણે મંત્રીઓ પાસેથી પિતાના મોત વિશે પૂરેપૂરી વિગતો માગી. મંત્રીઓએ વિગત આપી.
વાત એમ હતી કે આદર્શ અને ન્યાયી રાજા પરીક્ષિત એક વાર જંગલમાં વીંધેલું હરણ શોધી રહ્યા હતા ત્યારે એમણે મુનિ શમીકને જોયા. એમણે શમીકને હરણ વિશે પૂછ્યું. મુનિએ મૌનવ્રત લીધેલું. એ કંઈ બોલ્યા નહીં. પરીક્ષિતે આજુબાજુમાં જોયું. ત્યાં એક મરેલો સાપ પડ્યો હતો. ભૂખ્યા, તરસ્યા અને થાકેલા પરીક્ષિતે બાણની અણી પર એ મરેલા સાપને ઉઠાવ્યો અને કશું વિચાર્યા વિના એ સાપ મુનિના ખભે નાખીને એ ત્યાંથી જતા રહ્યા.
એ મુનિનો દીકરો ઘોર તપસ્વી હતો. પરીક્ષિતે મુનિના ખભે સાપ નાખ્યો એ વખતે મુનિનો આ દીકરો ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં જ એને મિત્ર પાસેથી ખબર પડી કે રાજા પરીક્ષિતે એના પિતાના ગળે સાપ ભેરવ્યો હતો. પિતાના અપમાન વિશેની વાત જાણતાંની સાથે જ એ મુનિપુત્રએ હથેળીમાં જળ લઈને શાપ ઉચ્ચાર્યો: ‘મારા વૃદ્ધ પિતાની ડોકમાં જેણે સાપ નાખ્યો છે એ કુરુવંશને કલંકિત કરનારા રાજાને ભયંકર ઝેરવાળો અને તીક્ષ્ણ તેજવાળો તક્ષક નાગ આજથી સાતમી રાતે યમલોકમાં પહોંચાડશે.’
પછી એ મુનિપુત્ર ઘરે પહોંચ્યો. પિતા શમીક મુનિ હજુ એ જ અવસ્થામાં બેઠા હતા. એમના ખભે મરેલો સાપ હતો. એ જોઈને દીકરો ફરી ક્રોધથી ધ્રૂજવા લાગ્યો. એણે પિતા સાથે વાત કરી અને આવી કુચેષ્ટા કરનારા રાજા પરીક્ષિતને આપેલા શાપ વિશે કહ્યું.
કાશ્યપ ખરેખર પરીક્ષિતને તક્ષકદંશ પછી સાજા કરી દે તો ‘તક્ષકદંશ એટલે નિશ્ચિત મૃત્યુ’ એ સમીકરણ ખોટું ઠરે અને તક્ષકની શાખ અને ધાક પર પાણી ફરી વળે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 14, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
પરિબર્તન... મર્રમ... મટ્ટમ
જુદાં જુદાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવે ને જાય, એમાં બીજા વિસ્તારોના લોકોને બહુ રસ ન પડે. જો કે હમણાં યોજાયેલી, ખાસ તો પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પર દેશઆખાની નજર મંડાઈ હતી... અને પરિણામ પણ એવાં જ આવ્યાં. ભાજપવિરોધી ‘ઈન્ડિયા’ સંગઠનના બે સૌથી બોલકા નેતા, નામે મમતા બેનરજી તથા એમ કે સ્ટાલિનનો એમાં પરાજય થયો. બંગાળમાં તો ભાજપે માતબર સરસાઈથી સત્તા પણ મેળવી. તામિલનાડુમાં બે દ્રવિડિયન પક્ષોની લડતમાં રાજકારણનો સાવ નવો નિશાળિયો એવો અભિનેતા વિજય સત્તાની સમીપે પહોંચી ગયો, તો કેરલમમાં ડાબેરી પક્ષોનો છેલ્લો ગઢ તોડી કોંગ્રેસે દસ વર્ષે ફરી જીતનું મોઢું જોયું. આ ત્રણ રાજ્યોમાં તખ્તાપલટો થવા પાછળનું મુખ્ય કારણ છે નવા વિચાર અને ચૂંટણી લડવાની વ્યૂહનીતિમાં ફેરફાર. આ એવા ફેરફાર હતા, જેણે ચૂંટણીનાં પરિણામ ધરમૂળથી બદલી નાખ્યાં. આસામ અને પુડુચેરી (પોન્ડિચેરી)માં તો ધાર્યું પરિણામ જ આવ્યાં. આસામમાં સતત ત્રીજી મુદત માટે ભાજપ જીત્યો, પણ આ વખતે તો ભાજપે એકલે હાથે સંપૂર્ણ બહુમતી મેળવી. એ વિજયના શિલ્પી હિમંત બિશ્વા સર્માએ પક્ષની બીજા સ્તરની નેતાગીરીમાં હવે પોતાનું સ્થાન ઔર મજબૂત કર્યું છે. અહીં જોઈએ, બંગાળ, તામિલનાડુ અને કેરલમમાં સત્તાપરિવર્તન પાછળ કયાં સમીકરણ કામ કરી ગયાં...
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...
ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...
તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.
1 mins
May 18, 2026
Chitralekha Gujarati
વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!
કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.
1 min
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ
દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?
વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.
3 mins
May 18, 2026
Translate
Change font size
