Denemek ALTIN - Özgür
લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ
Chitralekha Gujarati
|May 18, 2026
દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.
મહિના પૂર્વે દુનિયાના દક્ષિણ છેડા પરનો પ્રવાસ ચાલતો હતો. ‘અલકાલાફાતેથી બ્યુનોસ આયર્સ' એમ અમારી સાઉથ અમેરિકામાં છેલ્લી ફ્લાઈટ હતી. પેટાગોનિયા અને ચિલેયન ફિયોર્ડસ જોઈને આંખો અંજાઈ ગઈ હતી અને પગ થાકી ગયા હતા. મહાકાય ગ્લેશિયર્સ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં. પરીક્ષા થયા પછી લાગે તેવો જ થાક લાગ્યો હતો. બ્યુનોસમાં જઈને આરામ કરવાના બે દિવસ અને પછી ભારત બાજુ કૂચ કરવાનું આ વિચારમાં અમે અલકાલાફાતેના એરપોર્ટ પર બેઠેલાં હતાં. જોકે અમારા પ્રવાસમાં એક ફટકો પડવાનો બાકી હતો. સાંજે સાડાસાતની ફ્લાઈટ સાડાનવ વાગ્યા સુધી ડિલે થતાં થતાં અંતે કેન્સલ થઈ. ‘દરેક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ' એ કોવિડ પછી આપણા બધાની જ માનસિકતા બની ગઈ છે. પેશન્સ વધ્યો છે, જેથી શાંતિથી એરલાઈન્સે આપેલી હોટેલમાં મુકામ કર્યો. બ્યુનોસ આયર્સનો જે દિવસ ફ્રી હતો તે અમને હવે મળવાનો નહોતો, કારણ કે તે દિવસ લગભગ પ્રવાસમાં જ ગયો હતો. આખરે અમે રાત્રે હેમખેમ બ્યુનોસમાં પહોંચ્યા. બીજા દિવસે ઉતાવળમાં શહેરમાં એક આંટો માર્યો. ગાઈડને કહ્યું, અમને ‘કાસા રોસાદા’ માં લઈ જા, જ્યાંથી ઈવા પેરોને જનતાને ઉદ્દેશીને કરેલું ભાષણ જગપ્રસિદ્ધ થયું હતું, ઇતિહાસમાં નોંધ લેવાઈ. અમારી ગાઈડ માર્સેલા બહુ બોલકણી હતી. તેણે આર્જેન્ટિનાની સ્વાતંત્ર્યની લડત, ઈવા પેરોન ફર્સ્ટ લેડી, ત્રણ વાર પ્રેસિડેન્ટ રહેલા હુઆન પેરોનની કારકિર્દી, ફૂટબોલ, લા બોકા એમ બધા સંબંધમાં વ્યવસ્થિત માહિતી આપી અને ‘કાસા રોસાદા’માં ગુલાબી સુંદર રજવાડા સામે આવ્યા પછી પૂછ્યું, ‘તમે ફિલ્મ જોઈ છે? એવ્હિટા?' ફિલ્મ વિશે જાણ હતી, પરંતુ જોઈ નહોતી. અર્થાત તેમાં ઈવા પેરોનનો રોલ કરનારી મેડોનાનું સુપ્રસિદ્ધ ‘ડોન્ટ ક્રાય ફોર મી આર્જેન્ટિના' ગીત પ્રસિદ્ધ થયું હતું. તે ગીત દેખાવડું પણ હતું. આથી જ દુનિયાના પર્યટકોએ બ્યુનોસમાં કાસા રોસાદા જોવાનું હોય છે. કાસા રોસાદાની યાદ તરીકે એક ફોટો લીધો અમારો તે બેકગ્રાઉન્ડ પર અને અમે અમારી વાપસીના પ્રવાસે નીકળ્યાં.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 18, 2026 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
