Try GOLD - Free
કચ્છના નમકના ક્ષેત્રમાં સહકારીતાનું પદાર્પણ
ABHIYAAN
|Abhiyaan Magazine 02/08/2025
દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. હજારો અગરો કચ્છના નાના અને મોટા રણમાં ધમધમે છે. અત્યાર સુધી મીઠાનો તમામ કારોબાર ખાનગી ધોરણે થાય છે. હવે નાના અગરિયાઓને અન્યાય ન થાય, તેમને આર્થિક રીતે વધુ ફાયદો થાય તે હેતુથી સરહદ ડેરી અને ‘અમૂલ'ના સહયોગથી સહકારી મંડળી શરૂ થઈ રહી છે. જેવી રીતે કચ્છમાં દૂધ ક્ષેત્રે સહકારી મંડળીના વધેલા વ્યાપ પછી માલધારીઓની સ્થિતિમાં સુધાર આવ્યો છે, તેવી જ રીતે મીઠાનું ઉત્પાદન કરનારા અગરિયાઓની આર્થિક સ્થિતિ પણ સુધરશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે ૧૯૮૪માં ખારાઘોડામાં પણ આવી મંડળી શરૂ થઈ હતી, પરંતુ સફળતા ન મળવાથી તેનું બાળમરણ થયું હતું.
કચ્છના મહત્ત્વના ઉદ્યોગો પૈકીનો એક ઉદ્યોગ છે મીઠાનો. દેશના મીઠાના કુલ ઉત્પાદનના ૭૪ ટકા જેટલા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, તેમાંથી લગભગ ૬૦થી ૮૦ ટકા જેટલું મીઠું એકલો કચ્છ જિલ્લો પકવે છે. હજારો અગરિયા તેમાંથી આજીવિકા મેળવે છે. અત્યાર સુધી નાના અગરિયાઓનું શોષણ થતું હતું. તેમના જીવનસ્તરમાં સુધારો થાય, તેમને પૂરતું વળતર મળે તે હેતુથી અમૂલ ફેડરેશન અને કચ્છની સરહદ ડેરીના સહયોગથી કચ્છ જિલ્લા દરિયાકાંઠા વિસ્તારની નમક ઉત્પાદક અને વેચાણ સહકારી મંડળી શરૂ થઈ રહી છે. આ સહકારી મંડળી દ્વારા એકાદ મહિનામાં જ ‘અમૂલ’ના નામે મીઠું બજારમાં મુકાશે.
અમૂલ અને સરહદ ડેરીએ મળીને કચ્છના દૂધ ઉત્પાદકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આણ્યો છે. તે મુજબ જ કામ કરીને અગરિયાઓની જિંદગી સુધારવાનો આ પ્રયાસ હોવાનું જાણવા મળે છે. જોકે આ ક્ષેત્રના જાણકારોના મતે દૂધ અને મીઠું બંને તદ્દન અલગ છે. એક ક્ષેત્રમાં સફળતા મળી એટલે બીજામાં મળશે જ તેવું કહી ન શકાય. આ અગાઉ ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કુરિયનના સમયમાં ખારાઘોડામાં સહકારી મંડળી શરૂ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે તદ્દન નિષ્ફળ નિવડ્યો હતો. આથી કચ્છમાં મીઠાના ક્ષેત્રમાં સહકારી મંડળી માટે તો નિવડ્યે વખાણાય તેવું આ ક્ષેત્રના જાણકારો કહે છે.
This story is from the Abhiyaan Magazine 02/08/2025 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
કવર સ્ટોરી
૫શ્ચિમ બંગાળમાં લોકશાહીનો લિટમક્ષ ટેક્સ્ટ
7 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
કવર સ્ટોરી
૫. બંગાળમાં ચૂંટણીમાં ભયનો માહોલ સાત જજોને સળગાવવાનું ષડયંત્ર?
5 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
દોષદૃષ્ટિનું નિવારણ આમ તો પ્રેત નિવારણ જેવું છે
એ તો સર્વાનુભવસિદ્ધ હકીકત છે કે સંતાનો થોડાક જ મોટા થાય પછી તેઓ તેમની માતાના બહુ સારા ઍડ્વોકેટ બની જતા હોય છે....પછી ગૃહસ્થનો કાંસ્યયુગ શરૂ થાય છે.
3 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
રાજકાજ
અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ, હવેશું?
3 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
રાજકાજ
બિહારની એનડીએ સરકારમાં ભાજપના મુખ્યપ્રધાન
2 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
પંચામૃત
બધું જ સરસ, છતાં કંટાળો કેમ?
2 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
સારાન્વેષ
કલ્પક્કમઃ થોરિયમની અણુશક્તિથી ત્રણ સદીની આત્મનિર્ભરતાનું સપનું!
4 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
રણબીર કપૂરના કારણે સૌરભ શુક્લાએ કરી ઍક્ટિંગ કરવાનું શરૂ કર્યું!
રણબીર કપૂર અને સૌરભ શુક્લાએ ‘બર્ફી’, ‘ જગ્ગા જાસૂસ' અને 'શમશેરા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ‘બર્ફી’માં આ બંને કલાકારોની જુગલબંધીને લોકોએ ખૂબ જ વખાણી હતી.
2 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
વિજ્ઞાન
મહાકાલ : ધ માસ્ટર ઑફ ટાઇમ ઉજ્જૈનમાં સમયનાનનું વૈદિવેક મહાસંમેલન
4 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
દુકાનોમાં થઈ પ્લાસ્ટિકની થેલી માટે પડાપડી
1 min
Abhiyaan Magazine 18/04/2026
Listen
Translate
Change font size

