કચ્છના નમકના ક્ષેત્રમાં સહકારીતાનું પદાર્પણ
Abhiyaan Magazine 02/08/2025
|ABHIYAAN
દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. હજારો અગરો કચ્છના નાના અને મોટા રણમાં ધમધમે છે. અત્યાર સુધી મીઠાનો તમામ કારોબાર ખાનગી ધોરણે થાય છે. હવે નાના અગરિયાઓને અન્યાય ન થાય, તેમને આર્થિક રીતે વધુ ફાયદો થાય તે હેતુથી સરહદ ડેરી અને ‘અમૂલ'ના સહયોગથી સહકારી મંડળી શરૂ થઈ રહી છે. જેવી રીતે કચ્છમાં દૂધ ક્ષેત્રે સહકારી મંડળીના વધેલા વ્યાપ પછી માલધારીઓની સ્થિતિમાં સુધાર આવ્યો છે, તેવી જ રીતે મીઠાનું ઉત્પાદન કરનારા અગરિયાઓની આર્થિક સ્થિતિ પણ સુધરશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે ૧૯૮૪માં ખારાઘોડામાં પણ આવી મંડળી શરૂ થઈ હતી, પરંતુ સફળતા ન મળવાથી તેનું બાળમરણ થયું હતું.
કચ્છના મહત્ત્વના ઉદ્યોગો પૈકીનો એક ઉદ્યોગ છે મીઠાનો. દેશના મીઠાના કુલ ઉત્પાદનના ૭૪ ટકા જેટલા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, તેમાંથી લગભગ ૬૦થી ૮૦ ટકા જેટલું મીઠું એકલો કચ્છ જિલ્લો પકવે છે. હજારો અગરિયા તેમાંથી આજીવિકા મેળવે છે. અત્યાર સુધી નાના અગરિયાઓનું શોષણ થતું હતું. તેમના જીવનસ્તરમાં સુધારો થાય, તેમને પૂરતું વળતર મળે તે હેતુથી અમૂલ ફેડરેશન અને કચ્છની સરહદ ડેરીના સહયોગથી કચ્છ જિલ્લા દરિયાકાંઠા વિસ્તારની નમક ઉત્પાદક અને વેચાણ સહકારી મંડળી શરૂ થઈ રહી છે. આ સહકારી મંડળી દ્વારા એકાદ મહિનામાં જ ‘અમૂલ’ના નામે મીઠું બજારમાં મુકાશે.
અમૂલ અને સરહદ ડેરીએ મળીને કચ્છના દૂધ ઉત્પાદકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આણ્યો છે. તે મુજબ જ કામ કરીને અગરિયાઓની જિંદગી સુધારવાનો આ પ્રયાસ હોવાનું જાણવા મળે છે. જોકે આ ક્ષેત્રના જાણકારોના મતે દૂધ અને મીઠું બંને તદ્દન અલગ છે. એક ક્ષેત્રમાં સફળતા મળી એટલે બીજામાં મળશે જ તેવું કહી ન શકાય. આ અગાઉ ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કુરિયનના સમયમાં ખારાઘોડામાં સહકારી મંડળી શરૂ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે તદ્દન નિષ્ફળ નિવડ્યો હતો. આથી કચ્છમાં મીઠાના ક્ષેત્રમાં સહકારી મંડળી માટે તો નિવડ્યે વખાણાય તેવું આ ક્ષેત્રના જાણકારો કહે છે.
هذه القصة من طبعة Abhiyaan Magazine 02/08/2025 من ABHIYAAN.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من ABHIYAAN
ABHIYAAN
બાંગ્લાદેશ જ્વાળામુખીની ટોચ પર બેઠું છે
બાગ્લાદેશ જ્વાળામુખીની ટોચ પર બેઠેલું છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી મુખ્ય સલાહકારના નામે કામચલાઉ સરકારના વડા બનેલા મોહંમદ યુનુસની નીતિઓ બાંગ્લાદેશને બરબાદ કરી નાખશે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
બાંગ્લાદેશની જ્વાળાઓ આપણાં ઈશાની રાજ્યોને દઝાડશે?
શેખ હસીના પ્રાઇમ મિનિસ્ટર બની એ પછી, ૩૦ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ આ ષડયંત્રમાં સામેલ ૧૪ અપરાધીઓ, આતંકવાદી ઓને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલી.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આપણા દુઃખ જેમણે પોતાના પર આપણા ઈસુ છે....! લીધા તે સહુ આપણા
અંતે ઈસુ સુધી એક નાનું અમથું ફૂલ પણ ન પહોંચી શક્યું, કંટકો પહોંચ્યા... કારણ કે પૃથ્વી પર મનુષ્યોનું શાસન છે...!
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વિશ્લેષણ
‘વંદે માતરમ્’- વંદનાનો વિવાદ ક્યાં સુધી?
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
રાજકાજ
જી રામ જી ગ્રામીણ રોજગાર યોજના લાભદાયક છે
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size

