લાફ્ટર વાઇરસ
ABHIYAAN|Abhiyaan Magazine 20/04/2024
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
લાફ્ટર વાઇરસ

તમારે અમારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવવાનું છે,’ આ મતલબનો, હમણાં જ એક રાજકારણીનો, મારા પર ફોન આવ્યો.

આમેય નાનો-મોટો કોઈ પણ અપરાધ કરવામાં હું પહેલેથી જ આળસુ. હું વિચારમાં પડ્યો કે એક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું નિમંત્રણ છે, શું કરવું? કોઈ હૅરકટિંગ સલૂનનું ઉદ્ઘાટન મારે હાથે થાય તો એ મિત્રને શુકન કરાવવા માટે વાળ કપાવી લેવાય. હું એની સલૂનની રિબિન કાપું, બદલામાં એ મારા વાળ કાપે, પણ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં મને રાજકારણીથી કે રાજકારણીને મારાથી શો ફાયદો થવાનો?

આવું નિમંત્રણ સ્વીકારવા કરતાં નહીં સ્વીકારવામાં મને વધારે ભયાનકતા દેખાઈ, એટલે અનિચ્છાએ સ્વીકારી તો લીધું, પણ કોણ જાણે કેમ હું ટેન્શનમાં આવી ગયો કે સા. . .લુ કંઈ નહીં, ને રાજકીય પક્ષના કાર્યાલયનું ઉદ્ઘાટન? હા, કોઈ રંગબેરંગી ટાઇલ્સવાળા યુરિનલનું ઉદ્ઘાટન કરવાનું હોય તો સમજ્યા કે ભવિષ્યમાં સમાજ માટે કશુંક અર્પણ કર્યાનો સંતોષ પણ થાય! મેં આંખો બંધ કરીને મારો ભવ્ય ભૂતકાળ ઑડિટ કરી જોયો, તો લાગ્યું કે રાજકારણીઓ કરતાં તો ઘણો સારો હતો! શક્ય છે કે રાજકારણીઓ સમાજમાં દાખલો બેસાડવા માગતા હોય કે રાજકારણમાં લેખકો પણ પડતા હોય છે, એવી ધાક પણ આપવા માગતા હોય, કે એક સામાન્ય જંતુ જેવું લેખિકયું અમારા રાજકારણમાં ઝુકાવતું હોય તો સમાજના માણસોએ તો જોડાવું જ જોઈએ! અથવા તો આવા ઉદ્ઘાટનના નિમિત્ત દ્વારા લેખકને લોકો આગળ ધરી દેવામાં આવે ધમકીરૂપે, કે હવે રાજકારણમાં બધા ઝંપલાવી દો, નહીંતર લેખક થઈને રહેવું પડશે!

નહીં આવવાના વિચારો મને પહેલેથી જ આવતા હોય છે. ઉદ્ઘાટન માટે મારું જ નામ કોણે સૂચવ્યું હશે? મને મારા અભિન્ન મિત્ર બાબુ બૉસ પર શંકા પડી... હું અને બાબુ બૉસ કૉલેજમાં સાથે ભણતા. મને પહેલેથી જ ખબર હતી કે વખત આવે એ આડે રસ્તે ચોક્કસ ચડી જવાનો અને બન્યું પણ એવું જ, એ એક રાજકીય પક્ષનો નેતા બની ગયો. એણે જ મને એકવાર કહેલું કે રખડેલ ચોર બનવા કરતાં રાજકારણી બનવું સારું. એની આખી લાઇફ રાજકારણમાં ગઈ. એટલે એનાં બાળકોને સરવાળા અને ગુણાકાર સારા આવડ્યાં. કક્કો-બારાખડી પણ ભાષણોની ભાષામાં શીખતા થઈ ગયાં.

This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024