લાફ્ટર વાઇરસ
ABHIYAAN|Abhiyaan Magazine 27/04/2024
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
લાફ્ટર વાઇરસ

ભિખારીની રાશિ ધન, પણ માણસ નિર્ધન!

લક્ઝુરિયસ આરામની દૃષ્ટિએ ભારતનો ભિક્ષુક અતિશ્રીમંત છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓને પણ ઈર્ષા આવે એટલી પ્રસન્નતાથી એ હસી શકે છે અને વગર બેડરૂમે એ સ્વસ્થ મનથી ઊંઘી પણ શકે છે. રોજ સવાર પડે ને ‘ક્યાં કપડાં પહેરવાં?’ એવી એને કોઈ જ ચિંતા નથી. ‘કપડાં બસ પહેરવાં.’ એ જ એનો નિર્મોહી અને ઉપકારક સ્વભાવ. કપડાં કદાચ ફાટેલાં હોય તો પણ એનું ટેન્શન એને હોતું નથી. જોનારને પોતાની ઇજ્જત વહાલી હોય – અને સમજીને એકાદ બે કપડાંનું દાન કરે... તો, સ્વીકારી લઈ, પેલા જોનારની ઇજ્જત સાચવી લેવામાં એ ઘણો જ ઉદાર છે.

ભિખારીઓની ભીખ માગવાથી મેથડમાં, આઝાદી પછી, થોડું પરિવર્તન જરૂર આવ્યું છે. આમ તો પ્રાચીન ભારતનો ભિક્ષુક મંદિરની સામે કે એની આજુબાજુ બેસીને શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને સંકોરતો-સંકોરતો શાંતિથી ભીખ માંગતો, ભગવાનને સાક્ષીમાં રાખીને! પણ મારે વાત કરવી છે આઝાદ ભારતના મૉડર્ન અને લેટેસ્ટ ભિખારીઓની.

આજનો ભિખારી એના ક્ષેત્રનો માસ્ટર જરૂર થઈ ગયો છે. ભીખ કઈ રીતે, કોની પાસે માગવી અથવા તો હાથ લંબાવ્યા વગર જ સામેના માણસને પોતાને જ ભીખમાં કંઈક આપવાનું મન થાય તે માટે એને મેન્ટલી કેવી રીતે પ્રિપેર કરવો ઇન્સ્પાયર કરવો, કેવી રીતે ઍન્કરેજ કરવો એ, એ સારી રીતે શીખી ગયો છે. ગઈકાલનો ભિખારી ભીખ આપનારનો આભાર માનતો, પણ આજનો ભિખારી પોતે આભાર નથી માનતો પણ પેલાને આભારવશ જરૂર કરી દે છે. હવે એને કોઈ નાનાં મોટાંમંદિરોની આજુબાજુ ઊભા રહીને ભીખ માગવાનું પસંદ નથી. ભીખ માગવા માટેનું લૉકેશન એણે બેગર્સ મૅનેજમૅન્ટના ફન્ડામેન્ટલ સિદ્ધાંત પ્રમાણે બદલી નાખ્યું છે. એને હવે મંદિર પાસે કે એની આજુબાજુ બેસીને ભીખ માગવાનું આર્થિક સાહસ કરવામાં જોખમ લાગે છે. પોતાના કરતાં એને સામેનાની ચિંતા વધારે હોય છે અને એટલે જ તો એ ત્યાં નહીં બેસીને મંદિરે આવતા-જતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને જાળવી લે છે. શ્રદ્ધાળુઓને ક્યારેય એવું નહીં લાગવું જોઈએ કે ‘તો પછી, અમારામાં અને મંદિરની બહાર બેઠેલા આ ભિખારીઓમાં શો ફેર?' શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ નહીં પહોંચાડવી એ જ એનો ભીખમંત્ર છે.

This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 mins  |
Abhiyaan Magazine 11/05/2024