શિક્ષણ, લૈંગિક સમાનતા, રાજકારણ અને નોકરશાહીની પરિપાટીએ ભારતીય મહિલા
ABHIYAAN|March 16, 2024
આજે પણ મહિલાઓની મોટા ભાગની સમસ્યાઓ આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાને કારણે થાય છે.
હિમાદ્રી આચાર્ય દવે
શિક્ષણ, લૈંગિક સમાનતા, રાજકારણ અને નોકરશાહીની પરિપાટીએ ભારતીય મહિલા

શિક્ષણ એ જીવનમાં આવતી કોઈ પણ પરિસ્થિતિને સમજવાનું ઉપયોગી માધ્યમ છે. આપણે ત્યાં કન્યા શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે, તેથી જ તો સરકારે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ' જેવા અભિયાન ચલાવવા પડે છે. અલબત્ત, આજના સમયે ચિત્ર ઘણું બદલાયું છે, પણ ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં મહિલાઓ માટે શિક્ષણની પહોંચ મર્યાદિત રહી છે. આજે પણ ભારતમાં અનેક દીકરીઓ શિક્ષણના અધિકારથી વંચિત છે. છોકરાઓની સરખામણીએ શાળા છોડી દેતી છોકરીઓની સંખ્યા ઘણી વધારે છે, કારણ કે છોકરીઓ ઘરના કામકાજમાં મદદ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ઘણી છોકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે, કારણ કે તેમના પરિવારો તેમને અભ્યાસ માટે ઘરથી દૂર નથી મોકલવા નથી માંગતા! એવું પણ માનવામાં આવે છે કે છોકરીઓ માટે શિક્ષણ કોઈ કામનું નથી. આખરે તે ની પ્રાથમિક જવાબદારી ઘરનું સંચાલન, લગ્ન, પતિ અને બાળકોની સેવા કરવાની છે. જેના કારણે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાનતાનું અંતર સતત વધતું જાય છે. શિક્ષણનો અભાવ રાજકારણ કે બૌદ્ધિકતાવાળા અન્ય ક્ષેત્રમાં સક્રિય રસ લેવાની તેમની ક્ષમતાને અવરોધે છે. ઘણી સ્ત્રીઓ હજુ પણ રાજકીય હોદ્દો સંભાળવા માટે જરૂરી શિક્ષણ અને કુશળતાનો અભાવ ધરાવે છે. ભારતમાં, સાક્ષરતાના સંદર્ભમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘણો મોટો તફાવત છે. પુરુષોનો સાક્ષરતા દર ૮૨.૧૪ ટકા છે, જ્યારે સ્ત્રીઓમાં તેની ટકાવારી માત્ર ૬૫.૪૬ છે.

શ્રમક્ષેત્રે તેમ જ વ્યવસાય ક્ષેત્રે ભારતીય મહિલાઓ

આજે પણ મહિલાઓની મોટા ભાગની સમસ્યાઓ આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાને કારણે થાય છે.

♦ દેશની કુલ વસતિના ૪૮ ટકા મહિલાઓ છે, જેમાંથી માત્ર એક તૃતીયાંશ જ રોજગારમાં વ્યસ્ત છે. તેથી ભારતના જીડીપીમાં મહિલાઓનું યોગદાન માત્ર ૧૮ ટકા છે. બીજું, વિકાસની સાથે-સાથે વધવાને બદલે, અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી ઘટી રહી છે!

♦ નાણાકીય વર્ષ ૨૦૨૩માં, કુલ ૪૩.૯ કરોડના શ્રમબળમાંથી, મહિલાઓનો હિસ્સો ૪.૫ કરોડ છે, જે શ્રમ સમૂહના માત્ર ૧૦ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૧૭માં શહેરી ભારતમાં અંદાજે ૨.૨૭ કરોડ મહિલા કામદારો હતાં, જે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ઘટીને ૧.૨ કરોડ થઈ. આ જ સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમબળની ભાગીદારી ૪.૫ કરોડથી ઘટીને ૩.૩ કરોડ થઈ છે.

This story is from the March 16, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 16, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024