સેમ ઓલ્ટમેન વિરુદ્ધ ઓપન એઆઈ: આધિપત્યની લડાઈ
ABHIYAAN|December 16, 2023
સ્ટાર્ટ-અપની દુનિયામાં ‘ફાઉન્ડર્સ કર્સ’ શું છે? ચૂંટ-જીપીટી ડેવલપ કરનાર ઑપનએઆઈ કંપની પર આધિપત્ય માટે રમત મંડાઈ ગઈ છે. એઆઈ જે ગતિથી વિકસી રહી છે એ જોતાં વિશ્વના દેશોએ તેને લગતા કાયદા ઘડવા તૈયાર રહેવું પડશે.
સેમ ઓલ્ટમેન વિરુદ્ધ ઓપન એઆઈ: આધિપત્યની લડાઈ

સ્ટાર્ટ-અપની દુનિયામાં એક શબ્દપ્રયોગ ઘણો પ્રચલિત છે, ‘ફાઉન્ડર્સ કર્સ’ મતલબ કે કંપનીના સ્થાપક જ્યારે અત્યંત મજબૂત અને પ્રભાવશાળી બને ત્યારે કંપની તેના આગળના તબક્કામાં નબળી પડતી જાય એવો શાપ! આવા કિસ્સામાં કંપનીના બૉર્ડ મેમ્બર્સ, ઇન્વેસ્ટર્સ કે કર્તાહર્તાઓ સ્થાપકની એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરી દે એવું ઘણીવાર બને. શાર્ક ટૅન્ક શૉ પછી વિવાદોમાં આવેલા આશ્રી૨ ગ્રોવરે ભારતપ છોડવું પડ્યું ત્યારે ફાઉન્ડર્સ કર્સનો ઉલ્લેખ કરેલો. સ્ટિવ જોબ્સ સાથે પણ એક વખતે આવું થયેલું. ૧૯૮૫માં તેણે એપલથી અલગ થઈ જવું પડેલું, પણ ૧૯૯૭માં સંઘર્ષ કરી રહેલી એપલે એને ફરી પાછો કંપનીમાં સમાવી લીધો.

ચૅટ-જીપીટીને કારણે ખ્યાતિ પામેલ સેમ ઑલ્ટમૅન પણ જાણે ફાઉન્ડર્સ કર્સનો શિકાર બન્યો છે. ૧૭ નવેમ્બરે ચૅટ-જીપીટી ડેવલપ કરનાર કંપની, ઑપન એઆઈના ડઝનથી પણ વધુ ફાઉન્ડરમાંના એક અને કંપનીનો મુખ્ય ચહેરો એવા સેમ ઑલ્ટમૅનને બૉર્ડ મેમ્બર્સ દ્વારા સીઈઓના પદેથી કાઢી મૂક્યા પછી એકાએક નાટ્યાત્મક ઘટનાઓ શરૂ થઈ ગઈ. કંપની જાણે પત્તાના મહેલની જેમ પડવાની અણી પર આવી ગઈ. ઑપન એઆઈમાં ખાસ્સું મોટું રોકાણ કરનાર માઇક્રોસૉફ્ટે તો તરત જ સેમ ઑલ્ટમૅનને હાયર કરવાની તૈયારી દેખાડી. આ સાથે, આશરે ૭૭૦માંથી ૭૦૨ કર્મચારીઓએ પણ ઑપન એઆઈ છોડીને સેમ ઑલ્ટમૅનની આગેવાનીમાં માઇક્રોસૉફ્ટની નવી એઆઈ કંપની કે ડિવિઝનમાં જોડાવાની મક્કમતા દર્શાવી. ‘ઑપન એઆઈ એના માણસો વિના કશું નથી’ એવી ટ્વિટ થવા લાગી અને કંપનીના કો-ફાઉન્ડર ગ્રેગ બ્રોકમૅને પણ રાજીનામું મૂકી દીધું. આવો પ્રત્યાઘાત જોઈને ગણતરીના જ દિવસોમાં ઑપન એઆઈના મૅનેજમૅન્ટે સેમ ઑલ્ટમૅનને ફરી સીઈઓ બનાવ્યો, ગ્રેગ બ્રોકમૅન પણ પરત ફર્યો અને ૭૦૨ કર્મચારીઓની માગણી પ્રમાણે, એક અપવાદ સિવાય જૂના બૉર્ડ મેમ્બર્સને હટાવી નવા મેમ્બર્સને નિયુક્ત કરવામાં આવ્યા.

This story is from the December 16, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 16, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024