Facebook Pixel જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો... | Chitralekha Gujarati - news - Les denne historien på Magzter.com
Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...

Chitralekha Gujarati

|

April 22 , 2024

બગીચા નગરી તરીકે જાણીતું બેંગલુરુ હવે ઈમારતોનો વગડો બની ગયું છે. શહેરમાંથી હરિયાળી ગાયબ થઈ ગઈ છે અને સાથે સાથે પાણીના સ્રોત પણ ઓઝલ થઈ રહ્યા છે. આવી હાલત દેશના બીજા વિસ્તારોની પણ છે. સમય ચેતી જઈને પાણીનો દુર્વ્યય અટકાવવાનો છે, અન્યથા થશે એવું કે કાલે ઊઠીને આપણી પાસે પીવા માટે પણ પાણી નહીં રહે.

- કૌશિક મહેતા

જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...

ડિયર નૅચર,

ગુજરાતમાં ૧૯૮૬-૮૭ના દુકાળનું એક દશ્ય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં ત્યારે પાણીની અભૂતપૂર્વ તંગી હતી. પહેલી વાર ગાંધીનગરથી પાણીનાં ટૅન્કર ભરેલી ટ્રેન રાજકોટ આવી હતી. એ સમયમાં મધ્ય ગુજરાતથી એક મિત્ર રાજકોટ આવ્યા. વહેલી સવારે એસટી બસસ્ટેશનની બહાર નીકળ્યા અને એક ઠેલા પર ચા પીવા ઊભા રહ્યા. ત્યાં પાણીની એક નાંદ ભરેલી હતી. એમણે પ્લાસ્ટિકના લોટાથી પાણી ભર્યું અને ઊંઘ ઉડાડવા થોડું પાણી ચહેરા પર છાંટ્યું ત્યાં તો ચાવાળો ભાઈ બોલ્યોઃ ભાઈ, આ પાણી મોઢું ધોવા માટે નથી, પણ પીવા માટે છે.

અમારા મિત્ર આ અનુભવ સાથે ઘેર આવ્યા. ચા-પાણીનો સમય હતો એટલે કહ્યું કે ચા-પાણી પી લો પછી નાહીને ફ્રેશ થઈ જાવ... નાહવાની વાત આવી તો એ મિત્ર કહેઃ ‘ના ના, મારે નહાવું નથી. ચાલશે. બહુ બહુ ધોઈ લઈશ.' એમના દિમાગમાં ચાવાળાની ઘટના ઘૂમતી હતી. અમે પછી સમજાવ્યા કે નાહી લો, પાણીની એટલી તો તંગી નથી. પછી એ મિત્ર નાહ્યા.

અત્યારે વાત જો કે આપણી સિલિકોન વૅલી તરીકે ઓળખાતા બેંગલુરુની કરવી છે. એક વેળાનું ગાર્ડન સિટી ગણાતા આ મહાનગરમાં મોટા ભાગનાં તળાવ સુકાઈ ગયાં છે. ભૂગર્ભમાં પાણીનું ટીપુંય નથી. સ્થિતિ એવી છે કે બેંગલુરુ મહાપાલિકા દ્વારા એક ઍડ્વાઈઝરી બહાર પાડવામાં આવી છે, જેમાં કહેવાયું છેઃ ‘રોજ ના નહાશો, એકાંતરે નહાવાનું રાખશો અને ખાન-પાન માટે  ડિસ્પોઝેબલ પ્લેટ-વાટકા-કપ વાપરશો. કપડાં પણ રોજ ના ધોતાં. વાસણોનો વપરાશ ઓછો કરજો.’

બેંગલુરુની આવી હાલત શા માટે થઈ? કારણ કે અહીં શહેરીકરણ બહુ ઝડપથી થયું છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોને શહેરમાં ભેળવી દેવાયા છે. બેંગલુરુ શહેર અને આ ગામડાંનાં મળી ૮૦ જળાશયો પર ઈમારતો બંધાઈ ગઈ છે. લીલોતરીથી ઢંકાયેલું રહેતું શહેર સિમેન્ટ-કૉન્ક્રીટનું જંગલ બની ગયું છે. તળાવ ભરાઈ ગયાં એમ સેંકડો-હજારો ઝાડ કપાઈ ગયાં. ગ્રીન કવરમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. વરસાદી પાણી જમીનમાં ઊતરતું નથી. ૫૦ ટકા બોરવેલ સુકાઈ ગયા છે. બેંગલુરુની ૭૦ ટકા જનસંખ્યા પાણી માટે કાવેરી નદી પર નિર્ભર છે. ત્યાંથી પણ પાણી મળતું નથી એટલે લોકોએ ભેગા મળી ૧૮૦૦-૨૦૦૦ રૂપિયામાં પાણીનું ટૅન્કર લેવું પડે છે. પોતાની કમાણીનો ખાસ્સો હિસ્સો લોકોએ પાણી માટે ખરચવો પડે છે.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size