कोशिश गोल्ड - मुक्त
જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...
Chitralekha Gujarati
|April 22 , 2024
બગીચા નગરી તરીકે જાણીતું બેંગલુરુ હવે ઈમારતોનો વગડો બની ગયું છે. શહેરમાંથી હરિયાળી ગાયબ થઈ ગઈ છે અને સાથે સાથે પાણીના સ્રોત પણ ઓઝલ થઈ રહ્યા છે. આવી હાલત દેશના બીજા વિસ્તારોની પણ છે. સમય ચેતી જઈને પાણીનો દુર્વ્યય અટકાવવાનો છે, અન્યથા થશે એવું કે કાલે ઊઠીને આપણી પાસે પીવા માટે પણ પાણી નહીં રહે.

ડિયર નૅચર,
ગુજરાતમાં ૧૯૮૬-૮૭ના દુકાળનું એક દશ્ય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં ત્યારે પાણીની અભૂતપૂર્વ તંગી હતી. પહેલી વાર ગાંધીનગરથી પાણીનાં ટૅન્કર ભરેલી ટ્રેન રાજકોટ આવી હતી. એ સમયમાં મધ્ય ગુજરાતથી એક મિત્ર રાજકોટ આવ્યા. વહેલી સવારે એસટી બસસ્ટેશનની બહાર નીકળ્યા અને એક ઠેલા પર ચા પીવા ઊભા રહ્યા. ત્યાં પાણીની એક નાંદ ભરેલી હતી. એમણે પ્લાસ્ટિકના લોટાથી પાણી ભર્યું અને ઊંઘ ઉડાડવા થોડું પાણી ચહેરા પર છાંટ્યું ત્યાં તો ચાવાળો ભાઈ બોલ્યોઃ ભાઈ, આ પાણી મોઢું ધોવા માટે નથી, પણ પીવા માટે છે.
અમારા મિત્ર આ અનુભવ સાથે ઘેર આવ્યા. ચા-પાણીનો સમય હતો એટલે કહ્યું કે ચા-પાણી પી લો પછી નાહીને ફ્રેશ થઈ જાવ... નાહવાની વાત આવી તો એ મિત્ર કહેઃ ‘ના ના, મારે નહાવું નથી. ચાલશે. બહુ બહુ ધોઈ લઈશ.' એમના દિમાગમાં ચાવાળાની ઘટના ઘૂમતી હતી. અમે પછી સમજાવ્યા કે નાહી લો, પાણીની એટલી તો તંગી નથી. પછી એ મિત્ર નાહ્યા.
અત્યારે વાત જો કે આપણી સિલિકોન વૅલી તરીકે ઓળખાતા બેંગલુરુની કરવી છે. એક વેળાનું ગાર્ડન સિટી ગણાતા આ મહાનગરમાં મોટા ભાગનાં તળાવ સુકાઈ ગયાં છે. ભૂગર્ભમાં પાણીનું ટીપુંય નથી. સ્થિતિ એવી છે કે બેંગલુરુ મહાપાલિકા દ્વારા એક ઍડ્વાઈઝરી બહાર પાડવામાં આવી છે, જેમાં કહેવાયું છેઃ ‘રોજ ના નહાશો, એકાંતરે નહાવાનું રાખશો અને ખાન-પાન માટે ડિસ્પોઝેબલ પ્લેટ-વાટકા-કપ વાપરશો. કપડાં પણ રોજ ના ધોતાં. વાસણોનો વપરાશ ઓછો કરજો.’
બેંગલુરુની આવી હાલત શા માટે થઈ? કારણ કે અહીં શહેરીકરણ બહુ ઝડપથી થયું છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોને શહેરમાં ભેળવી દેવાયા છે. બેંગલુરુ શહેર અને આ ગામડાંનાં મળી ૮૦ જળાશયો પર ઈમારતો બંધાઈ ગઈ છે. લીલોતરીથી ઢંકાયેલું રહેતું શહેર સિમેન્ટ-કૉન્ક્રીટનું જંગલ બની ગયું છે. તળાવ ભરાઈ ગયાં એમ સેંકડો-હજારો ઝાડ કપાઈ ગયાં. ગ્રીન કવરમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. વરસાદી પાણી જમીનમાં ઊતરતું નથી. ૫૦ ટકા બોરવેલ સુકાઈ ગયા છે. બેંગલુરુની ૭૦ ટકા જનસંખ્યા પાણી માટે કાવેરી નદી પર નિર્ભર છે. ત્યાંથી પણ પાણી મળતું નથી એટલે લોકોએ ભેગા મળી ૧૮૦૦-૨૦૦૦ રૂપિયામાં પાણીનું ટૅન્કર લેવું પડે છે. પોતાની કમાણીનો ખાસ્સો હિસ્સો લોકોએ પાણી માટે ખરચવો પડે છે.
यह कहानी Chitralekha Gujarati के April 22 , 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size