Intentar ORO - Gratis

કોન્ક્રિટના જંગલ વચાળે વસ્યું છે આ વિસ્મયકારી વન!

Chitralekha Gujarati

|

November 14, 2022

મુંબઈ, ભોપાલ અને ભાવનગર.. દેશનાં આ ત્રણ જ શહેર એવાં છે, જે પોતાની અંદર વિશાળ વગડો  સમાવીને બેઠાં છે. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક તો પાછો માનવસર્જિત જંગલ છે. મૂળ હરણના સંવર્ધન માટે વિકસાવવામાં આવેલો આ વનવિસ્તાર અનેક પ્રજાતિનાં પશુ માટે ઘર બન્યો છે અને મોટી સંખ્યામાં પંખીને પણ આકર્ષે છે.

- જયેશ દવે (ભાવનગર)

કોન્ક્રિટના જંગલ વચાળે વસ્યું છે આ વિસ્મયકારી વન!

ઉત્તર પ્રદેશમાં અમુક શહેરનાં નામ હમણાં બદલાયાં તો થોડા જ દિવસ અગાઉ દિલ્હીના રાજપથને પણ કર્તવ્યપથ એવું નવું નામ મળ્યું. આ જ રીતે વિવિધ શહેરો અને સ્થળોનાં નામ બદલવાની માગ ઊઠી રહી છે. આ માગમાં એક સૂર ભાવનગરનો પણ છે. ભાવનગરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને ધર્મકુમારસિંહજી કે પછી સ્વામી વિવેકાનંદ પાર્ક કરવાની માગણી ઊઠી રહી છે. આગામી દિવસોમાં આ રિઝર્વ ફોરેસ્ટનું નામ વિક્ટોરિયા પાર્કને બદલે બીજું કોઈ પણ હોઈ શકે છે. જો કે નામ કંઈ પણ હોય, પરંતુ કોઈ શહેર પાસે મધ્યમાં પોતાનું જંગલ હોય એ વાત જ અનોખી અને વિશેષ છે.

ઊંચી ઈમારતો, માનવવસતિથી વિસ્તરતી જતી વસાહતો, વાહનવ્યવહારથી સતત ધમધમતા રહેતા રસ્તાઓની વચ્ચે કોઈ એક લીલુંછમ જંગલ હોય અને એમાં વિવિધ પ્રકારનાં પ્રાણી, પક્ષી, સરીસૃપ રહેતાં હોય એવી કલ્પના થઈ શકે ખરી? ગુજરાતમાં જંગલની મજા માણવી હોય કે એની જીવંતતાની અનુભૂતિ કરવી હોય તો ગીર, ડાંગ, બનાસકાંઠા સહિતનાં જંગલ યાદ આવે. જો કે તમે કોઈ મહાનગરમાં છો અને તમારે જંગલ જોવું છે–એની મજા માણવી છે તો એ એકમાત્ર ભાવનગર શહેર જ વિકલ્પ હોઈ શકે.

સમગ્ર દેશમાં શહેરની વચ્ચે એટલે કે શહેરનું પોતાનું જંગલ હોય એવાં ત્રણ શહેર છેઃ મુંબઈ, ભોપાલ અને ભાવનગર! કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે જાણીતું ભાવનગર કુદરતી સંપદાથી પણ સમૃદ્ધ છે. દરિયાકિનારો, નદી, ડુંગરમાળા, નાનાં-મોટાં અનેક તળાવ અને શિરમોર સમાન પોતાનું જંગલ આ શહેર ધરાવે છે તો ભાવનગરનાં ફેફસાં તરીકે જાણીતો વિક્ટોરિયા પાર્ક-જંગલ પોતાના ૨૦૨ હેક્ટર વિસ્તારમાં અનેક વિસ્મય છુપાવીને બેઠું છે.

૧૮૮૮માં ભાવનગર રાજ્યના તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જશવંતસિંહજીએ આ વિક્ટોરિયા પાર્ક-વનની સ્થાપના કરી હતી. ઈંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમની ભારત મુલાકાત વખતે રાણી વિક્ટોરિયાના નામ પરથી આ પાર્કનું નામકરણ થયું હતું. ભાવનગર રાજ્યમાં એ સમયે હરણની સંખ્યા ખૂબ મોટી હતી. વેળાવદર નૅશનલ પાર્ક તો એ માટે જ બન્યો છે તો વિક્ટોરિયા પાર્ક સાથે પણ હરણનો સંબંધ છે. કહો કે આ પાર્કનું નિર્માણ જ હરણોનાં સંવર્ધન માટે થયું હતું!

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size