મહાકાલ લોક: ભારતની ભવ્યતાનો નવો કાલખંડ
Chitralekha Gujarati|October 31 - November 07, 2022
શંકરના સાંનિધ્યમાં સાધારણ કશું નથી. મહાકાલ લોકમાં લૌકિક કશું નથી, બધું અલૌકિક છે, અસાધારણ છે, અવિસ્મરણીય છે, વિશ્વસનીય છે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કથનને અનુભવવું હોય તો પ્રાચીન અતિકા નગરીના મહાકાલ મંદિરની મુલાકાત લેવી રહી. લગભગ સાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણ પામેલા ઉજ્જૈનના ભવ્યાતિભવ્ય જ્યોતિર્લિંગ મંદિરના કાયાપલટની એક ઝલક.
સમીર પાલેજા
મહાકાલ લોક: ભારતની ભવ્યતાનો નવો કાલખંડ

ચાર મહાવીર, છ વિનાયક, આઠ ભૈરવ, નવ ગ્રહ, દસ વિષ્ણુ, ૧૧ રુદ્ર, ૧૨ આદિત્ય, ૨૪ દેવી અને ૮૮ તીર્થ જ્યાં સ્થિત છે એ પૌરાણિક અવંતિકા નગરી (વર્તમાન ઉજ્જૈન)ના કેન્દ્રમાં રાજાધિરાજ-કાલાધિરાજ બાબા મહાકાલ બિરાજમાન છે. કહે છે કે ઋષિઓએ બ્રહ્માંડની ઊર્જાને પ્રતીક સ્વરૂપે ઉજ્જૈનમાં સ્થાપિત કરી હતી.

હજારો વર્ષ સુધી ભારતની સમૃદ્ધિ, જ્ઞાન-ગરિમા, સભ્યતા-સાહિત્યનું નેતૃત્વ અવંતિકાએ કર્યું હતું. કાલિદાસથી લઈને બાણ ભટ્ટ સુધીના કવિઓની કૃતિમાં ઉજ્જૈનનાં વૈભવ, સૌંદર્ય, સ્થાપત્ય, વાસ્તુકળા, સંસ્કાર, સંસ્કૃતિનાં ગુણગાન છલકાયાં છે.

સનાતનના અનુયાયીઓ માટે અનેક ધાર્મિક મહત્ત્વ ધરાવતું ઉજ્જૈનનું જગપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગ મંદિરમાં અનોખું ગણાય છે, કારણ કે બાબા મહાકાલનું લિંગ સ્વયંભૂ છે. કહે છે કે મહાકાલના આશીર્વાદ મળે તો કાલની રેખા પણ મટી જાય છે અને અંતથી અનંત સુધીની યાત્રાનો આરંભ થઈ જાય છે. પ્રલયના પ્રહારથી પણ મુક્ત છે એ ઉજ્જૈન મહાકાલ મંદિરના અત્યંત મહત્ત્વાકાંક્ષી વિસ્તરણનું લોકાર્પણ હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.

૩૫૬ કરોડ રૂપિયાના ખર્ચે માત્ર ચાર વર્ષમાં પૂરા થયેલા આ વિસ્તરણકાર્યની સવિસ્તર માહિતી આપતાં સરકારી કંપની ઉજ્જૈન સ્માર્ટ સિટી લિમિટેડ (યુએસએસએલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર પાઠક ચિત્રલેખાને કહે છે:

‘પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ હોવાને કારણે મહાશિવરાત્રિ, નાગપંચમી, બાબાની સવારી, વગેરે ઉત્સવો પર લાખો શ્રદ્ધાળુ અહીં આવે છે, પરંતુ ત્રણ હેક્ટરથી પણ નાના મંદિર પરિસરમાં આટલા દર્શનાર્થીઓને સમાવવા, સગવડ આપવી અને સુખરૂપ દર્શન કરાવવાં એ મોટો પડકાર રહ્યો છે. ૨૦૧૭માં મંદિરના વિસ્તરણ માટે મહાકાલ લોકની યોજના બની, ૨૦૧૮થી પહેલા તબક્કાના વિકાસનું કામ શરૂ થયું અને એના પરિણામે મંદિરનો વિસ્તાર ૪૭.૫ હેક્ટર સુધી ફેલાવી શકાયો, જેમાં ૧૭ હેક્ટરમાં રુદ્ર સાગર સરોવર છે.’

Esta historia es de la edición October 31 - November 07, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición October 31 - November 07, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
Chitralekha Gujarati

મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!

મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.

time-read
5 minutos  |
May 06, 2024
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
Chitralekha Gujarati

નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...

મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.

time-read
3 minutos  |
April 22 , 2024
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
Chitralekha Gujarati

મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep

ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.

time-read
3 minutos  |
April 22 , 2024
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
Chitralekha Gujarati

ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!

થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.

time-read
3 minutos  |
April 22 , 2024
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
Chitralekha Gujarati

પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?

છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.

time-read
3 minutos  |
April 22 , 2024
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
Chitralekha Gujarati

બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ

નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.

time-read
2 minutos  |
April 22 , 2024
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
Chitralekha Gujarati

જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ

ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.

time-read
4 minutos  |
April 22 , 2024
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
Chitralekha Gujarati

સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…

લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.

time-read
7 minutos  |
April 22 , 2024
વાત વટે ચડી છે...
Chitralekha Gujarati

વાત વટે ચડી છે...

ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...

time-read
2 minutos  |
April 22 , 2024
એક રિચાર્જ ઐસા ભી કર દો...
Chitralekha Gujarati

એક રિચાર્જ ઐસા ભી કર દો...

ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.

time-read
3 minutos  |
April 22 , 2024