Try GOLD - Free

ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

Chitralekha Gujarati

|

May 27, 2024

કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.

- મહેશ શાહ (અમદાવાદ)

ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

થોડા મહિના પહેલાં આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ તથા અમુક ક્રિયાકાંડોના વિરોધી એવા પ્રખર સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો દ્વિશતાબ્દી જન્મ મહોત્સવ સૌરાષ્ટ્રના ટંકારામાં ઊજવાયો હતો.

વર્ષ ૧૮૨૪માં ટંકારામાં જન્મેલા મૂળશંકર ત્રિવેદી દીક્ષિત થઈને સાધુ મહર્ષિ દયાનંદ બન્યા. એમણે ૫૯ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ૧૮૮૩ની ૩૦ ઑક્ટોબરે અજમેરમાં દેહ છોડ્યો.

મહર્ષિના અવસાન અંગે ટંકારાસ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળના પ્રધાન આચાર્ય રામદેવજીએ ચિત્રલેખાને ચોંકાવનારી વાત કહી હતીઃ ‘જોધપુરના રાજા જશવંતસિંહજી નન્હી બેગમ (નન્હીજાન) નામની તવાયફના પ્રેમમાં ગળાડૂબ હતા. એક વાર ધર્મોપદેશ માટે નીકળેલા મહર્ષિ દયાનંદે રાજાને દુરાચારમુક્ત થઈને રાજશાસન ચલાવવાની સલાહ આપી. એનાથી નારાજ થઈને રાજા અને નન્હી બેગમે દયાનંદજીને મારી નાખવા ષડયંત્ર રચ્યું અને દયાનંદજીને એમના રસોઈયા જગન્નાથ મારફતે ઝેરમિશ્રિત દૂધ પિવડાવ્યું. ઝેરથી અસ્વસ્થ થયેલા દયાનંદજીએ આબુમાં રાજવૈદ્યની સારવાર લીધી. બાદમાં અજમેર ગયા, જ્યાં એમનું અવસાન થયું.’

આ ઘટનાથી મહર્ષિ દયાનંદના મૃત્યુ માટે એક તવાયફ પણ જવાબદાર કહેવાય.

તવાયફ આ શબ્દ સાંભળતાંવેંત નજર સામે સમી સાંજે આછા અજવાળામાં મેકઅપ અને આભૂષણોથી સજ્જ, પારદર્શક ઓઢણી ઓઢી, પગમાં ઘૂંઘરું બાંધીને માદક અદા વેરતી નર્તકી નજરે પડે. એ ગઝલ કે ઠૂમરી ગાતી હોય.

ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા... (પાકીઝા) અથવા દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીયે કે પછી ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ (ઉમરાવ જાન) જેવાં ફિલ્મી ગીતોએ તવાયફોને બહુ પ્રસિદ્ધિ આપી.

તવાયફ માટે મૂળ ઉર્દૂ શબ્દ તયફીનો અર્થ છે હરતુંફરતું જૂથ. ભગવદ્ગોમંડલ મુજબ તવાયફ એટલે રામજણી. કોઠા (નાચ-ગાન ભજવણી અને એ નર્તકીનું રહેઠાણ સ્થાન)માં તવાયફ મહદંશે સાંજે વાદકો સંગે ઠૂમરી, ગીત, ગઝલ, વગેરે ગાતી એથી લોકો એને કોઠાવાળી, નાચ-ગાનવાળી કે બાઈ તરીકે ઓળખતા. તવાયફોનો ઈતિહાસ જૂનો છે. સાથે રોચક અને કરુણાજનક પણ ખરો. જો કે હવે તવાયફની ઝલક વધુ તો તસવીર, ચિત્ર, પુસ્તક, ફિલ્મ, નાટકમાં જોવા મળે છે.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size