Try GOLD - Free

મામેરું

Chitralekha Gujarati

|

November 20-27, 2023 - Diwali

હવે તો મા વગર હિરાતા એના એક દીરાને શહેરમાં ભણાવવા મૂકી ગયેલા ભાણેજી નીલેશ માટે કોઈ વિધવા, ત્યક્તા કે પરણવાની ઉંમર ચૂડી ગયેલી એની ઉંમરની બાઈ મળી જાય તો સહરાના રણ જેવા ઘરમાં વનરાવન મહેકી ઊઠે.

- કેશુભાઈ દેસાઈ

મામેરું

એમણે ફાંફાં તો ઘણાં મારી જોયાં, પણ સાત-સાત વરસનાં વહાણાં વાઈ ગયાં છતાં કોઈ લાયક પાત્ર ના મળ્યું એટલે મન વાળી દીધું હતું અને સિનિયર સિટિઝન ફોરમના સભ્યો સાથે તીર્થયાત્રાએ જતા થઈ ગયા હતા. કમાવાની આવડત નહોતી એવું તો કેવી રીતે કહી શકાય? પણ હવે કમાઈને કોના માટે મૂકી જવાનું હતું?

વયનિવૃત્ત થયા ત્યાર પછી કૉલેજકાળની ફિલ્મનું દુનિયા કી સૈર કર લોવાળું ગાયન બહુ ગણગણતા રહેતા, પણ સાથે કંપની આપે એવું જણ તો જોઈએ ને! એટલે એકલપંડે ઝૂરવા કરતાં તરુણવયના રાજુને બેઉ મરનારીઓની જણસ સમજી સાચવવો પડતો હતો એ હવે કોઠે પડી ગયું હતું. એની શરમ રાખ્યા વિના સાંજ પડતાંની સાથે બાટલી ખોલીને બેસી જતા અને પછી હોટેલમાંથી મગાવેલું ટિફિન બેઉ જણા અડધું અડધું વહેંચી લેતા. કોઈ દુખિયારી, રાંડેલી-છાંડેલી અભણ ગરીબડી બાઈ પણ મળી ગઈ હોત તો છાતી પર પથરો બની પથરાઈ ગયેલા ભાણેજ નીલેશના મા વગરના દીકરાને એ નજીકમાં ક્યાંક ભાડાની રૂમ શોધી આપત. પોતે પ્રાઈવેટ લાઈફની નવી અને કદાચ વધુ રોમેન્ટિક ઈનિંગ્સ રમવા લાગ્યા હોત... લાઈફ બિગિન્સ ઍટ સિક્સ્ટી એવી નવી ફૉર્મ્યુલા અમલમાં મૂકી એરાઉન્ડ ધ વર્લ્ડ ઊડાઊડ કરતા હોત એની સાથે... પણ હવે તો વેળા વહી ગઈ હતી. મરનારીને મર્યાને પણ સાત-સાત વરસનાં વહાણાં વાઈ ગયાં હતાં.

હવે તો મા વગર હિજરાતા એકના એક દીકરાને શહેરમાં ભણાવવા મૂકી ગયેલા ભાણેજ નીલેશ માટે કોઈ વિધવા, ત્યક્તા કે પરણવાની ઉંમર ચૂકી ગયેલી એની ઉંમરની બાઈ મળી જાય તો સહરાના રણ જેવા ઘરમાં વનરાવન મહેકી ઊઠે. એને અહીં જ બોલાવી લેવાય. ભલે કાયદેસર દત્તક વિધાન ન થઈ શકે, પણ એથી શો ફરક પડે? પોતે પરિવારના વડીલ થઈને મરનારીની અધૂરી રહી ગયેલી વાસના મુજબ અર્નિશ કિલ્લોલ કરતા માળામાં માળા ફેરવતાં ફેરવતાં નાનાં-મોટાં સૌને ઑર્ડર કરતા રહે, શિખામણ અને શાણપણના પાઠ ભણાવતા રહે. ફક્ત ઘરવાળીને જ નહીં, પણ અકાળે કાળનો કોળિયો બની ગયેલી કમનસીબ ભાણેજવહુના અધ્ધર લટકતા આત્માનેય ટાઢક વળે. એ તો એના લાડકવાયાને અભરામનદાવે મામીના ખોળામાં જ રમતો મૂકવાનાં સપનાં જોતી રહી હતીને મરવાની ક્ષણ સુધી!

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size