Try GOLD - Free

બનિયે કા દિમાગ, કચ્છી માડું કી ડેરિંગ!

Chitralekha Gujarati

|

July 10, 2023

ઈન્ગ્રેડિયન્ટ્સઃ કોઠાસૂઝ, પુરુષાર્થ ને સાહસ. રીતઃ કોઠાસૂઝ, પુરુષાર્થ, ને સાહસ માપસર લઈ એમાં સંઘર્ષની સોડમ ઉમેરો.. અને લો, બની ગયું એક સ્વાદિષ્ટ ફૂડ એમ્પાયરઃ ‘ચાર્લી ચીકી’.

- કેતન મિસ્ત્રી 

બનિયે કા દિમાગ, કચ્છી માડું કી ડેરિંગ!

‘હ લ હલ, ઝપાટો કર..' શેઠની હાંક સાંભળી ૧૫-૧૬ વર્ષના શાંતિલાલે ઝડપ વધારી. પોતાના જેવી ખડતલ ઍટલાસ સાઈકલ પર ૬૦-૭૦ કિલો કરિયાણું ખડકીને ચાલવા માંડ્યું. લિસ્ટ લાંબું હતું, દિવસ ટૂંકો હતો અને સરનામાં ગગનને આંબતાં હતાં. ભાગ્યે જ કોઈ બિલ્ડિંગમાં ચોકીદાર લિફ્ટ વાપરવા દે. બાકી તો માલની ડિલિવરી દાદરા ચડીને જ કરવાની. દિવસઆખો મજૂરી કરીને શાંતિલાલ દુકાનની પાછળ સાંકડા ગોદામમાં ગૂણીની થપ્પી પર લંબાવે કે તરત નિદ્રાદેવી વહાલ કરવા આવી ચડે. વહેલી પડે સવાર.

૧૯૬૯-૧૯૭૦ની સાલના એવા મુંબઈમાંથી હવે આવી જઈએ વર્તમાનના વલસાડમાં. ધરમપુરના રસ્તે ઠક્કરવાડા ગામની સીમમાં આવેલી ૧૩ એકરની વિશાળ ભૂમિ પર ૬૯ વર્ષી શાંતિલાલ આદેશો વીંઝી રહ્યા છેઃ ‘હાલો હાલો, ઝપાટો કરો..

પ્રખ્યાત ચાર્લી ચીકી તથા કંઈકેટલા નાસ્તા બનાવતી કંપની જય ચીકી ઍન્ડ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક શાંતિલાલ કલ્યાણજી સાવલા ચિત્રલેખાને કહે છે: ‘ટૂંક સમયમાં વલસાડના વશિયેર વિસ્તારમાં આવેલી ફૅક્ટરી અહીં શિફ્ટ થશે. આશરે દોઢ લાખ ચોરસફૂટ વિસ્તારમાં પ્લાન્ટ, ઍડ્મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, વગેરે હશે. બાઉન્ડરી વૉલ તૈયાર છે, જમીન સમથળ થઈ ગઈ છે, નવરાત્રિથી બાંધકામ ચાલુ થઈ જશે.’

એ પછી એક શેડ નીચે બેસી એ પોતાની વિવિધ રંગના શેડવાળી જીવનકથા આલેખે છે..

કચ્છના મુન્દ્રા તાલુકાના રામાણિયા ગામમાં ૧૯૫૪ના સપ્ટેમ્બરમાં જન્મ. રામાણિયાની એક આગવી ઓળખ એટલે લિજ્જત પાપડનું મોટું મૅન્યુફેક્ચરિંગ સેન્ટર. ખેર. સાવલાપરિવાર દારુણ ગરીબીનો સામનો કરે. ગામના એસટી સ્ટેન્ડ પાસે કલ્યાણજીભાઈ ચાની લારી ચલાવે. એક આનાની ચા. આઠ-નવ વર્ષનો પુત્ર શાંતિલાલ ઘરાકોને ચા આપવાથી લઈને કપ-રકાબી ધોવા જેવાં કામ કરે. પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા શાંતિલાલ. સાત જણનો પરિવાર. ચાની લારી પરથી ફૂરસદ મળતાં શાંતિલાલ નજીકના ફરાદી ગામમાં કોઈની જમીન પર ખેતમજૂરી કરે. હળ ચલાવતાં ચલાવતાં એમના મનમાં વિચાર ચાલે કે આપણી આવી જમીન હોય તો..

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size