Prøve GULL - Gratis
બનિયે કા દિમાગ, કચ્છી માડું કી ડેરિંગ!
Chitralekha Gujarati
|July 10, 2023
ઈન્ગ્રેડિયન્ટ્સઃ કોઠાસૂઝ, પુરુષાર્થ ને સાહસ. રીતઃ કોઠાસૂઝ, પુરુષાર્થ, ને સાહસ માપસર લઈ એમાં સંઘર્ષની સોડમ ઉમેરો.. અને લો, બની ગયું એક સ્વાદિષ્ટ ફૂડ એમ્પાયરઃ ‘ચાર્લી ચીકી’.
‘હ લ હલ, ઝપાટો કર..' શેઠની હાંક સાંભળી ૧૫-૧૬ વર્ષના શાંતિલાલે ઝડપ વધારી. પોતાના જેવી ખડતલ ઍટલાસ સાઈકલ પર ૬૦-૭૦ કિલો કરિયાણું ખડકીને ચાલવા માંડ્યું. લિસ્ટ લાંબું હતું, દિવસ ટૂંકો હતો અને સરનામાં ગગનને આંબતાં હતાં. ભાગ્યે જ કોઈ બિલ્ડિંગમાં ચોકીદાર લિફ્ટ વાપરવા દે. બાકી તો માલની ડિલિવરી દાદરા ચડીને જ કરવાની. દિવસઆખો મજૂરી કરીને શાંતિલાલ દુકાનની પાછળ સાંકડા ગોદામમાં ગૂણીની થપ્પી પર લંબાવે કે તરત નિદ્રાદેવી વહાલ કરવા આવી ચડે. વહેલી પડે સવાર.
૧૯૬૯-૧૯૭૦ની સાલના એવા મુંબઈમાંથી હવે આવી જઈએ વર્તમાનના વલસાડમાં. ધરમપુરના રસ્તે ઠક્કરવાડા ગામની સીમમાં આવેલી ૧૩ એકરની વિશાળ ભૂમિ પર ૬૯ વર્ષી શાંતિલાલ આદેશો વીંઝી રહ્યા છેઃ ‘હાલો હાલો, ઝપાટો કરો..
પ્રખ્યાત ચાર્લી ચીકી તથા કંઈકેટલા નાસ્તા બનાવતી કંપની જય ચીકી ઍન્ડ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક શાંતિલાલ કલ્યાણજી સાવલા ચિત્રલેખાને કહે છે: ‘ટૂંક સમયમાં વલસાડના વશિયેર વિસ્તારમાં આવેલી ફૅક્ટરી અહીં શિફ્ટ થશે. આશરે દોઢ લાખ ચોરસફૂટ વિસ્તારમાં પ્લાન્ટ, ઍડ્મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, વગેરે હશે. બાઉન્ડરી વૉલ તૈયાર છે, જમીન સમથળ થઈ ગઈ છે, નવરાત્રિથી બાંધકામ ચાલુ થઈ જશે.’
એ પછી એક શેડ નીચે બેસી એ પોતાની વિવિધ રંગના શેડવાળી જીવનકથા આલેખે છે..
કચ્છના મુન્દ્રા તાલુકાના રામાણિયા ગામમાં ૧૯૫૪ના સપ્ટેમ્બરમાં જન્મ. રામાણિયાની એક આગવી ઓળખ એટલે લિજ્જત પાપડનું મોટું મૅન્યુફેક્ચરિંગ સેન્ટર. ખેર. સાવલાપરિવાર દારુણ ગરીબીનો સામનો કરે. ગામના એસટી સ્ટેન્ડ પાસે કલ્યાણજીભાઈ ચાની લારી ચલાવે. એક આનાની ચા. આઠ-નવ વર્ષનો પુત્ર શાંતિલાલ ઘરાકોને ચા આપવાથી લઈને કપ-રકાબી ધોવા જેવાં કામ કરે. પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા શાંતિલાલ. સાત જણનો પરિવાર. ચાની લારી પરથી ફૂરસદ મળતાં શાંતિલાલ નજીકના ફરાદી ગામમાં કોઈની જમીન પર ખેતમજૂરી કરે. હળ ચલાવતાં ચલાવતાં એમના મનમાં વિચાર ચાલે કે આપણી આવી જમીન હોય તો..
Denne historien er fra July 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

