Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

વળતર

Chitralekha Gujarati

|

December 01, 2025

દુઃખ,એકલતા, ઉદાસી એ બધું માનવજીવનનો જ ભાગ છે, પણ ઉપચાર વિનાનું માંદું મન મોટું જોખમ છે. યાદ રહે, શ્વાસ છે તો નવી શરૂઆત શક્ય છે.

- કેતન મિસ્ત્રી

વળતર

ડોદરાના સમા સાવલી વિસ્તારમાં મુખ્ય રસ્તાથી અંદર, સાંકડી ગલીમાં બે ઓરડાના મકાનમાં અંધકાર અને ખાલીપો સોડ તાણીને સૂતેલા હતા. પ્રભાત પહેલાંના એકાંત જેવા પ્રહરમાં નગર ગાઢ નિદ્રામાં હતું, પણ આ ઘરમાં સ્મૃતિઓ જાગતી હતી.

રસોડું ભાંગીને બનાવેલા બેડરૂમમાં સતીશ વ્યારાવાલા પલંગમાં બેઠા હતા. એમણે સ્માર્ટ ફોનના સાઈડ બટન પર અંગૂઠો દબાવ્યો. તરત સ્ક્રીન પર બે ચહેરા ઝળહળી ઊઠ્યાઃ પ્રથમેશપ્રણાલી. એ માત્ર ફોટોગ્રાફ નહોતા, પણ આશાસ્પદ જીવનકથાનાં અધૂરાં પ્રકરણ હતાં. થોડો સમય સતીશભાઈ સ્ક્રીન સેવરની તસવીર જોઈ રહ્યા. પછી નિસાસો નાખતાં ધીમેથી એમનાથી બોલી જવાયું:

તમે કેમ મને એકલો છોડી ગયાં? તમે તો મારું સર્વસ્વ હતાં.

આવું બોલ્યા બાદ સતીશભાઈને નવાઈ લાગીઃ ટીવીસિરિયલમાં કલાકારોને એકલા બોલતાં જોતા ત્યારે એમને હસવું આવતું. આજે એ પોતે એકલા બોલી રહ્યા હતા, પણ આજે હાસ્યના સ્થાને અસ્તિત્વની પીડા હતી. તમે કેમ મને એકલો છોડી ગયાં? એ વાક્યનું રટણ કરતાં કરતાં, ફોન સ્ક્રીનનો ફોટો જોઈને એ રડી પડ્યા. એમનાં આંસુનું એક-એક ટીપું જાણે ભૂતકાળમાં જિવાયેલા સમયને શ્રદ્ધાંજલિ અર્પતું હતું.

અચાનક બારણે ટકોરા થતાં સતીશભાઈ સ્વસ્થ થયા. ભીંતઘડિયાળ છનો સમય બતાવતી હતી. આંખો લૂછી, વિચારોને હૃદયના ઊંડાણમાં ધરબી એમણે બારણું ખોલ્યું. સામે પડોશી મહેશભાઈ હતાઃ ‘સતીશભઈ, તૈયાર થઈ જાવ.

નવ વાગે નીકળવું પડશે. મુહૂર્ત દસ વાગ્યાનું છે...’ હકારમાં મૂડી હલાવી સતીશભાઈએ દરવાજો વાસ્યો. ઝટપટ નાહી-ધોઈ, પૂજાપાઠથી પરવારી એમણે ચાનું પાણી ઊકળવા મૂક્યું. ગૅસ પાસે ઊભા રહી એ તપેલીને જોઈ રહ્યા. ઊકળતાં પાણીના પરપોટાની સાથે એમની સ્મૃતિ ઊભરાવા માંડી. જીવનની ક્ષણભંગુરતા જાણે આ પરપોટામાં દેખાતી હતીઃ એક પળ માટે સર્જાય, બીજી પળે વિલીન.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

તેજીનો આશાવાદ કે આશાવાદની તેજી?

અર્થતંત્રના વિકાસનો આશાવાદ અને બજારોની તેજીનો આશાવાદ સતત વધી રહ્યો છે. આમાં રાજી થવા જેવું તો ખરું જ, પરંતુ સાવચેત પણ રહેવું સારું, કારણ કે ઘણી વાર તેજીના આશાવાદમાં જ રોકાણકારો સહિતના લાખો લોકો તણાઈ જતા હોય છે... તો તણાવા કરતાં સમજવામાં ધ્યાન આપીએ.

time to read

3 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાવરફુલ પોડકાસ્ટ

‘ચિત્રલેખા’ પોડકાસ્ટે વાચકો-દર્શકોમાં જબરું આકર્ષણ જગાવ્યું છે. દર સપ્તાહે જાણીતી ને માનીતી વ્યક્તિના બે પોડકાસ્ટ અથવા ઈન્ટરવ્યૂ આપવાની અમારી નેમ છે. અત્યાર સુધીમાં દસથી વધુ પોડકાસ્ટ પ્રસારિત થઈ ચૂક્યા છે. હવેથી દર અઠવાડિયે સેલિબ્રિટી સાથેની મજેદાર વાતચીતની એક ઝલક ‘ચિત્રલેખા’નાં પૃષ્ઠો પર જોવા મળશે. બાકી, આખો ઈન્ટરવ્યૂ જોવા મળશે ‘ચિત્રલેખા’ની યુટ્યૂબ ચૅનલ પર.

time to read

2 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ધુરંધરના ધૂમધડાકા...

દેશદ્રોહીઓ સામે ધુરંધર દેશપ્રેમીઓ... રણવીર સિંહ, આર. માધવન્, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત.

time to read

2 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વળતર

દુઃખ,એકલતા, ઉદાસી એ બધું માનવજીવનનો જ ભાગ છે, પણ ઉપચાર વિનાનું માંદું મન મોટું જોખમ છે. યાદ રહે, શ્વાસ છે તો નવી શરૂઆત શક્ય છે.

time to read

9 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમેરિકાને પડ્યો સૌરાષ્ટ્રની મગફળીમાં રસ

અમેરિકાના ‘નૅશનલ પીનટ બોર્ડના ચૅરમૅન પાર્કર બોબઃ ‘સ-રસ' છે અહીંના સિંગદાણા.

time to read

3 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ માગણી વાળી છે કે અજુગતી ?

પ્રેમસંબંધના પાયામાં છે વિશ્વાસ, એ તૂટે ત્યારે થતાં નુકસાનનું વળતર ચૂકવવાનું?

time to read

3 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બ્લડ શુગરનું લેવલ બરાબર જાળવવા આટલું રાખો ધ્યાન

શિયાળામાં રાત્રે દહીં ખાવાથી શું તકલીફ થઈ શકે? દહીં લેવાનું કોણે ટાળવું જોઈએ?

time to read

4 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જૂની ચીજોથી નવી સજાવટ કરતાં જાદુઈ ડાબી

પ્રવેશદ્વારથી માંડીને હૉલ, કિચન, ડાઈનિંગ રૂમ, સ્ટોર રૂમ, બેડરૂમ, બગીચો અને પાર્કિંગ એરિયામાં પ્રાચીન રાચરચીલાને મઠારીને, ચુસ્ત-દુરસ્ત કરીને એમણે નવા બંગલાને કળાત્મક ઓપ આપ્યો. સાથે જૂના સમયનો દેગડો, ઘંટી, ગરમ પાણીનો બંબો, પટારો, પ્રાઈમસ, વગેરેને યોગ્ય સ્થાને મૂકીને શોભા વધારી. સમજો કે ઘરનો પ્રત્યેક ખૂણો એમણે દિલથી સજાવ્યો છે. અમદાવાદનાં આ કળાપ્રેમી સન્નારી સાથે ગોઠડી કરવા જેવી છે.

time to read

4 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેડી રે કંડારી એ બાળકોનાં નામની...

ભાઈના અપમૃત્યુના પગલે માનસિક સ્થિરતા ગુમાવનારી માતાના ઉપચાર દરમિયાન દત્તાત્રય ફોન્ડેએ નક્કી કર્યું કે ભવિષ્યમાં હું બૌદ્ધિક સ્તરે અક્ષમ હોય એવાં ઑટિસ્ટિક અને મતિમંદ બાળકોને જ ભણાવીશ... અને એ એમણે કરીને બતાવ્યું.

time to read

4 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરણો તો પ્રેમથી, ભભકાથી નહીં...

ચમકદાર પીળા સોનાના ભાવ આજકાલ એક તોલાના રૂપિયા એક લાખ કરતાં ઊંચે બોલાય છે ત્યારે લગ્નપ્રસંગમાં સોનું ખરીદવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું છે. આમ છતાં દેખાદેખીમાં લોકો ખેંચી-તૂટીને પણ એની પાછળ ખર્ચ કરે છે. એટલે જ અમુક જ્ઞાતિ-આગેવાનોએ લગ્નની ઝાકઝમાળ પર લગામ તાણવાની પહેલ કરી છે.

time to read

3 mins

December 01, 2025

Listen

Translate

Share

-
+

Change font size