શહેરોમાં આજે ‘પેટ્સ લવર્સ’ ની સંખ્યા ખૂબ વધી છે. તેમાં કૂતરા સાથે બિલાડી વગેરે અન્ય પેટ્સ પણ આવે છે. કૂતરાને લઈને ઘણી વાર પાડોશીઓ વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. ઘણી વાર લોકો શોખથી પેટ્સ પાળતા હોય છે, પછી શોખ પૂરો થતા જ તેને રખડતા છોડી દે છે. તેઓ નાના ડોગને રમકડાં જેવા સમજે છે, પરંતુ હવે આવું કરનાર સાવચેત થઈ જાઓ. હવે સરકાર પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનું કડકાઈપૂર્વક પાલન કરાવવા લાગી છે. પશુઓના અધિકારો માટે મેનકા ગાંધી મોટી લડાઈ લડ્યા છે.
તે જોતા કોઈ પણ ભૂલ કરવી પશુ પાળનાર તે પર ભારે પડી શકે છે. સરકારી કર્મચારી રસ્તા પર રખડતા પશુ પર ભલે ને ધ્યાન ન રાખે, પરંતુ જો પશુ પાળનાર પર કોઈ ફરિયાદ મળશે તો તે પોતાની મનમાની પર ઊતરશે.
લખનૌનો ચર્ચિત પિટબુલ કાંડ
પેટ્સ પાળનારમાં સૌથી વધારે સંખ્યા ડોગ પાળનારની હોય છે. ડોગ જ્યાં રહેતા હોય છે ત્યાં દીકરો આવે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. તે પોતાની માને લઈને હોસ્પિટલ ગયો અને ત્યાં તેને જાણ થઈ કે તેમનું મૃત્યુ થયું છે.
તક જોઈને મહોલ્લાવાળાએ અમિતના કૂતરાઓને બહાર કઢાવવા માટે હોબાળો મચાવી દીધો અને તેના પિટબુલને માનવભક્ષી જાહેર કરી દીધો. પછી નગરનિગમના લોકો આવીને કૂતરાને લઈ ગયા. તેના વ્યવહારને તપાસ્યો. ૧૪ દિવસ પોતાની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રાખ્યો અને કૂતરામાં કોઈ ખરાબ લક્ષણ ન દેખાતા તેના માલિકને પરત સોંપી દીધો. જોકે ત્યાર પછી પણ મહોલ્લાના લોકોને મુશ્કેલી રહી.
આવા કિસ્સા કોઈ એક જગ્યાના નથી. હવે લોકો એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા છે અને ત્યાં પણ ડોગ પાળતા હોય છે, સાથે બિલાડી જેવા બીજા પેટ્સ પણ પાળતા હોય છે. આવા પેટ્સ ઘણા બધા પ્રકારની મુશ્કેલી પેદા કરતા હોય છે. એક તો ખૂબ અવાજ કરતા હોય છે અને ગંદકી પણ કરે છે. બીજું, અજાણ્યા લોકોને જોઈને કરડતા અને ભસતા પણ હોય તેઓ બની ગયા છે. નગરનિગમ પાસેથી તે માટે લાઈસન્સ લેવું પડે છે. તેને સમયાંતરે વેક્સિન અપાવવી પડે છે. ડોગની ટ્રેનિંગ એવી હોવી જોઈએ, જેનાથી તે એવા કામ ન કરે, જેનાથી પાડોશમાં રહેનારને કોઈ મુશ્કેલી ન પડે. જોકે કોલોનીએ પોતપોતાના નિયમો અલગ બનાવ્યા હોય છે. આ સ્થિતિમાં જો તમારે પેટ્સ પાળવા હોય તો સૌપ્રથમ પેટ્સના નિયમોનું પાલન કરો.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...