અન્નપૂર્ણા અને પ્રીતિ બંને પોતાના બાળકોને પાર્કમાં ફરવા માટે લઈને આવી હતી. અન્નપૂર્ણાનો દીકરો મયંક એક તરફ બાળકોની બધી એક્ટિવિટી અને ગેમમાં ભાગ લઈ રહ્યો હતો અને વિજયી બની રહ્યો હતો, જ્યારે બીજી તરફ તેનાથી ૧ વર્ષ મોટો પ્રીતિનો દીકરો કિંચિત થોડું રમીને થાકી ગયો હતો અને એક ખૂણામાં બેઠેલા એક ગલુડિયાને પરેશાન કરવામાં મશગૂલ હતો.
પ્રીતિએ ઉદાસ સ્વરમાં અન્નપૂર્ણાને પોતાનું દુખ સંભળાવતા કહ્યું, “યાર અનુ, તારો દીકરો ઘણો સ્ટ્રોંગ છે. તેને જ્યારે પણ જોઉં છું તે હંમેશાં એક્ટિવ દેખાય છે અને દરેક વસ્તુમાં પ્રથમ રહે છે, પરંતુ મારા દીકરાનું ક્યાંય મન લાગતું નથી. તે ખૂબ જલદી થાકી જાય છે અને તેનો ગ્રોથ યોગ્ય રીતે નથી થઈ રહ્યો. મને લાગે છે કિંચિત ઉંમરમાં મોટો છે, પરંતુ ઊંચાઈમાં મયંક તેનાથી મોટો લાગે છે.’’
‘‘હા યાર, તારી વાત સાચી છે કે મારો દીકરો બધી જગ્યાએ પ્રથમ આવે છે અને તેનું કારણ એ છે કે મેં શરૂઆતથી જ તેના આહાર પર ધ્યાન આપ્યું હતું. હું તેને હંમેશાં સારો ડાયટ આપું છું.’’ અન્નપૂર્ણાએ કહ્યું.
“પરંતુ મારો દીકરો ખાવામાં એટલા નખરા કરે છે કે તને શું કહું. મુશ્કેલીથી બેત્રણ વસ્તુ ખાય છે, પરંતુ હા, જંક ફૂડ્સ ગમે તેટલા આપો ખુશીખુશી ખાઈ લે છે. તેથી હું તેને ખાવામાં પિઝા, બર્ગર, ફ્રેંચ ફ્રાઈસ આપી દઉં છું. આખરે તેનું પેટ મારે ભરવાનું છે ને, તેથી તે ખાય છે તે જ તેને ખવડાવી દઉં છું.’’ પ્રીતિએ ચિંતિત સ્વરમાં કહ્યું.
"પરંતુ આ યોગ્ય નથી પ્રીતિ. આ બધું ખાવાથી તેને યોગ્ય પોષણ નહીં મળે. જો તું તેનું પોષણનું ધ્યાન નહીં રાખે તો આગળ જતા તેનો શારીરિક માનસિક વિકાસ અવરોધાશે. નાની ઉંમરથી તે બીમારીનો શિકાર બનશે. બાળક જિંદ કરીને જે કંઈ ખાવા ઈચ્છે તે તેને આપી દેવું યોગ્ય નથી. તેમને એવી વસ્તુ ખવડાવવી જોઈએ, જે તેમના પોષણ માટે જરૂરી હોય.’’ અન્નાપૂર્ણાએ સમજાવ્યું.
“અને જો તે ન ખાય તો?’’ અન્નપૂર્ણાએ દુખી સ્વરમાં કહ્યું.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...