Denemek ALTIN - Özgür
ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?
Chitralekha Gujarati
|March 24, 2025
એક હજાર દિવસથી વધુ લાંબા ખેંચાયેલા રશિયા-યુક્રેન યુદ્ધનું મૂળ પુતિનના અહં કરતાં પણ વધારે યુક્રેનની ધરતીમાં ધરબાયેલાં અણમોલ ખનિજના ખજાનાને હાથ કરવામાં છે. હવે ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકાને પણ યુક્રેનનો ખનિજભંડાર અંકે કરી લેવો છે. અહીં સવાલ એ છે કે રશિયાનો ફટકો સહન કરી રહેલું યુક્રેન અમેરિકાની દાદાગીરી સામે કેટલી ઝીંક ઝીલશે.
ત્રણ વર્ષ પહેલાંની વાત. કોરોના મહામારીમાંથી હજી તો ઘણા દેશોને કળ વળી પણ નહોતી ત્યાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે રશિયાએ પોતાના કરતાં વિસ્તારમાં સાવ બચૂકડા દેશ યુક્રેન પર હુમલો કર્યો. રશિયાનું કદ અને સુપર પાવર બનવાની મહત્ત્વાકાંક્ષા જોતાં બધાને એવું જ લાગતું હતું કે યુક્રેન ઝાઝા દિવસો સુધી યુદ્ધમાં ટકી નહીં શકે, પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને હાર માની લેવી મંજૂર નહોતી.
રશિયા સામે ઝૂકવાની જગ્યાએ ઝેલેન્સ્કીએ પોતે પણ યુદ્ધમાં ઝંપલાવ્યું, ત્યાં સુધી કે યુક્રેનના સામાન્ય માણસો અને વિદેશમાં વસવાટ કરતા યુક્રેનિયન લોકો પણ યુદ્ધમાં ભાગ લેવા પહોંચ્યા. અલબત્ત, આ યુદ્ધમાં યુક્રેનમાં આર્થિક અને લશ્કરી સરંજામનો ઢગલો કરી દેવામાં નાટોના દેશો, ખાસ તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, વગેરેનો મોટો ફાળો રહ્યો. અમેરિકાના બાઈડન પ્રશાસને તો રશિયાને ઝુકાવવા માટે એના પર અનેક જાતના આર્થિક પ્રતિબંધ પણ લાદ્યા હતા.
લશ્કરી દૃષ્ટિએ આ યુદ્ધનું પરિણામ યુક્રેનની તરફેણમાં આવે એ અસંભવ જ હતું. વળી, અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશને રશિયા-યુક્રેન યુદ્ધનેકારણે અસર થઈ રહી હતી. એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદે આવતાંની સાથે જ રશિયા અને યુક્રેનને યુદ્ધવિરામ કરવાનો ધમકીભર્યો આદેશ આપી દીધો. એમણે યુક્રેનને સતત મળતી અમેરિકાની મદદ બંધ કરી દીધી. પરિણામે લગભગ ત્રણ વર્ષ સુધી બહાદુરીપૂર્વક કે હઠાગ્રહથી લડ્યા બાદ હવે ઝેલેન્સ્કી અને યુક્રેને વાટાઘાટોથી યુદ્ધનો ઉકેલ લાવવા તૈયારી દેખાડી છે. એની સામે અમેરિકાએ યુક્રેન સામે એક ખાસ મિનરલ ડીલ રજૂ કરી છે.
યુક્રેનની ભૂમિમાં ખરેખર ક્યાં અને કેટલા પ્રમાણમાં ખનિજ છે એનો નક્કી છે કે રશિયાની જેમ અમેરિકાનો ડોળો પણ યુક્રેનના પેટાળમાંBu hikaye Chitralekha Gujarati dergisinin March 24, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

