Denemek ALTIN - Özgür
(બીજા) પરેશ રાવલ થવાનાં અરમાન
Chitralekha Gujarati
|August 05, 2024
કન્ટેન્ટ ક્રિયેટર, અભિનેતા અને હવે, સ્ટેન્ડઅપ કૉમેડિયન. ફ્રેન્ડ અને ફૅમિલી સાથે માણી શકે એવા હાસ્ય સાથે સૌપ્રથમ વાર ગુજરાતની ટૂર કરી રહેલો વિરાજ ઘેલાણી ‘ચિત્રલેખા’ની ઑફિસની મુલાકાતે આવે છે ત્યારે થાય છે જલસા જ જલસા...
એની મમ્મી માટે લોહીનો ઉકાળો ને ખોટા ખર્ચા કરનારો છોકરો, નાની માટે બીજે ક્યાં જવાનો? ભૂતનું ઘર પીપળો અને સુપર હિટ ગુજરાતી ફિલ્મ ઝમકૂડીનો બાબલો વિરાજ ઘેલાણી એક વરસાદી સાંજે મુંબઈમાં ચિત્રલેખાની ઑફિસે આવે છે ગપ્પાં મારવા... અને ગપ્પાંગોષ્ઠિમાં જૂની-નવી વાતો વરસે છે અનરાધાર. ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ જેવાં ઈન્ટરનેટનાં વિવિધ મિડિયા પર મશ્કરા વિડિયો બનાવતા વિરાજનો નૉટ સો મશ્કરો ઈન્ટરવ્યૂ.
ચડ્ડી પહન કે ફલ ખીલા હૈ...
મુંબઈમાં મધ્યમવર્ગી લોહાણાપરિવારમાં જન્મેલો વિરાજ એન્ટરટેઈન્મેન્ટ તરફ વળ્યો એનાં મૂળિયાં બાળપણમાં છે. એ કહે છેઃ ‘નાનો હતો ત્યારે ચાળા પાડવામાં એક્સ્પર્ટ હતો. બધે હોય એમ અમારી બિલ્ડિંગમાંય એક-બે રહેવાસી ખડૂસ હતા. ક્રિકેટ રમતાં બૉલ એમના ઘરમાં જાય તો ન આપે, અમે રમી ન શકીએ એટલે કમ્પાઉન્ડની લાઈટ બંધ કરી દે, વચ્ચોવચ કાર પાર્ક કરી દે. હું આવા લોકોના ચાળા પાડતો. દોસ્તોને એ ગમતું ને ફરમાઈશ કરતા કે હવે ફલાણાના ચાળા પાડ. ઘરે મહેમાન આવે તો મમ્મી-પપ્પા એમની સામે કંઈ કરવાનું કહે એ પહેલાં હું જરાય શરમાયા વિના ડાન્સ કે ઍક્ટિંગ જેવી કળા બતાવી દેતો. હું જે કરું એથી લોકો ખુશ થાય, તાળી પાડે, એમાં મને બહુ મજા આવતી અને એ રીતે અટેન્શન મળતું એ ગમતું. અહીંથી એન્ટરટેઈન્મેન્ટનો કીડો લાગ્યો.'
લાઈફ ઈઝ અ રેસ...
શાળાશિક્ષણ બાદ વિરાજે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો, ડિગ્રી લેવી જરૂરી હતી એટલે એમાં ઍડ્મિશન લીધું, પણ મન લાગતું નહોતું. એ કહે છેઃ ‘એન્જિનિયરિંગ જામતું નહોતું. વળી, વરસની અઢી લાખ રૂપિયા ફી હતી એ કાઢવાનો પણ પ્રશ્ન હતો એટલે બ્રેક લેવો જરૂરી હતો. ઘરમાં ચર્ચા થઈ ને ટ્યુશન-ટીચર મમ્મી બિજલબહેને કહ્યુંઃ જા, એક વર્ષ ને આપ્યું... જી લે અપની ઝિંદગી. એક વર્ષમાં બાત ન બની તો ફરી એન્જિનિયરિંગ કરવું પડશે!' એટલે અધવચ્ચેથી એન્જિનિયરિંગ છોડી વિરાજ ઑડિશન આપવા માંડ્યો. ઉલ્લેખનીય છે કે વિરાજનાં મમ્મી શિક્ષણને પ્રાધાન્ય આપે છે. એમનું માનવું છે કે જીવનમાં જે કરવું હોય, જે શોખ હોય એ પૂરા જરૂર કરો, પણ એક ડિગ્રી તો હોવી જ જોઈએ. એ તમને તમારા ખરાબ સમયમાં કામ આવશે. આજેય બિજલબહેન સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સને ભણાવે છે.
ઓક્કે, પણ ભણતરમાંથી બ્રેક લઈને વિરાજને કરવું’તું શું?
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 05, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

