Denemek ALTIN - Özgür
અફલાતૂન જળસંપત્તિ ધરાવતો આ દરિયો કેમ બન્યો છે યુદ્ધ અને ચાંચિયાગીરીનું કેન્દ્ર?
Chitralekha Gujarati
|February 19, 2024
અતિશય માત્રામાં સોડિયમ અને અમુક પ્રકારના બૅક્ટેરિયા ધરાવતું આ દરિયાઈ પાણી ક્યારેક લાલ રંગ ધારણ કરી લે છે. સુએઝ કૅનાલ બની ત્યારથી રાતો સમુદ્ર વૈશ્વિક વ્યાપારનો મહત્ત્વનો રૂટ છે. જો કે અત્યારે ઈઝરાયલ-હમસ યુદ્ધને કારણે આ દરિયામાંથી પસાર થતાં અનેક જહાજ લૂંટફાટ અને પેલેસ્ટિન સમર્થક આતંકીઓના ડ્રોન હુમલાનો શિકાર બની રહ્યાં છે.
થોડી વાર કલ્પના કરી જુઓ કે આપણે આજથી ૧૬૦–૧૭૦ વર્ષ પહેલાંના સમયમાં જીવી રહ્યા છીએ. ઈંગ્લૅન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્પેન, હોલૅન્ડ સહિતના દેશોના વેપારીઓનો એશિયા સાથે મોટો કારોબાર ચાલે છે. ભારત, બર્મા, થાઈલૅન્ડ, મલયેશિયા, જાવા-સુમાત્રા, વગેરે દશોમાંથી વહાણો દ્વારા કાચો માલ યુરોપના દેશોમાં પહોંચે છે. ત્યાંની ફૅક્ટરીઓમાં જુદી જુદી વસ્તુ તૈયાર થઈ એમાંથી ઘણીખરી જહાજોમાં ભરી ભરીને એશિયામાં ઠાલવવામાં આવે છે.
એ વખતે યુરોપ અને એશિયા વચ્ચે આવ-જા કરતાં જહાજોને એક ખેપ કરતાં ઘણો સમય લાગતો. એનું કારણ એ હતું કે આ વહાણોએ આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને, એના એકદમ દક્ષિણ તરફના બંદર કૅપ ઑફ ગુડ હોપ થઈને અવરજવર કરવી પડતી. આ પ્રવાસ લાંબો તો હતો જ, સાથે ખૂબ થકવી દેનારો અને ખતરાથી ભરપૂર પણ હતો.
છેવટે વર્ષ ૧૮૫૮માં ફર્ડિનાન્ડ દ લેસેપ નામના ઈજનેરને બે સમુદ્રને એક નહેર (કૅનાલ)થી જોડવાનું સૂઝ્યું. એ નહેર એટલે યુરોપની દક્ષિણે આવેલા ભૂમધ્ય સમુદ્ર (મેડિટેરિયન સી) અને રાતા સમુદ્ર (૨ેડ સી)ને જોડતી સુએઝ કૅનાલ. ૧૮૫૯માં કૅનાલનું નિર્માણકાર્ય શરૂ થયું અને દાયકા બાદ (૧૮૬૯)માં એ પૂર્ણ થયું. આ નહેર ૧૯૩.૩ કિલોમીટર લાંબી અને આશરે બાવીસ મીટર ઊંડી છે. આ કૅનાલને કારણે યુરોપ જતાં-આવતાં જહાજોએ આફ્રિકા ખંડનો ચકરાવો મારવાની જરૂર રહી નથી. મેડિટેરિયન સી એટલે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રમાંથી પસાર થઈ આ જહાજો ઘણો સમય બચાવી શકે છે. એને કારણે-આ કૅનાલને લીધે યુરોપ અને એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકાના પૂર્વ તરફના દેશો અને મિડલ ઈસ્ટના વિસ્તારો સુધી પહોંચવાનું સહેલું બન્યું છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?
નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ
ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
પાણી નીચે છુપાયેલા યમદૂત
દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.
6 mins
May 04, 2026
Chitralekha Gujarati
આવું શોષણ કદાપિ સહન ન કરો...
જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!
યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?
શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત
બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.
3 mins
May 04, 2026
Listen
Translate
Change font size
