અફલાતૂન જળસંપત્તિ ધરાવતો આ દરિયો કેમ બન્યો છે યુદ્ધ અને ચાંચિયાગીરીનું કેન્દ્ર?
Chitralekha Gujarati|February 19, 2024
અતિશય માત્રામાં સોડિયમ અને અમુક પ્રકારના બૅક્ટેરિયા ધરાવતું આ દરિયાઈ પાણી ક્યારેક લાલ રંગ ધારણ કરી લે છે. સુએઝ કૅનાલ બની ત્યારથી રાતો સમુદ્ર વૈશ્વિક વ્યાપારનો મહત્ત્વનો રૂટ છે. જો કે અત્યારે ઈઝરાયલ-હમસ યુદ્ધને કારણે આ દરિયામાંથી પસાર થતાં અનેક જહાજ લૂંટફાટ અને પેલેસ્ટિન સમર્થક આતંકીઓના ડ્રોન હુમલાનો શિકાર બની રહ્યાં છે.
નિતુલ ગજ્જર
અફલાતૂન જળસંપત્તિ ધરાવતો આ દરિયો કેમ બન્યો છે યુદ્ધ અને ચાંચિયાગીરીનું કેન્દ્ર?

થોડી વાર કલ્પના કરી જુઓ કે આપણે આજથી ૧૬૦–૧૭૦ વર્ષ પહેલાંના સમયમાં જીવી રહ્યા છીએ. ઈંગ્લૅન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્પેન, હોલૅન્ડ સહિતના દેશોના વેપારીઓનો એશિયા સાથે મોટો કારોબાર ચાલે છે. ભારત, બર્મા, થાઈલૅન્ડ, મલયેશિયા, જાવા-સુમાત્રા, વગેરે દશોમાંથી વહાણો દ્વારા કાચો માલ યુરોપના દેશોમાં પહોંચે છે. ત્યાંની ફૅક્ટરીઓમાં જુદી જુદી વસ્તુ તૈયાર થઈ એમાંથી ઘણીખરી જહાજોમાં ભરી ભરીને એશિયામાં ઠાલવવામાં આવે છે.

એ વખતે યુરોપ અને એશિયા વચ્ચે આવ-જા કરતાં જહાજોને એક ખેપ કરતાં ઘણો સમય લાગતો. એનું કારણ એ હતું કે આ વહાણોએ આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને, એના એકદમ દક્ષિણ તરફના બંદર કૅપ ઑફ ગુડ હોપ થઈને અવરજવર કરવી પડતી. આ પ્રવાસ લાંબો તો હતો જ, સાથે ખૂબ થકવી દેનારો અને ખતરાથી ભરપૂર પણ હતો.

છેવટે વર્ષ ૧૮૫૮માં ફર્ડિનાન્ડ દ લેસેપ નામના ઈજનેરને બે સમુદ્રને એક નહેર (કૅનાલ)થી જોડવાનું સૂઝ્યું. એ નહેર એટલે યુરોપની દક્ષિણે આવેલા ભૂમધ્ય સમુદ્ર (મેડિટેરિયન સી) અને રાતા સમુદ્ર (૨ેડ સી)ને જોડતી સુએઝ કૅનાલ. ૧૮૫૯માં કૅનાલનું નિર્માણકાર્ય શરૂ થયું અને દાયકા બાદ (૧૮૬૯)માં એ પૂર્ણ થયું. આ નહેર ૧૯૩.૩ કિલોમીટર લાંબી અને આશરે બાવીસ મીટર ઊંડી છે. આ કૅનાલને કારણે યુરોપ જતાં-આવતાં જહાજોએ આફ્રિકા ખંડનો ચકરાવો મારવાની જરૂર રહી નથી. મેડિટેરિયન સી એટલે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રમાંથી પસાર થઈ આ જહાજો ઘણો સમય બચાવી શકે છે. એને કારણે-આ કૅનાલને લીધે યુરોપ અને એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકાના પૂર્વ તરફના દેશો અને મિડલ ઈસ્ટના વિસ્તારો સુધી પહોંચવાનું સહેલું બન્યું છે.

هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
Chitralekha Gujarati

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.

time-read
3 mins  |
June 17, 2024
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
Chitralekha Gujarati

સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...

માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

time-read
4 mins  |
June 17, 2024
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
Chitralekha Gujarati

ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!

ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.

time-read
5 mins  |
June 17, 2024
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
Chitralekha Gujarati

શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?

અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.

time-read
3 mins  |
June 17, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.

time-read
1 min  |
June 17, 2024
વન-વેથી મન-વે સુધી
Chitralekha Gujarati

વન-વેથી મન-વે સુધી

આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે

time-read
2 mins  |
June 17, 2024
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 mins  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 mins  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 mins  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 mins  |
June 10, 2024