ગર્લ્સ હોસ્ટેલ
Chitralekha Gujarati|November 20-27, 2023 - Diwali
બૈરાંની સાથે તમારે માત્ર જરૂર પૂરતું જ કામ. આ લોકો પેલા કારખાના વાળા આપતા એવી ગાળભેળ તો આપે નહીં. પાછી અંદર રહેતી છોરીઓ પણ હતી હોય. છોક્ટીઓ રહેતી હોય ત્યાં તમે કોઈ પુરુષને આવતો અટકાવો તો રસ્તે છતો અજાણ્યો પણ તમારું ઉપરાણું લે.
રજનીકુમાર પંડ્યા
ગર્લ્સ હોસ્ટેલ

‘જો, એક વાત સમજી લો. આ ગર્લ્સ  હૉસ્ટેલ છે. અહીં કામ કરનાર કોઈ પણ ભાઈનું ચારિત્ર્ય શુદ્ધ સોના જેવું હોવું જોઈએ.’ ‘

એમાં મારે શું બોલવાનું હોય? આજે છત્રીસ વરસ થયાં. કોઈ સ્ત્રી સામે આંખ ઊંચી કરીને જોયું નથી. વિચાર પણ આવ્યો નથી. એટલે જ તો હૉસ્ટેલમાં જૉબનો ઈન્ટરવ્યૂ આવ્યો ત્યારે પત્નીએ જાતે જ પત્ર મારા હાથમાં મૂકેલો.  કહ્યું: ‘આમાં જઈ આવો.'

‘પણ આ તો ગર્લ્સ હૉસ્ટેલના વૉચમૅનની જૉબ છે!’ ‘

તો એમાં શું થઈ ગયું?’ પત્નીએ કહ્યું: ‘વંદના વેજિટેબલ પ્રોડક્ટ્સની જૉબમાં જે જફા હતી એવી આમાં નહીં હોય.’

વાત તો સાચી. એ કારખાનું હતું. મજૂરો મહિનામાં પંદર દિવસ હડતાલ પાડતા.

કારખાનાના ઝાંપે ભેગા થઈને પહેલાં કાન ફાડી નાખે એવા નારા લગાવતા. પછી તોફાન કરતાં  અંદર ઘૂસવા પ્રયત્ન કરે તો પણ મારે રોકવા પડે. એમાં જો કોઈ અંદર પેસી જાય તો શેઠનો મેમો આવી પડે. ન પેસવા દઉં તો પેલા મને ધક્કે ચડાવે. લાકડી ઉગામું તો એ લાકડી મને જ પડે. સાંજ પડ્યે આ રીતે પિસાઈ પિસાઈને હું સાવ છોતરા જેવો થઈ જતો. અંતે જૉબ ગયેલી જ.

‘એના કરતાં આ સારું.’ પત્ની બોલીઃ બૈરાંની સાથે તમારે માત્ર જરૂર પૂરતું જ કામ. આ લોકો પેલા કારખાનાવાળા તમને આપતા એવી ગાળભેળ તો આપે જ નહીં. પાછી અંદર રહેતી છોકરીઓ પણ ફફડતી હોય. છોકરીઓ રહેતી હોય ત્યાં તમે કોઈ પુરુષને આવતો અટકાવો તો રસ્તે જતો અજાણ્યો પણ તમારું ઉપરાણું લે. મને લાગે છે કે આના જેવી સહેલી બીજી એકેય જૉબ નહીં.’

વાત સાચી હતી. આપણે ડરવું ક્યારે પડે? આપણા મનમાં મેલ હોય તો. એ બાબતમાં આજ સુધી કોઈએ આંગળી ચીંધી નથી. સારા સારા માણસો નાં સર્ટિફિકેટો હતાં જ મારી પાસે. અને લો, હું સિલેક્ટ પણ થઈ ગયો.

આધેડ વયનાં ગૃહમાતા મધુકાન્તાબહેન ફરી બોલ્યાં: ‘હું શું કહું છું? ચારિત્ર્ય શુદ્ધ સોના જેવું હોવું જોઈએ.’

‘એમાં નહીં કહેવું પડે, બહેન.’ મેં કહ્યું: ‘હું પરણેલો બચરવાળ માણસ છું. મારી આ જૉબમાં પગાર વિશ્વાસનો જ હોય છે. સમજું છું.’

‘વિશ્વાસ એટલે?’ ગૃહમાતા બોલ્યાં: ‘હું ફરી ફરી ચારિત્ર્યની વાત પર ભાર મૂકું છું.’

Bu hikaye Chitralekha Gujarati dergisinin November 20-27, 2023 - Diwali sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin November 20-27, 2023 - Diwali sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 dak  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 dak  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 dak  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 dak  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 dak  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 dak  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 dak  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 dak  |
May 13, 2024