‘જો, એક વાત સમજી લો. આ ગર્લ્સ હૉસ્ટેલ છે. અહીં કામ કરનાર કોઈ પણ ભાઈનું ચારિત્ર્ય શુદ્ધ સોના જેવું હોવું જોઈએ.’ ‘
એમાં મારે શું બોલવાનું હોય? આજે છત્રીસ વરસ થયાં. કોઈ સ્ત્રી સામે આંખ ઊંચી કરીને જોયું નથી. વિચાર પણ આવ્યો નથી. એટલે જ તો હૉસ્ટેલમાં જૉબનો ઈન્ટરવ્યૂ આવ્યો ત્યારે પત્નીએ જાતે જ પત્ર મારા હાથમાં મૂકેલો. કહ્યું: ‘આમાં જઈ આવો.'
‘પણ આ તો ગર્લ્સ હૉસ્ટેલના વૉચમૅનની જૉબ છે!’ ‘
તો એમાં શું થઈ ગયું?’ પત્નીએ કહ્યું: ‘વંદના વેજિટેબલ પ્રોડક્ટ્સની જૉબમાં જે જફા હતી એવી આમાં નહીં હોય.’
વાત તો સાચી. એ કારખાનું હતું. મજૂરો મહિનામાં પંદર દિવસ હડતાલ પાડતા.
કારખાનાના ઝાંપે ભેગા થઈને પહેલાં કાન ફાડી નાખે એવા નારા લગાવતા. પછી તોફાન કરતાં અંદર ઘૂસવા પ્રયત્ન કરે તો પણ મારે રોકવા પડે. એમાં જો કોઈ અંદર પેસી જાય તો શેઠનો મેમો આવી પડે. ન પેસવા દઉં તો પેલા મને ધક્કે ચડાવે. લાકડી ઉગામું તો એ લાકડી મને જ પડે. સાંજ પડ્યે આ રીતે પિસાઈ પિસાઈને હું સાવ છોતરા જેવો થઈ જતો. અંતે જૉબ ગયેલી જ.
‘એના કરતાં આ સારું.’ પત્ની બોલીઃ બૈરાંની સાથે તમારે માત્ર જરૂર પૂરતું જ કામ. આ લોકો પેલા કારખાનાવાળા તમને આપતા એવી ગાળભેળ તો આપે જ નહીં. પાછી અંદર રહેતી છોકરીઓ પણ ફફડતી હોય. છોકરીઓ રહેતી હોય ત્યાં તમે કોઈ પુરુષને આવતો અટકાવો તો રસ્તે જતો અજાણ્યો પણ તમારું ઉપરાણું લે. મને લાગે છે કે આના જેવી સહેલી બીજી એકેય જૉબ નહીં.’
વાત સાચી હતી. આપણે ડરવું ક્યારે પડે? આપણા મનમાં મેલ હોય તો. એ બાબતમાં આજ સુધી કોઈએ આંગળી ચીંધી નથી. સારા સારા માણસો નાં સર્ટિફિકેટો હતાં જ મારી પાસે. અને લો, હું સિલેક્ટ પણ થઈ ગયો.
આધેડ વયનાં ગૃહમાતા મધુકાન્તાબહેન ફરી બોલ્યાં: ‘હું શું કહું છું? ચારિત્ર્ય શુદ્ધ સોના જેવું હોવું જોઈએ.’
‘એમાં નહીં કહેવું પડે, બહેન.’ મેં કહ્યું: ‘હું પરણેલો બચરવાળ માણસ છું. મારી આ જૉબમાં પગાર વિશ્વાસનો જ હોય છે. સમજું છું.’
‘વિશ્વાસ એટલે?’ ગૃહમાતા બોલ્યાં: ‘હું ફરી ફરી ચારિત્ર્યની વાત પર ભાર મૂકું છું.’
この記事は Chitralekha Gujarati の November 20-27, 2023 - Diwali 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の November 20-27, 2023 - Diwali 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.