Denemek ALTIN - Özgür
નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત..
Chitralekha Gujarati
|February 13, 2023
પારિવારિક જવાબદારીને કારણે લેખક તરીકેની કારકિર્દીમાં એક દીર્ઘ અલ્પ-વિરામ આવી ગયો, પણ અભેરાઈ પર ચડી ગયેલી લેખનવૃત્તિ પરથી સમયની ધૂળ ખંખેરી એમણે હમણાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. એમ તો છેલ્લા અઢી દાયકાથી એ દિલ્હીની એક સ્કૂલના સફળ સંચાલન પાછળનું પ્રેરણાબળ પણ બની રહ્યાં છે.

હવે તો નવી દિલ્હીમાં ગુજરાતીઓનો દબદબો છે એવું કોઈને કહીએ તો કહીએ તો સામેવાળી વ્યક્તિ એમ જ સમજે કે વાત રાજકારણ અને નરેન્દ્ર મોદી-અમિત શાહની થઈ રહી છે. રાજકીય રીતે દિલ્હીમાં આજે ગુજરાતીઓનો દબદબો છે એની ના નહીં, પરંતુ રાજકારણ સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાતીઓ રાજધાનીમાં પોતાનું નામ કમાતાં આવ્યા છે એ વાત પણ ભૂલવા જેવી નથી, હોં!
હમણાં રાજધાનીમાં ફરતાં ફરતાં પ્રિયદર્શિનીની મુલાકાત આવાં જ એક પ્રતિભાસંપન્ન ગુજરાતી દંપતી સાથે થઈ. એક સમયે ભારતીય જનતા પક્ષના ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય અને જનસંઘ સમયથી પક્ષની થિન્ક ટૅન્ક રહી ચૂકેલા પ્રફુલ્લ ગોરડિયાને તો બધા ઓળખતા જ હોય, પણ આજે વાત કરવી છે એમનાં પત્ની નયનાબહેનની. સંતાનોના ઉછેર અને પરિવારની જવાબદારીને કારણે નયનાબહેનની હમણાં સુધી લગભગ ઢંકાયેલી અને મૌન રહેલી વ્યક્તિગત ઓળખ અને પ્રતિભા લોકો સુધી બહાર નહોતી આવી, પણ એ હવે બહાર લાવવામાં કારણભૂત બન્યું છે એમનું જ એક પુસ્તક.
‘ધ મિડલ’: જૂના લેખોના સંગ્રહ સાથે ઉમેરાયાં અનેક સંભારણાં તો લૉર્ડ કર્ઝનના પુસ્તકે પણ અતીતમાં પ્રવાસ કરાવ્યો છે.
હા, ધ મિડલ નામનું અંગ્રેજીમાં લખાયેલું એમનું એક પુસ્તક આજકાલ ચર્ચામાં છે. ન જાણતા હો તો જાણી લો કે નયનાબહેન એક સમયે બહુ જાણીતાં કૉલમલેખક હતાં. ધ મિડલ નામની એમની કટાર પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં આવતી. એ પછી બીજાં અખબારસામયિકોમાં પણ એ લખતાં રહ્યાં. લૉર્ડ કર્ઝનઃ લાસ્ટ ઑફ ધ બ્રિટિશ મુઘલ્સ નામનું એમનું પુસ્તક પણ દુનિયાભરની યુનિવર્સિટીઓ-પ્રકાશનોમાં ખૂબ ચર્ચાયું છે. વર્ષ ૧૯૧૧માં અંગ્રેજોએ એમની રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડી અને દિલ્હી દરબાર ભરાયો એના પર નાનકડું, પણ મહત્ત્વનો ઘટનાક્રમ આલેખતું પુસ્તક દિલ્હી દરબાર પણ પાટનગરની પાવર ગૅલરીમાં જાણીતું બન્યું હતું.
કૉલમલેખક તરીકે નયનાબહેનની કરિયર આ રીતે કદાચ આગળ વધી શકી હોત, પરંતુ કોઈ કારણસર બે દીકરીનાં ઉછેર, લગ્ન અને પારિવારિક જવાબદારીઓને કારણે બે-અઢી દાયકાથી લખવાનું છૂટી ગયેલું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 13, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size