Facebook Pixel નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત.. | Chitralekha Gujarati - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત..

Chitralekha Gujarati

|

February 13, 2023

પારિવારિક જવાબદારીને કારણે લેખક તરીકેની કારકિર્દીમાં એક દીર્ઘ અલ્પ-વિરામ આવી ગયો, પણ અભેરાઈ પર ચડી ગયેલી લેખનવૃત્તિ પરથી સમયની ધૂળ ખંખેરી એમણે હમણાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. એમ તો છેલ્લા અઢી દાયકાથી એ દિલ્હીની એક સ્કૂલના સફળ સંચાલન પાછળનું પ્રેરણાબળ પણ બની રહ્યાં છે.

- કેતન ત્રિવેદી

નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત..

હવે તો નવી દિલ્હીમાં ગુજરાતીઓનો દબદબો છે એવું કોઈને કહીએ તો કહીએ તો સામેવાળી વ્યક્તિ એમ જ સમજે કે વાત રાજકારણ અને નરેન્દ્ર મોદી-અમિત શાહની થઈ રહી છે. રાજકીય રીતે દિલ્હીમાં આજે ગુજરાતીઓનો દબદબો છે એની ના નહીં, પરંતુ રાજકારણ સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાતીઓ રાજધાનીમાં પોતાનું નામ કમાતાં આવ્યા છે એ વાત પણ ભૂલવા જેવી નથી, હોં!

હમણાં રાજધાનીમાં ફરતાં ફરતાં પ્રિયદર્શિનીની મુલાકાત આવાં જ એક પ્રતિભાસંપન્ન ગુજરાતી દંપતી સાથે થઈ. એક સમયે ભારતીય જનતા પક્ષના ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય અને જનસંઘ સમયથી પક્ષની થિન્ક ટૅન્ક રહી ચૂકેલા પ્રફુલ્લ ગોરડિયાને તો બધા ઓળખતા જ હોય, પણ આજે વાત કરવી છે એમનાં પત્ની નયનાબહેનની. સંતાનોના ઉછેર અને પરિવારની જવાબદારીને કારણે નયનાબહેનની હમણાં સુધી લગભગ ઢંકાયેલી અને મૌન રહેલી વ્યક્તિગત ઓળખ અને પ્રતિભા લોકો સુધી બહાર નહોતી આવી, પણ એ હવે બહાર લાવવામાં કારણભૂત બન્યું છે એમનું જ એક પુસ્તક.

‘ધ મિડલ’: જૂના લેખોના સંગ્રહ સાથે ઉમેરાયાં અનેક સંભારણાં તો લૉર્ડ કર્ઝનના પુસ્તકે પણ અતીતમાં પ્રવાસ કરાવ્યો છે.

હા, ધ મિડલ નામનું અંગ્રેજીમાં લખાયેલું એમનું એક પુસ્તક આજકાલ ચર્ચામાં છે. ન જાણતા હો તો જાણી લો કે નયનાબહેન એક સમયે બહુ જાણીતાં કૉલમલેખક હતાં. ધ મિડલ નામની એમની કટાર પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં આવતી. એ પછી બીજાં અખબારસામયિકોમાં પણ એ લખતાં રહ્યાં. લૉર્ડ કર્ઝનઃ લાસ્ટ ઑફ ધ બ્રિટિશ મુઘલ્સ નામનું એમનું પુસ્તક પણ દુનિયાભરની યુનિવર્સિટીઓ-પ્રકાશનોમાં ખૂબ ચર્ચાયું છે. વર્ષ ૧૯૧૧માં અંગ્રેજોએ એમની રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડી અને દિલ્હી દરબાર ભરાયો એના પર નાનકડું, પણ મહત્ત્વનો ઘટનાક્રમ આલેખતું પુસ્તક દિલ્હી દરબાર પણ પાટનગરની પાવર ગૅલરીમાં જાણીતું બન્યું હતું.

કૉલમલેખક તરીકે નયનાબહેનની કરિયર આ રીતે કદાચ આગળ વધી શકી હોત, પરંતુ કોઈ કારણસર બે દીકરીનાં ઉછેર, લગ્ન અને પારિવારિક જવાબદારીઓને કારણે બે-અઢી દાયકાથી લખવાનું છૂટી ગયેલું.

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के February 13, 2023 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size