કાગડા બધે કાળા જ હોય. દેશ અમેરિકા હોય એથી ત્યાં કંઈ કાગડા ધોળા ન હોય. છેલ્લાં કેટલાંક વર્ષથી અહીંના રાજકારણીઓ અને એમના કાર્યકરો દ્વારા ભાડે રાખવામાં આવેલા જાસૂસો જાહેર જીવનના ખૂણેખાંચરે જઈને વિરોધીઓ વિશે જાતજાતની સ્ફોટક માહિતી ભેગી કરી હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે.
અમેરિકામાં પ્રાઈવેટ ડિટેક્ટિવમાં ખાસ તો નિવૃત્ત પોલીસ અધિકારીઓ, એફબીઆઈ કે સીઆઈએ જેવી સરકારી જાસૂસી સંસ્થાના નિવૃત્ત એજન્ટો, ભૂતપૂર્વ સરકારી વકીલો તથા રિટાયર થયેલા પત્રકારો હોય છે. નિવૃત્તિ બાદ આવા ઘણા અધિકારીઓ પોતાની પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા હોય છે. આ લોકો ભાગ્યે જ કાયદાનું પાલન કરે છે, કેમ કે વર્ષોથી આ જ રીતે કામ કરવાની એમને આદત પડી ગઈ હોય છે. એ પોતાના માણસોને (જાસૂસોને) પત્રકાર અથવા પ્રચાર કાર્યકર, પક્ષના વૉલિન્ટિયર બનાવીને શિકાર (રાજકારણી) પાસે મોકલે છે, જે ફોન રેકૉર્ડ્સ તથા મેડિકલ હિસ્ટરીની ખણખોદ કરીને રાજકારણીઓની ભૂતપૂર્વ પત્ની, પ્રેમિકા, એમની સાથે અગાઉ કામ કરી ચૂકેલા સ્ટાફને શોધી કોઈ પણ બહાને માહિતી કઢાવે છે.
ખાસ તો એમને વિરોધી રાજકારણીની કારકિર્દી જોખમમાં આવી જાય એવા ગોટાળા શોધવાનું કહેવામાં આવે છે, જેમ કે ભૂતપૂર્વ (કે વર્તમાન) ગર્લફ્રેન્ડ, ભૂતપૂર્વ પત્ની, લગ્નેતર સંબંધ, અનૌરસ સંતાન, છૂપી સંપત્તિ, કરચોરી, આર્થિક ગોટાળા, વગેરે.
નિવૃત્ત પોલીસ અધિકારી, એફબીઆઈ કે સીઆઈએ એજન્ટ અથવા સરકારી વકીલ જાસૂસ હોય તો એનો ફાયદો એ કે ફોન કંપની તથા સરકારી સંસ્થામાં એમના મળતિયા હોવાને લીધે કામ સરળ થઈ જાય. તો નિવૃત્ત પત્રકારોનો ફાયદો છે છાપાં-મૅગેઝિન-ન્યૂઝચૅનલોમાં એમના વર્ષોજૂના મિત્રો. આ લોકો નેગેટિવ ઈન્ફર્મેશન (કો’ક રાજકારણીનાં કપડાં ઉતારી દેતી માહિતી) છપાવી આપવામાં મદદરૂપ થાય છે.
છેલ્લા થોડા સમયમાં અમેરિકાના રાજકારણમાં જે ગંદવાડ પેઠો છે એ માટે રાજકીય નિરીક્ષકો ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માને છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.