Try GOLD - Free
કેજરીવાલની ધરપકડ વિપક્ષોને એક નહીં કરી શકે!
Chitralekha Gujarati
|April 08, 2024
આ પણ કેવી વક્રતા... સરકારી યંત્રણામાં ચાલતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલ પોતે જ અત્યારે ભ્રષ્ટાચારના આરોપી બન્યા છે.
સામાજિક કાર્યકર અણ્ણા હજારેના સહકારી તરીકે અગિયાર-બાર વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર સામે આદરેલી લડાઈનો રેલો ભ્રષ્ટાચારના જ આરોપ સાથે ખુદ અરવિંદ કેજરીવાલના આંગણે આવીને અટક્યો છે. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા કેજરીવાલને કસ્ટડીભેગા કરવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ આમ આદમી પાર્ટીના બે વરિષ્ઠ આગેવાનો ઘણા સમયથી કારાવાસમાં છે એ હિસાબે તો કેજરીવાલ પણ ખાસ્સો સમય અંદર રહે એમ લાગે છે.
કેજરીવાલના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકારે આબકારી જકાત (એક્સાઈઝ) રૂપે આવક વધારવાના નામે ૨૦૨૧માં દારૂના વેચાણને લગતી સરકારી નીતિ બદલી હતી. જો કે એ નીતિ હેઠળ કેટલાક ખાનગી કૉન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ થતાં કેન્દ્ર સરકાર હસ્તક આવતા દિલ્હીના નાયબ રાજ્યપાલના કાર્યાલયે આ મામલાની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓને સોંપી હતી. એ વખતથી જ કેજરીવાલ સામેનું પગલું અપેક્ષિત હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી કેજરીવાલને અનેક વાર સમ હતાં. કેજરીવાલ ડિરેક્ટોરેટ સામે હાજર થતા નહોતા પણ મોકલ આવ્યાં એટલે જેવી દિલ્હી વડી અદાલતે એમની આગોતરા જામીનની અરજી નકારી એ સાથે મોકો જોઈને એમની ધરપકડ કરવામાં આવી. યોગાનુયોગ, લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ બહાર પડ્યો એના થોડા જ દિવસમાં કેજરીવાલને પકડવાનો નિર્ણય લેવામાં આવ્યો એટલે આ ધરપકડ રાજકીય કિન્નાખોરીને કારણે કરવામાં આવી છે એવું બોલવાની ભાજપવિરોધી પક્ષોને તક મળી ગઈ.
ભાજપના વિરોધમાં હોય એવા ઘણા પક્ષના ઘણા આગેવાનો સામે ઈડી કે સીબીઆઈ જેવી કોઈ ને કોઈ સરકારી એજન્સીની તપાસ ચાલી રહી છે એ હકીકત છે. કેજરીવાલના રૂપે એમાં હવે એકનો ઉમેરો થયો છે. સવાલ એ છે કે ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ ભાજપને કોઈ ફાયદો કરાવશે? કે ભાજપવિરોધી પક્ષો આ પગલાંને મોદી સરકાર વિરુદ્ધ જનમત ઊભો કરવા માટે નિમિત્ત બનાવી કરશે?
This story is from the April 08, 2024 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?
નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ
ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
પાણી નીચે છુપાયેલા યમદૂત
દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.
6 mins
May 04, 2026
Chitralekha Gujarati
આવું શોષણ કદાપિ સહન ન કરો...
જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!
યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?
શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત
બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.
3 mins
May 04, 2026
Listen
Translate
Change font size
