Facebook Pixel સારાન્વેષ | ABHIYAAN - news - Read this story on Magzter.com

Try GOLD - Free

સારાન્વેષ

ABHIYAAN

|

Abhiyaan Magazine 17/01/2025

એ.આઈ. કંપનીઓનો પરપોટો ફૂટવામાં છે?

- સ્પર્શ હાર્દિક

સારાન્વેષ

એકડા પાછળ બાર શૂન્યો ગોઠવીએ તો ટ્રિલિયનનો આંકડો બને છે. નાનાં-મોટાં રાષ્ટ્રોનું કુલ ઘરેલુ ઉત્પાદન યાને જીડીપીનું મૂલ્ય ટ્રિલિયનમાં માપવામાં આવે છે. થોડાં સપ્તાહો અગાઉ વૈશ્વિક વ્યાપારમાં એક અભૂતપૂર્વ ઘટનાએ આકાર લીધો હતો. આશરે ૩૬,૦૦૦ કર્મચારીઓ ધરાવતી સેમિકન્ડક્ટર ક્ષેત્રની Nvidia(એનવીડિયા) સંસારની એવી પ્રથમ લિસ્ટેડ કંપની બની, જેનું માર્કેટ કૅપિટલાઇઝેશન પાંચ ટ્રિલિયન યુએસ ડૉલર્સને આંબી ગયું. આ આંકડો વિશ્વની ટોચની ત્રીસ ધનાઢ્ય વ્યક્તિઓની કુલ સંપત્તિના કરતાં વધારે છે તથા અંદાજે ૯૭% દેશોની વાર્ષિક જીડીપી કરતાં પણ અધિક છે. ૨૦૨૪માં જર્મનીની જીડીપી અંદાજે ૪.૬ ટ્રિલિયન ડૉલર્સ હતી. અલબત્ત, Nvidiaનું માર્કેટ કૅપિટલાઇઝેશન કંપનીનું સમગ્ર મૂલ્ય દર્શાવે છે, જ્યારે અહીં જે-તે રાષ્ટ્રના ફક્ત વાર્ષિક ઘરેલુ ઉત્પાદન સાથે એની સરખામણી કરવામાં આવી છે. અનેક રાષ્ટ્રોનું પોતાનું સમગ્ર મૂલ્ય કોઈ પણ જાયન્ટ કંપની કરતાં અનેકગણું વધારે જ હોવાનું. તેમ છતાં આ આંકડાઓ વાંચીને અંદાજો લગાવી શકાય કે Nvidia કેટલી વિશાળ કંપની બની ચૂકી છે.

ઇંગ્લિશમાં ‘ગોલ્ડ રશ' શબ્દ છે, યાને એકાએક ક્યાંકથી સોનાનો ભંડાર મળી આવે ત્યારે લોકોનો ત્યાં થતો ધસારો. એવો એક બોધપાઠ છે કે ગોલ્ડ રશ દરમિયાન શાણો માણસ પાવડા વેચવાનો ધંધો શરૂ કરે, કારણ કે સોનાના લોભમાં દરેક વ્યક્તિ ખોદવા માટે પાવડો તો ખરીદવાની જ! એ . આઈ .ના ગોલ્ડ રશમાં Nvidia જેવી કાનીઓ જાણે કે પાવડા વેચવાનું કામ thes કરી રહી છે. એ.આઈ. ક્રાંતિના પાયામાં મુખ્યત્વે જે હાર્ડવેર રહેલું છે, એ ગ્રાફિક્સ પ્રૉસેસિંગ યુનિટ યાને જીપીયુ અને અન્ય પ્રકારની ચિપ ડિઝાઇન તથા ડૅવલપ કરતી એક અગ્રેસર કંપની છે Nvidia. એ.આઈ.નો પ્રાણ જે દેહમાં વસેલો છે, એવા આ જીપીયુ ડેટા સેન્ટર ચલાવવા માટે પણ ઉપયોગી છે. અમેરિકન ટૅક કંપનીઓએ વિકસાવેલા આવાં ઍડવાન્સ જીપીયુનું ઉત્પાદન ઘણુંખરું TSMC (તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની) કરે છે. ચીનનો ડોળો તાઇવાન પર હોવાથી આ કંપનીને કારણે પણ ભવિષ્યમાં ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે TSMC જેવી ઉચ્ચ ગુણવત્તાની ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીનો કોઈ વિકલ્પ અત્યારે તો હાજર નથી.

MORE STORIES FROM ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

પાનખર લઈને આવી ગ્રામીણોના જીવનમાં બહાર

time to read

1 min

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં...

વનશ્રીની શ્રુતિ, સ્મૃતિ અને અનુભૂતિની વિરાટ લીલા

time to read

5 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું જરૂરી છે

time to read

2 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

બ્લેક હોલ ખોલી રહ્યો છે, રહસ્યોનો ખજાનો

time to read

1 min

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

સાંબેલાના સૂર

વાત એક આવતીકાલના રાજસેવકની!

time to read

5 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

સન ઓફ સરદાર 2′ થી નારાજ છે મૃણાલ ઠાકુર?

મૃણાલ હાલમાં 'ડકૈત: અ લવ સ્ટોરી'નું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન તેણે એક યુ-ટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ‘સન ઑફ સરદાર 2'ને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી. પોતાની પેરિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘મને તો ખબર પણ નહોતી કે એક ખૂબ જ સિનિયર ઍક્ટર (ચંકી પાંડે) મારા પતિનો રોલ કરશે.

time to read

1 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

પહેલગામ આતંકવાદી હુમલો અને ઑપરેશન સિંદૂર' પર આધારિત ફિલ્મમાં વરુણ ધવન?

ફિલ્મનું દિગ્દર્શન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફેમ વિવેક અગ્નિહોત્રી કરશે.

time to read

1 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

સાંપ્રત

તૈયારી શખો, વૅકેશનમાં લાઇટો રદ થશે

time to read

3 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

કવર સ્ટોરી

સ્વર્ગની ગંગા, મંદાકિની મંદ મંદ અને મસ્તીખોર, તોકાની અને તાત્ત્વિક

time to read

7 mins

Abhiyaan Magazine 02/05/2026

ABHIYAAN

ABHIYAAN

એક ચોંકાવનારું વિશ્લેષણ

શું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો ‘વીટો’ની પરિસ્થિતિમાં છે?

time to read

9 mins

Abhiyaan Magazine 02/05/2026

Listen

Translate

Share

-
+

Change font size