Try GOLD - Free
વિશ્વ હાસ્ય દિવસે તો ચાલો, ચપટીક હસીએ!
ABHIYAAN
|Abhiyaan Magazine 10/05/2025
આ વાદળાં આપણા નગરમાં ઘૂસી નહીં શકે....".
હિન્દી સાહિત્યના નંબર વન વ્યંગકાર હિરશંકર પરસાઈ લખે છે કે, આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે જેની પાચનશક્તિ સારી હોય એ જ ખુલ્લા મને હસી શકે છે, એ જ ખડખડાટ હસી શકે છે. સાથે-સાથે એ સ્પષ્ટતા પણ કરે છે કે જેને ડાયેરિયા જેવું હોય એણે ખડખડાટ હસવું નહીં.
હસવા ઉપર GST શરૂ થયો નથી ત્યાં સુધી સ્વસ્થ અને તંદુરસ્ત માણસે દરરોજ હસતાં રહેવું જોઈએ. આ વાતને બીજી રીતે પણ કહી શકાય કે માણસે સ્વસ્થ અને નીરોગી રહેવું હોય તો એણે ‘હાસ્યમ્ શરણમ્ગ ચ્છામિ’ સૂત્રને જીવનમાં ઉતારવું જોઈએ.
કહેવાય છે કે અંધારાંના બોગદામાંથી તમે પસાર થાઓ ત્યારે જ તમે સૂર્યનો પ્રકાશ પામી શકો છો. હાસ્યનું પણ એવું જ કહી શકાય. માણસ યાતના, વેદના કે કરુણામાંથી પસાર થાય એ પછી જ એનામાં હાસ્ય અસલી હાસ્ય સો ટચના સોના જેવું કિંમતી હાસ્ય પ્રગટી શકે છે. યાતના કે કરુણાની કૂખે જ હાસ્યનો જન્મ થતો હોય છે. આ સંદર્ભે એક સરસ મજાનું દૃષ્ટાંત યાદ આવે છે : કોઈ એક નિગ્રોને (જેને અમેરિકાના લોકો ‘કાળિયા’ તરીકે ઓળખે છે એને) એક જણે પ્રશ્ન પૂછ્યો : ‘ધારી લે કે તને અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવે તો સૌથી પહેલું કામ તું કયું કરે?' થોડું વિચાર્યા પછી નિગ્રોએ જવાબ આપ્યો, ‘સૌથી પહેલાં તો હું વ્હાઇટ હાઉસનું નામ બદલાવી નાખું.’ આનો સંકેતાર્થ એ થયો કે બ્લૅક સ્ક્રિન લોકોને ‘વ્હાઇટ’ શબ્દ પ્રત્યે અણગમો હોય એ સહજ છે!
સાચું હાસ્ય માનવીય સંવેદના અને સહાનુભૂતિમાંથી પ્રગટે છે. એ હાસ્ય જ માણસને વધુ સારો માણસ બનવા માટે પ્રેરણા આપે છે. કેટલાક માણસો હસતાં રહે છે. જે હસી શકે છે એ ખુદને સ્વસ્થ અને પ્રસન્ન રાખી શકે છે. કેટલાક માણસો હસી કાઢે છે. એ હસી કાઢે છે માટે એ પોતે તો સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે, સામેની વ્યક્તિને પણ એ સ્વસ્થ અને પ્રસન્ન રાખી શકે છે. ‘હસવું’ એ જેટલું કિંમતી છે, ‘હસી કાઢવું’ એટલું જ મૂલ્યવાન છે. જેને હસતાં અને હસાવતાં આવડી ગયું, સમજો કે એ પોતાની મસ્તીથી જિંદગી માણે છે, પણ જેને હસી કાઢતાં આવડી ગયું, સમજો કે એ પોતાની લાઇફને લાઇવ રાખીને જીવી જાણે છે.
This story is from the Abhiyaan Magazine 10/05/2025 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
ગાંધીનગર વિશેષ
અડાલજની વાવ
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
પંચામૃત
ગુણોને આગળ કરો!
3 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગુજરાતનું પાટનગર ગાંધીનગર
હરિયાળું અને રળિયામણું પાટનગર ગાંધીનગર
4 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગાંધીનગરનું અક્ષરધામ મંદિર
મંદિર સંકુલમાં યજ્ઞપુરુષ કુંડ બનાવવામાં આવ્યો છે, જેમાં વૈદિક યજ્ઞ અને મ્યુઝિકલ ફાઉન્ટેનનું સંયોજન જોવા મળે છે. આ વિશાળ કુંડમાં 2780 પગથિયાંઓ છે અને તેમાં 108 તીર્થસ્થાનો દર્શાવાયાં છે
2 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
નયા ઇન્ડિયા,નઈફિલ્મ! 2026-27માં આવનારી 10 માયથોલૉજિકલ ફિલ્મો
વર્ષ 2026-27 માટે લગભગ ડઝન જેટલી માયથોલૉજિકલ ફિલ્મો જાહેર થઈ ચૂકી છે. ‘રામાયણ’, ‘વારાણસી’, ‘મહાવતાર’ અને ‘જય હનુમાન’ જેવી ફિલ્મો આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મોમાં મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા છે અને તેને ભવ્ય સ્કેલ તથા ભારે બજેટ પર બનાવવામાં આવી રહી છે.
3 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
જેટલું જીવ્યો છું હું પૃથ્વી પર તેટલું, પૃથ્વી! તું જીવી છે મારામાં!
પૃથ્વીમાતાના દેહ ઉપર આપણે હરીએ ફરીએ, જેમ બાળકો પોતાની જનેતાની કાયા ઉ૫૨ હરે-ફરે તે રીતે, એના વાત્સલ્યના આપણે હંમેશાં હકદાર, પણ એની સંપત્તિ ઉપર તો આપણા ધાવણ પૂરતો જ અધિકાર! અને તે પણ દાંત ન આવ્યા હોય ત્યાં સુધી જ...
2 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
મરોડદાર અક્ષરોએ અપાવી ખ્યાતિ
1 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
વ્યથા
દેશની જેલોમાં મહિલા કેદીઓ સાથે રહેલ નિર્દોષ માસૂમ બાળકોની વ્યથા
6 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
માઇક્રોનેશિયા કેમ પ્રવાસન માટે લોકપ્રિય બની રહ્યો છે
1 min
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
એક શ્રદ્ધાધામ
કમાઉની પ્રજાના ઇષ્ટદેવ ચિંતઇ ગોલ દેવતાનું મંદિર,
5 mins
Abhiyaan Magazine 25/04/2026
Listen
Translate
Change font size

