Facebook Pixel પ્રવાસન. | ABHIYAAN - news - Read this story on Magzter.com

Try GOLD - Free

પ્રવાસન.

ABHIYAAN

|

Abhiyaan Magazine 14/09/2024

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

- રક્ષા ભટ્ટ

પ્રવાસન.

વર્ષે સાત સપ્ટેમ્બર અને શનિવારે દસ દિવસ ચાલતાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ભાદરવા સુદ ચોથથી શરૂ કરી આનંદ ચૌદસ સુધી ઊજવાતાં આ ગણેશ ઉત્સવમાં વક્રતુંડ મહાકાય એવા ગજાનન ગણપતિની સ્થાપના થશે. ઘરે-ઘરે અને ચોરે-ચૌટે પોતપોતાના સંકલ્પ મુજબ આ એકદંત વિવિધ સ્વરૂપે અને રંગે-રૂપે સ્થપાશે અને નદી, સરોવર અને સમુદ્રમાં આ મંગલમયી વિનાયકની માટીની કે પ્લાસ્ટર ઑફ પેરિસની નાની કે ખૂબ વિશાળ મૂર્તિનું વિસર્જન પણ થશે.

વિઘ્નહર્તા લંબોદરના સર્જન, સ્થાપન, પાઠ-પૂજા, ધૂપ-દીપ, ભજન-કીર્તન, આરતી અને વિસર્જનના આ પર્વીય અને મંગળમય દિવસોમાં મહારાષ્ટ્રના અષ્ટવિનાયકનાં આઠે આઠ મંદિરોમાં તો બાપ્પાની જાહોજલાલી જોરદાર હોય જ છે, પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનું મોતી ડુંગરી ગણેશજી મંદિર પણ ગણેશ ઉત્સવના વાઘા પહેરીને પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.

૧૭૬૧માં શેઠ જય રામ પલ્લિવાલના નિરીક્ષણ હેઠળ બંધાયેલું આ મંદિર જયપુરના બિરલા મંદિરની બાજુમાં છે. જયપુરના હૃદય સમી ‘હિલ ઑફ પર્લ્સ' ગણાતી મોતી ડુંગરીની તળેટીમાં રહેલું આ અઢારમી સદીનું ગણેશ મંદિર જયપુર નરેશ સવાઈ માધોસિંહના પ્રાચીન સ્કોટિશ કેસલ એટલે કે સ્કોટિશ શૈલીમાં બનેલા રાજમહેલની તળેટીમાં છે.

એક જમાનામાં આ મંદિર જયપુરના છેલ્લા શાસક સવાઈ માનસિંહ બીજાના રહેઠાણની હદમાં હતું. એ પછી રાજમાતા ગાયત્રીદેવી આ સ્કોટિશ કૈસલ જેવા રાજમહેલમાં રહેતાં હતાં. હાલ આ રાજમહેલ રૉયલ ફૅમિલીની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પરંતુ તેની તળેટીમાં સ્થિત આ મોટી ડુંગરી ગણેશ મંદિર સૌ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે.

કહેવાય છે કે અહીં સ્થપાયેલી પાંચસો વર્ષ પ્રાચીન સિંદૂરિયા ગણેશની મૂર્તિ જયપુર નરેશ સવાઈ માધોસિંહ પ્રથમનાં રાણી સાહેબના પિયર માવલી એટલે મેવાડથી ૧૭૬૧માં લાવવામાં આવી હતી અને માવલી પહેલાં આ ગણેશ મૂર્તિ ગુજરાતથી લવાયેલી હતી.

મહારાજા સવાઈ માધોસિંહ પ્રથમ સાથે ઉદેપુરથી લવાતી આ મૂર્તિમાં જયપુર નરેશના શેઠ જયરામ પલ્લિવાલ પણ સાથે હતા. જેમની દેખરેખ નીચે સ્કોટિશ કેસલની બાંધણી ધરાવતા મોતી ડુંગરી રાજમહેલની તળેટીમાં મોતી ડુંગરી ગણેશ મંદિર બંધાયું.

MORE STORIES FROM ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કોલિવૂડ અને કોલિટિક્સના કોલિટિશિયન

time to read

5 mins

Abhiyaan Magazine 23/05/2026

ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

વિદેશી મુદ્રાભંડાર બચાવવા સરકાર કેવાં પગલાં લેશે?

time to read

2 mins

Abhiyaan Magazine 23/05/2026

ABHIYAAN

ABHIYAAN

ઇચ્છાઓની ગુલામીએ કૈકેયીને અફસોસ સાગરમાં ડૂબાડી છે

સામાન્ય રીતે મનુષ્ય જ્યારે પોતાની ઇચ્છાઓને આધીન થઈ જાય છે ત્યારે આપત્તિ આવવાની સંભાવના વધી જાય છે.

time to read

3 mins

Abhiyaan Magazine 23/05/2026

ABHIYAAN

ABHIYAAN

પંચામૃત

સાર્થક જીવન એ ધર્મ

time to read

3 mins

Abhiyaan Magazine 23/05/2026

ABHIYAAN

ABHIYAAN

તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?

અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ

અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

એમેઝોન નદી પર એક પણ પુલ નથી

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!

સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ધરપકડ

'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

Listen

Translate

Share

-
+

Change font size