Prøve GULL - Gratis
પ્રવાસન.
ABHIYAAN
|Abhiyaan Magazine 14/09/2024
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
આ વર્ષે સાત સપ્ટેમ્બર અને શનિવારે દસ દિવસ ચાલતાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ભાદરવા સુદ ચોથથી શરૂ કરી આનંદ ચૌદસ સુધી ઊજવાતાં આ ગણેશ ઉત્સવમાં વક્રતુંડ મહાકાય એવા ગજાનન ગણપતિની સ્થાપના થશે. ઘરે-ઘરે અને ચોરે-ચૌટે પોતપોતાના સંકલ્પ મુજબ આ એકદંત વિવિધ સ્વરૂપે અને રંગે-રૂપે સ્થપાશે અને નદી, સરોવર અને સમુદ્રમાં આ મંગલમયી વિનાયકની માટીની કે પ્લાસ્ટર ઑફ પેરિસની નાની કે ખૂબ વિશાળ મૂર્તિનું વિસર્જન પણ થશે.
વિઘ્નહર્તા લંબોદરના સર્જન, સ્થાપન, પાઠ-પૂજા, ધૂપ-દીપ, ભજન-કીર્તન, આરતી અને વિસર્જનના આ પર્વીય અને મંગળમય દિવસોમાં મહારાષ્ટ્રના અષ્ટવિનાયકનાં આઠે આઠ મંદિરોમાં તો બાપ્પાની જાહોજલાલી જોરદાર હોય જ છે, પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનું મોતી ડુંગરી ગણેશજી મંદિર પણ ગણેશ ઉત્સવના વાઘા પહેરીને પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.
૧૭૬૧માં શેઠ જય રામ પલ્લિવાલના નિરીક્ષણ હેઠળ બંધાયેલું આ મંદિર જયપુરના બિરલા મંદિરની બાજુમાં છે. જયપુરના હૃદય સમી ‘હિલ ઑફ પર્લ્સ' ગણાતી મોતી ડુંગરીની તળેટીમાં રહેલું આ અઢારમી સદીનું ગણેશ મંદિર જયપુર નરેશ સવાઈ માધોસિંહના પ્રાચીન સ્કોટિશ કેસલ એટલે કે સ્કોટિશ શૈલીમાં બનેલા રાજમહેલની તળેટીમાં છે.
એક જમાનામાં આ મંદિર જયપુરના છેલ્લા શાસક સવાઈ માનસિંહ બીજાના રહેઠાણની હદમાં હતું. એ પછી રાજમાતા ગાયત્રીદેવી આ સ્કોટિશ કૈસલ જેવા રાજમહેલમાં રહેતાં હતાં. હાલ આ રાજમહેલ રૉયલ ફૅમિલીની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પરંતુ તેની તળેટીમાં સ્થિત આ મોટી ડુંગરી ગણેશ મંદિર સૌ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે.
કહેવાય છે કે અહીં સ્થપાયેલી પાંચસો વર્ષ પ્રાચીન સિંદૂરિયા ગણેશની મૂર્તિ જયપુર નરેશ સવાઈ માધોસિંહ પ્રથમનાં રાણી સાહેબના પિયર માવલી એટલે મેવાડથી ૧૭૬૧માં લાવવામાં આવી હતી અને માવલી પહેલાં આ ગણેશ મૂર્તિ ગુજરાતથી લવાયેલી હતી.
મહારાજા સવાઈ માધોસિંહ પ્રથમ સાથે ઉદેપુરથી લવાતી આ મૂર્તિમાં જયપુર નરેશના શેઠ જયરામ પલ્લિવાલ પણ સાથે હતા. જેમની દેખરેખ નીચે સ્કોટિશ કેસલની બાંધણી ધરાવતા મોતી ડુંગરી રાજમહેલની તળેટીમાં મોતી ડુંગરી ગણેશ મંદિર બંધાયું.
Denne historien er fra Abhiyaan Magazine 14/09/2024-utgaven av ABHIYAAN.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA ABHIYAAN
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
કોલિવૂડ અને કોલિટિક્સના કોલિટિશિયન
5 mins
Abhiyaan Magazine 23/05/2026
ABHIYAAN
રાજકાજ
વિદેશી મુદ્રાભંડાર બચાવવા સરકાર કેવાં પગલાં લેશે?
2 mins
Abhiyaan Magazine 23/05/2026
ABHIYAAN
ઇચ્છાઓની ગુલામીએ કૈકેયીને અફસોસ સાગરમાં ડૂબાડી છે
સામાન્ય રીતે મનુષ્ય જ્યારે પોતાની ઇચ્છાઓને આધીન થઈ જાય છે ત્યારે આપત્તિ આવવાની સંભાવના વધી જાય છે.
3 mins
Abhiyaan Magazine 23/05/2026
ABHIYAAN
પંચામૃત
સાર્થક જીવન એ ધર્મ
3 mins
Abhiyaan Magazine 23/05/2026
ABHIYAAN
તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?
અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ
અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
એમેઝોન નદી પર એક પણ પુલ નથી
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!
સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!
3 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
ધરપકડ
'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ
2 mins
SambhaavMETRO 16-05-2026
Listen
Translate
Change font size
