આ મારું કામ નથી
ABHIYAAN|October 22, 2022
આપણે ત્યાં જૂના જમાનાની પરિવાર વ્યવસ્થામાં સ્ત્રી ફક્ત ઘર સંભાળે અને પુરુષ કમાવા જાય એમ જવાબદારી સ્પષ્ટ વહેંચાયેલી હતી. તેના ફાયદાગેરફાયદા હતા. આજે એ વ્યવસ્થામાં અનેક સ્પર્ધાઓ ઉમેરાતાં સરેરાશ પુરુષો માટે રોજગાર મેળવવો અઘરો થયો છે. સામે મહિલાઓ પસંદગીથી નોકરી-ધંધો કરતી થઈ છે. તેવામાં મારાથી ફલાણું કામ તો ન જ થાય એવી માનસિકતા ગેરવાજબી કહેવાય.
ડો. મિતાલી સમોવા
આ મારું કામ નથી

હિનાયા દોડતી ભાગતી ઘર બાજુ જઈ રહી હતી. પડોશી હાટકેશભાઈએ સ્કૂટરનું હૉર્ન વગાડીને બેધ્યાનપણે લગભગ દોડી રહેલી હિનાયાનું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યું. ‘બહેનબા.. ભટકાઈ જશો તો અમારા ભાઈસાહેબ આ ઉંમરે ક્યાં હવે બીજી પત્ની શોધવા નીકળશે? જાળવીને ચાલો. લાવો એક થેલો મને આપી દો, હું ’ને આ તમારા બહેનપણી મૂકી દઈશું, તમે ત્યાં સુધી ચાલતાં આવો, પણ આટલી બધી વળી શું ઉતાવળ છે? ઘર ક્યાં ભાગી જઈ રહ્યું છે?’

હિનાયા અફસોસ સાથે બોલી, ‘ઘર તો ક્યાંય ભાગી રહ્યું નથી ભાઈ, પણ આ છોકરાઓ બહુ હેરાન કરે છે. મારો મોટો નોકરીથી આવી ગયો હશે, ૨૨ વર્ષનો થયો, પણ જાતે ચાય બનાવતો નથી. આવડે છે બધું, પણ કરતો નથી. નાનો હતો ત્યારે મને બધી મદદ કરાવતો, પણ જુવાન થયો 'ને ભાઈબંધો એની મજાક બનાવે કે હૈં, તું છોકરીઓનાં કામ કરે છે? એટલે હવે તો પાણીનો ગ્લાસ પણ ખસેડતો નથી. નોકરીથી આવીને ભૂખ્યો તરસ્યો બેસી રહે, હું ચા બનાવું તો જ પીવે. હું ના હોઉં તો એના પપ્પા બનાવે, પણ જાતે નથી બનાવતો અને આ સિવાય ઘરનું એકેય કામ કરતો નથી. પહેલાં તો ટાંપાટિયા પણ કરતો, હવે તો એને શરમ આવે છે. ભાઈનો મૂડ હોય તો જ કરે. એના પપ્પા ગમે તેટલા બીમાર હોય તોય ભર વરસાદમાં એ જ દૂધ-શાક લેવા જાય, મારા મોટાને એટલીય દયા ન આવે કે એના ઉંમરલાયક પપ્પા વરસાદમાં પલળીને બીમાર પડી જશે. પોતે ટણી કરીને પગ લાંબા કરીને પલંગમાં ટાઢો થઈને પડી રહે, જાણે એ કુંવર હોય અને અમે માબાપ એના નોકર. આવું ’ને આવું રહ્યું તો કઈ છોકરી આવા આળસુ ’ને ટણીવાળાને નભાવશે ભઈ, એ જ ચિંતા રહે છે. અત્યારે જુઓ, ઘરે જઈશ તો પાણી આવી ગયું હશે, પણ ભાઈ ટાંકીનો કૉક ચાલુ કરવાની તસ્દી પણ નહીં લે, એને ખબર છે તોય. ખબર નહીં કેમ આવું કરે છે?’ હાટકેશભાઈએ સૂર પૂરાવ્યો કે, ‘બહેન, અમારેય ઘરમાં નવાનવા જુવાન દીકરા-દીકરી આવી જ રીતે કામ બાબતે માથે પડેલાં છે. આખો દિવસ ફોન લઈને બેસી રહે, પણ મમ્મી-પપ્પાને લગીરેય મદદ કરતાં નથી. ઉપરથી કશુંક કહો તો સામે ઝઘડવા લાગે. જોકે એમની સ્કૂલની પેરેન્ટ્સ મિટિંગમાં એક ડૉક્ટર આવેલા, તેમણે કહેલું કે નવયુવાનો અને ટીનેજરોમાં આ સામાન્ય વર્તન હોય, સુધરી જશે.' બંને સમદુખિયા વાતો કરી ઉતાવળે ઘરે જવા નીકળ્યાં.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024