આશરે ત્રણ દાયકાથી પીછો કરતું ભૂત એક દિવસ મૃત્યુના વેશમાં આવી પહોંચે ત્યારે માણસને આઘાત તો લાગે જ, પણ સાથે વિચાર આવે કે છેક હવે કેમ? દુનિયા કેટલી આગળ વધી ગઈ, અતીત કેટલો પાછળ છૂટી ગયો. આટલું મોડું કેમ? આવું ૧૨ ઑગસ્ટ, ૨૦૨૨માં સલમાન રશદી સાથે થયેલું, જ્યારે સાડા તેત્રીસ વર્ષ પહેલાં ઈરાનના અયાતુલ્લા ખુસૈનીએ ‘ધી સેતાનિક વર્સિસ’ વિરુદ્ધ જાહેર કરેલા ફતવાનું ભૂત એક યુવકના હાથમાં છરી સ્વરૂપે સલમાન રશદીનાં ગળા, છાતી, હાથ અને આંખમાં ડઝનેક જીવલેણ ઘાવ આપી ગયું. જાણે પૂર્વાભાસ થયો હોય એમ રશદીને થોડા દિવસ પહેલાં એક સપનું આવેલું. પ્રાચીન રોમન શૈલીના ઍમ્ફિથિયેટરમાં લોહી-ભૂખ્યા પ્રેક્ષકોની ચીસો વચ્ચે ગ્લેડિયેટર નામે ઓળખાતો યોદ્ધા ભાલો લઈ રશદી પર પ્રહાર કરતો હોય એવું દુઃસ્વપ્ન. ડરી ગયેલા રશદીને પહેલાં તો અમેરિકાના શટાક્વા શહેરમાં યોજાનારી એક જાહેર સભામાં જવાનું મુલતવી રાખવાનું વિચાર્યું, પણ છેવટે રશદીએ ત્યાં હાજરી આપી. એમ વિચારીને કે સપનાંઓથી ડરીને વળી કોણ પોતાનાં આયોજનો બદલી નાખતું હશે! ફતવાના ડરથી લાંબો સમય અજ્ઞાતવાસમાં રહેલા રશદીએ યુ.કે. છોડી ન્યૂ યૉર્કને નવું ઘર બનાવેલું. કિંતુ વક્રતા જુઓ, એ સભામાં તેમણે કોઈ ’ને કોઈ ડરથી નિર્વાસિત થયેલા લેખકોની સલામતીના વિષય પર બોલવાનું હતું અને એ જ દુર્ભાગ્યપણે શિકાર બન્યા! કાર્યક્રમ હજુ શરૂ જ થયો હતો ત્યારે પ્રેક્ષકગણમાંથી કાળાં વસ્ત્રો, કાળો માસ્ક પહેરેલો ૨૪ વર્ષનો યુવક સ્ટેજ પર ધસી આવ્યો. ૭૪ વર્ષના રશદીનું શરીર જાણે થીજી ગયું. એ ન ભાગી શક્યા, ન વળતો હુમલો કરી શક્યા. જડબા પર જબરદસ્ત મુક્કો ખાઈને વિચાર્યું કે હવે બધાં દાંત ગયા! એ ક્ષણે તે છરીની હાજરીથી સાવ અજાણ હતા. જ્યારે નીચેથી ગળા લોહી વહેતું જોયું, ડાબા હાથમાં ઊંડો ઘાવ અનુભવ્યો ત્યારે હુમલાની ગંભીરતા વિશે સમજાયું, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. જમણી આંખમાં ધસી આવેલી તીક્ષ્ણ ધાર ઑપ્ટિક નર્સને ચીરી ચૂકી હતી. આશરે ૨૭ સેકન્ડ દરમિયાન છરીના લાગલગાટ ડઝનેક પ્રહારોથી વહી રહેલા લોહીના ખાબોચિયામાં રશદીનું શરીર પડ્યું હતું. તે ત્યારે શું વિચારતા હતા? કેવું ગરિમાહીન મૃત્યુ! સ્વજનોથી દૂર એકલા અને અજાણ્યા લોકો વચ્ચે લાચારી ભર્યું મોત!
This story is from the May 25, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 25, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે