‘શ્રી’નો ગુજરાતી મતલબ છે લક્ષ્મીજી. જે પૂજનીય હોય, જે ખાસ હોય કે માનવંતા હોય તેની આગળ ‘શ્રી’ લાગે. એટલે જ કદાચ નાળિયેરરૂપી ફળ આગળ પણ ‘શ્રી’ લગાડી ‘શ્રીફળ’ એવું નામ અપાયું છે. આવું આ શ્રીફળ કે નાળિયેર કાઠિયાવાડના દરિયા કિનારાની ખાસ ઓળખાણ છે. નાળિયેરી ખારા પાણીવાળી જમીનમાં ઊગે, પણ તેનાં ફળનું પાણી મીઠા મધ જેવું હોય, કારણ કે ખારાશ દૂર કરીને વૃક્ષને મીઠું પાણી પહોંચાડે એવી સિસ્ટમ કુદરતે તેનાં મૂળિયાંમાં મૂકેલી છે.
નાળિયેરને વૈદિક ભાષામાં ‘ઇષ્ટ ફળ’ કે ‘દ્રઢ ફળ’ કહેવામાં આવ્યું છે. ફક્ત સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં, બલ્કે પુરા ભારતના દરિયા કિનારે મબલખ પાકતા આ ફળને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. લીલું નાળિયેર અને સૂકું નાળિયેર. લીલું નાળિયેર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડના કોડીનારથી ચોરવાડ-માંગરોળના દરિયા કિનારાનું ખાસ ફળ છે. તેને કાઠિયાવાડી બોલીમાં ‘ત્રોફો’ કહે છે અને ભારતથી માંડી અખાતના દેશોમાં પણ તેની નિકાસ થાય છે. જમ્મુ - શ્રીનગરથી પૂર્વના કોલકાતા સુધીમાં જે લીલા નાળિયેરનું પાણી પિવાય છે તે ત્રોફા કોડીનાર, માંગરોળ અને ચોરવાડ પંથકની જ પેદાશ છે.
જેવી રીતે પેટ્રોલિયમ કોમ્યુનિટી ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી (OPEC) છે તેવી જ રીતે એશિયન પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) પણ છે. જેનું મુખ્ય મથક ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે છે. ભારત સહિત નાળિયેર ઉગાડતા અનેક નાના-મોટા દેશો તેના સભ્યો છે. વિશ્વભરમાં નાળિયેર ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા પ્રથમ નંબરે છે, બીજા ક્રમે ભારત આવે છે, જ્યારે ભારતમાં સૌથી વધુ નેવું ટકા જેટલાં નાળિયેરનું ઉત્પાદન કેરળ, કર્ણાટક, તામિળનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. એ સિવાયનાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ગુજરાત મોખરે છે. નાળિયેરના કોપરાને બહાર કાઢી સૂકવી તેમાંથી તેલ બને છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કોકોનટ ઓઇલ રસોઈમાં અને આપણે ત્યાં માથામાં નાખવા માટે વધુ વપરાય છે.
This story is from the October 22, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 22, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?