નાગપાંચમે નાગપૂજનઃ ભક્તિ કે ભય?
ABHIYAAN|August 20, 2022
સૌરાષ્ટ્રનાં ગામડાંઓ-શહેરોમાં શ્રાવણ માસ દરમિયાન નાગપાંચમ ઊજવવાની પરંપરા છે. એ દિવસે નાગ દેવતાનાં મંદિરોમાં અને ઘરના પાણિયારે નાગ એટલે કે સર્પની પૂજા કરવામાં આવે છે. નાગ શા માટે પુજાય છે? ભક્તિથી કે ભયથી? નાગપાંચમના દિવસે જ શા માટે નાગપૂજન થાય છે? વિવિધ જ્ઞાતિઓમાં નાગપૂજનના દિવસો કેમ અલગઅલગ? નાગપંચમી નિમિત્તે આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયાસ કરીએ.
ધીરુ પુરોહિત
નાગપાંચમે નાગપૂજનઃ ભક્તિ કે ભય?

હે નાગ દેવતા, ‘ખેતરોમાં જ્યાં ત્યાં ભમતાં અમારા છોકરાઓનું તમે રક્ષણ કરજો..' આ શબ્દો છે એક ખેતરને શેઢે આવેલી નાનકડી નાગની દેરી (મંદિર)એ કંકુ-ચોખા અને મીડલા (રૂનો હા૨, નાગલો), ચૂંદડી ચડાવી કુલેર ધરાવતા એક ખેડૂત મહિલાના. દિવસ છે નાગપાંચમનો. તહેવારોનો મહિનો ગણાતા શ્રાવણ માસની વદ પાંચમના દિવસને નાગપાંચમ કહે છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામડાં અને જૂનાગઢથી માંડી જામજોધપુર તેમ જ રાજકોટથી માંડી ઉના સુધીનાં નાનાં-મોટાં શહેરોમાં પણ ઘણાબધા પરિવારો આ દિવસે નાગનું પૂજન કરે છે. જેની પૂજા થાય છે એ સાપને જોતાંવેંત મારી નાખવામાં આવતો હોવાનો વિરોધાભાસ પણ આ પંથકમાં જોવા મળે છે.

સાપ માનવીનો મિત્ર છે. માણસ ક્યારેય સાપની ‘ફૂડચેઇન’માં નથી આવતો. મતલબ માણસ સાપનો ખોરાક નથી. પ્રકૃતિનો આ અદ્ભુત જીવ પશુ-પક્ષી અને માણસ જેવો જ એક જીવ છે. તો પછી તેનાથી ભય શા માટે? આ પ્રશ્નનો જવાબ આપે છે સર્પ નિષ્ણાત ડૉ. પુનિલ ગજ્જર. ત્રણ દશકાથી કોઈ પણ ભયંકર ઝેરી સાપને સરળતાથી પકડી જંગલમાં છોડી આવતા આ સર્પપ્રેમી કહે છે, ‘ચોમાસામાં સાપ નીકળ્યો છે, પકડી જાવ ને.’ એવા બે-ચાર ફોન કૉલ રોજ આવે છે. જોકે એક તરફ લોકો સાપની પૂજા કરે અને આ જ માનવી તેને મારી પણ નાખે છે, આ કેવું? આ પ્રશ્નના ઉત્તરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આ પ્રોફેસર કહે છે કે, ‘માણસને જેમ કરચલો, ગરોળી વગેરેની ચીડ કે ચીતરી ચડતી હોય તેવી જ સ્થિતિ સાપની છે. વર્ષોથી સ્નેઇક હેન્ડલર છું, ક્યારેય આ સરિસૃપે મને દંશ દીધો નથી.’

નાગપાંચમે નાગ તો પૂજાય જ છે અને નાગને પૂજવાની પદ્ધતિઓ પણ અલગઅલગ છે. જુદી-જુદી જ્ઞાતિઓમાં નાગપૂજનનો દિવસ અલગ- અલગ હોય છે. સૌરાષ્ટ્રના લોહાણા પરિવારો અષાઢ વદ પાંચમે નાગની પૂજા કરે છે, તો સૌરાષ્ટ્રના નાગરો અને બ્રાહ્મણો શ્રાવણ વદ પાંચમને નાગપંચમી કહે છે. વળી બીજી કેટલીક જ્ઞાતિઓમાં શ્રાવણ સુદ પાંચમ એટલે આ મહિનાની પહેલી પાંચમે નાગ પૂજા કરે છે. આ તો થઈ નાગપૂજનના દિવસની વાત.

This story is from the August 20, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 20, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024