Facebook Pixel કેડી રે કંડારી એ બાળકોનાં નામની... | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

કેડી રે કંડારી એ બાળકોનાં નામની...

Chitralekha Gujarati

|

December 01, 2025

ભાઈના અપમૃત્યુના પગલે માનસિક સ્થિરતા ગુમાવનારી માતાના ઉપચાર દરમિયાન દત્તાત્રય ફોન્ડેએ નક્કી કર્યું કે ભવિષ્યમાં હું બૌદ્ધિક સ્તરે અક્ષમ હોય એવાં ઑટિસ્ટિક અને મતિમંદ બાળકોને જ ભણાવીશ... અને એ એમણે કરીને બતાવ્યું.

- બિમલ મહેશ્વરી (મુંબઈ)

કેડી રે કંડારી એ બાળકોનાં નામની...

ક્યારેક ઘરમાં ઉપરાઉપરી બનેલી દુ:ખદ ઘટના પણ અંધકારમય જીવનમાં પ્રકાશ રેલાવી શકે છે અને આવું મધ્ય મુંબઈમાં કાલાચોકી વિસ્તારના ગલીચ વિસ્તારમાં રહેતા જુવાન દત્તારામ ફોન્ડે સાથે બન્યું. સદંતર ગરીબીમાં જીવતા અને દસ બાય દસના ઝૂંપડામાં પરિવાર સાથે રહેતા દત્તારામ ભણીગણીને આજે બૌદ્ધિક સ્તરે અક્ષમ હોય એવાં ૩૦૦થી વધુ ઑટિસ્ટિક અને મતિમંદ બાળકો માટે મુંબઈમાં પાંચ શાળા ચલાવી એ બાળકોનાં જીવનને સહેજ સ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પાંચમાંથી ચાર તો નિવાસી શાળા છે.

આ કાર્યની કડીબદ્ધ વિગત જણાવતાં દત્તારામ ચિત્રલેખાને કહે છેઃ ‘મારા પિતા પોદ્દાર મિલમાં નોકરી પર હતા, પણ ૧૯૮૪માં મિલ બંધ થતાં એ બેકાર થઈ ગયા. દારૂની લત તરત વળગી. પાંચ સભ્યોના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ઘરની એકમાત્ર આવક બંધ થઈ જતાં માતાએ ભાઈખલાની શાકભાજી માર્કેટમાં જમીન પર પડેલી શાકભાજી એકઠી કરીને એ વેચવાનું શરૂ કર્યું. હું પણ વીણવામાં અને વેચવામાં મદદ કરતો, પણ આવક પૂરતી નહોતી એટલે અમે રે રોડના અનાજનાં ગોદામોની બહાર વેરાયેલું ધાન્ય ભેગું કરીને એ પણ વેચવાની શરૂઆત કરી.’

દુઃખ આવે ત્યારે સાગમટે આવતું હોય છે. દત્તારામનો એક ભાઈ સંતોષ ક્રિકેટ રમતો હતો ત્યારે કોઈ સાથે ઝઘડો થતાં એક જણાએ સ્ટમ્પ સંતોષના માથામાં ફટકાર્યું. સંતોષને બેભાનાવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરાયો. એ કોમામાં સરી પડ્યો અને બે-ત્રણ દિવસ બાદ એનું મૃત્યુ થયું. દીકરાના મૃત્યુએ માતાની માનસિક હાલત ખરાબ કરી નાખી.

દત્તારામ કહે છે: ‘અમે રહેતાં એ કાલાચોકી વિસ્તારમાં જય વકીલ ફાઉન્ડેશન નામની સંસ્થા ઑટિસ્ટિક અને મતિમંદ બાળકો માટે કેન્દ્ર ચલાવતી હતી. આજે પણ એ ચાલે છે. હું મારી માતાને ઉપચાર માટે ત્યાં લઈ ગયો. વખત જતાં એ એકદમ સારી થઈ, પણ મારા જીવનમાંની આ બે દુઃખદ ઘટનાએ મારે જીવનમાં શું કરવું છે એની રાહ બતાવી અને મેં પણ ઑટિસ્ટિક અને મતિમંદ બાળકો માટે કામ કરવાનો નિર્ણય કર્યો.'

આવાં સ્પેશિયલ બાળકોને ભણાવવા માટે સ્પેશિયલ શિક્ષણ પણ લેવું પડે. દત્તારામે હવે નોકરી લઈ લીધી. શરૂઆત પટ્ટાવાળા (પ્યૂન)ની જૉબથી કરી. સાથે એ ભણતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી સાઈકોલૉજીમાં બીએ કર્યું અને પછી સ્પેશિયલ એજ્યુકેશન લેવાની શરૂઆત કરી. એમાં તો ડીએડ, પછી બીએડ અને છેક માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી.

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size