Prøve GULL - Gratis
ડાયેટ અને ઈમોશનલ હેલ્થઃ અન્ન તેવો ઓડકાર
Chitralekha Gujarati
|March 24, 2025
એક અમીર વ્યક્તિ દુનિયાને જે રીતે જુવે છે એનાથી તદ્દન ભિન્ન રીતે એક ભૂખી વ્યક્તિ દુનિયાને જુવે છે. એક માટે દુનિયા સૌથી ખૂબસૂરત જગ્યા છે, જ્યારે બીજા માટે દુનિયા સૌથી બસૂરત જગ્યા છે, કારણ કે બન્નેની લાગણી એમના સંતોષ અથવા અસંતોષથી પ્રભાવિત થયેલી છે.
ચોથું ઍપલ...
એક ક્લાસમાં શિક્ષકે છ વર્ષના જયને પૂછ્યું: ‘હું તને અત્યારે એક ઍપલ, બપોરે એક ઍપલ અને સાંજે એક ઍપલ આપું તો તારી પાસે કેટલાં ઍપલ ભેગાં થાય?’
‘ચાર!’ જયે વિના વિલંબે કહ્યું.
શિક્ષકને આશ્ચર્ય થયું કે એ આટલી સાદી ગણતરી ન કરી શક્યો. એમણે એને ફરી સમજાવ્યું: ‘હું તને અત્યારે એક ઍપલ, બપોરે એક ઍપલ અને સાંજે એક ઍપલ આપું તો તારી પાસે કેટલાં ઍપલ થાય?'
જયે આ વખતે આંગળીઓ પર ગણીને ધીમેથી કહ્યું: ‘ચાર!’
શિક્ષક ફરી નારાજ થઈ ગયા. પછી એમને યાદ આવ્યું કે જયને કેરી બહુ ભાવે છે એટલે એમણે પૂછ્યું: ‘હું તને અત્યારે એક કેરી, બપોરે એક કેરી અને સાંજે એક કેરી આપું તો તારી પાસે કેટલી કેરી થાય?’
જયે તરત કહ્યું: ‘ત્રણ!’
શિક્ષક ખુશ થઈ ગયા. એમણે કહ્યું: ‘સારું, તો પછી મને તું કહે કે હું તને અત્યારે એક ઍપલ, બપોરે એક ઍપલ અને સાંજે એક ઍપલ આપું તો તારી પાસે કેટલાં ઍપલ થાય?’
જયે ફરી કહ્યું: ‘ચાર!’
શિક્ષક હવે અકળાયાઃ કેમ આવું કરે છે? કેરી ત્રણ થાય તો ઍપલ ચાર કેવી રીતે થાય?’
જયે ગભરાતાં ગભરાતાં કહ્યું: ‘કારણ કે મારી બૅગમાં એક ઍપલ પહેલેથી જ છે.’
સારઃ ઘણી વાર બીજાની વાસ્તવિકતા આપણા કરતાં અલગ હોય છે.
ગુજરાતી ભાષાના એક ઉત્તમ કવિ ઉમાશંકર જોશીએ ૧૯૩૨માં આ કવિતા લખી હતીઃ
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે.
કવિ આમાં અમીર-ગરીબ વચ્ચેની અસમાનતાની વાત કરતા હતા. ગરીબો જ્યારે ભૂખના માર્યા જાગશે ત્યારે તમારાં મંદિરો, મહેલ અને મિનારાને એવી રીતે ભસ્મ કરી દેશે કે એની એક કણી હાથ નહીં આવે. ઉમાશંકરનો આ માર્ક્સવાદી પોકાર હતો.
એમાં એક અન્ય મનોવૈજ્ઞાનિક તથ્ય પણ હતું. એક અમીર વ્યક્તિ દુનિયાને જે રીતે જુવે છે એનાથી તદ્દન ભિન્ન રીતે એક ભૂખી વ્યક્તિ દુનિયાને જુવે છે. એક માટે દુનિયા સૌથી ખૂબસૂરત જગ્યા છે, જ્યારે બીજા માટે દુનિયા સૌથી બસૂરત જગ્યા છે, કારણ કે બન્નેની લાગણી એમના સંતોષ અથવા અસંતોષથી પ્રભાવિત થયેલી છે.
Denne historien er fra March 24, 2025-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
સંયુક્ત પરિવારની સુગંધથી મહેકતી સુરતની સોસાયટી
આજના સમયમાં શહેરો ઊંચી ઈમારતોથી ભરાઈ રહ્યાં છે, પણ સંબંધોની ઊંચાઈ ઓછી થતી દેખાય છે. એકલતા, વ્યસ્તતા અને વિભક્ત કુટુંબો હવે આપણા જીવનમાં સામાન્ય બની રહ્યાં છે. જો કે સુરતના વરાછા રોડ પર એક એવી સોસાયટી પણ છે, જ્યાં આજે પણ એક જ આંગણે અનેક પેઢી સાથે હસે છે, જીવે છે અને જીવનને ઉત્સવ બનાવે છે.
3 mins
May 25, 2026
Chitralekha Gujarati
ઘરની અંદર ગોઠવાયેલો ડિજિટલ જાસૂસ...
આપણે ટીવી સામે બેસીને મનોરંજન માણતાં હોઈએ છીએ, પરંતુ એવું બની શકે કે એ જ સમયે ટીવી આપણું પ્રોફાઈલિંગ પણ કરી રહ્યું હોય. તમે શું જુઓ છો, કેટલો સમય જુઓ છો, તમને શું વધારે ગમે છે, એ બધી માહિતી હવે અબજો ડૉલરની ડેટા ઈન્ડસ્ટ્રી માટે સોનાની ખાણ બની ગઈ છે. સ્માર્ટ ટેક્નોલૉજીના જમાનામાં હવે દર્શક માત્ર દર્શક નથી રહ્યો એ પોતે ડેટા પ્રોડક્ટ બની ગયો છે.
5 mins
May 25, 2026
Chitralekha Gujarati
હન્ટા વાઈરસઃ કોરોનાનો કાકો ત્રાટકશે?
કોરોનાએ દુનિયાભરના લોકોને વાઈરસના પીએચ.ડી. કરાવી દીધા છે. ત્યાં સુધી કે કોઈના છીંક ખાવાના અવાજ પરથી પણ આપણે અડસટ્ટો લગાવી દઈએ છીએ કે આને ઓમિક્રોન છે કે પછી સાદો શરદી-ઉધરસનો વાઈરસ! હવે બીજા એક એવા વાઈરસે આખી દુનિયાનાં સ્વાસ્થ્ય સંગઠનોમાં દોડધામ મચાવી દીધી છે, જેનું નામ છેઃ હન્ટા વાઈરસ.
4 mins
May 25, 2026
Chitralekha Gujarati
યુવાનોની નવી ઉડાન ગ્રામવિકાસનાં વાવેતરની ડિગ્રી...
અહીં કરિયર ને ઉજ્જ્વળ ભવિષ્ય તો છે જ... ગામડાંની આવતી કાલની સુચિંતા પણ છે!
4 mins
May 25, 2026
Chitralekha Gujarati
માણસ પ્રશ્નોનો સર્જક કે ઉકેલનો શોધક?
દરેક સમસ્યાનું સમાધાન જરૂર હોય છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે પ્રત્યેક સમાધાનની એક સમસ્યા હોય છે. આમાંથી એક પ્રશ્ન ઊભો થાય છેઃ એવું કોઈ બુનિયાદી સમાધાન છે, જે તમામ સમસ્યા પર પૂર્ણવિરામ મૂકી દે? કે પછી ઝાંઝવાનાં જળની જેમ એ દૂર ને દૂર ખસતું રહેશે?
5 mins
May 25, 2026
Chitralekha Gujarati
કીડી બિચારી કીડલી રે...
રાસાયણિક તત્ત્વોથી ભારોભાર એવાં ખાતર અને જંતુનાશકો તથા વાયુપ્રદૂષણની અસરથી કીડી સહિતના અનેક કીટકો વચ્ચેના ‘સંદેશવ્યવહાર’ માટે જરૂરી એવું ગંધવિજ્ઞાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. જતે દહાડે આ અવસ્થા પૃથ્વી પરના અનેક જીવના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરશે.
5 mins
May 25, 2026
Chitralekha Gujarati
જસ્ટ એક મિનિટ...
ખરા દિલથી જોયેલું સપનું સાકાર થાય એ પહેલાં બીજા લોકોને એમાં મૂર્ખામી દેખાતી હોય છે.
1 min
May 25, 2026
Chitralekha Gujarati
શું પામ્યા, શું ખોયું?
પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી?
3 mins
May 25, 2026
Chitralekha Gujarati
વિધાનસભા ચૂંટણીઃ
ક્યાંક ચોકઠું ગોઠવાયું... ક્યાંક હજી નાટક ચાલુ છે!
3 mins
May 25, 2026
Chitralekha Gujarati
સૂચનો તો સો ટચના સોના જેવાં છે, પણ..
પશ્ચિમ એશિયાની કટોકટી અને અમેરિકી ડૉલરના સતત વધતા મૂલ્યને કારણે ક્રૂડ ઑઈલ તથા સોનાની આયાત બહુ મોંઘી પડી રહી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરકસરના ઉપાય દાખવ્યા છે. પ્રશ્ન છે, એની શરૂઆત ક્યાંથી અને કોણે કરવી?
2 mins
May 25, 2026
Listen
Translate
Change font size

