試す 金 - 無料
કૃષ્ણની કર્મભૂમિને મળશે સિગ્નેચર બ્રિજના નામે નજરાણું...
Chitralekha Gujarati
|December 18, 2023
અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરના યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનો દેશભરમાં ભારે ઉત્સાહ છે. બીજી તરફ, ગુજરાતમાં ભગવાન કૃષ્ણની કર્મભૂમિ માટે પણ એક નજરાણું રાહ જોઈ રહ્યું છે. ઓખાને બેટ દ્વારકા સુધી સમુદ્રમાર્ગે જોડતા સિનૅચર બ્રિજની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.આવો જોઈએ, આ બ્રિજની શું છે ખાસિયત?
બ્રિજ પરથી દરિયાદેવનાં દર્શન માટે વૉક-વે અને વ્યૂઈંગ ગૅલરી, વૉક-વે પર બૅટરી સંચાલિત કાર, ભગવદ્ગીતાના શ્લોક કંડારેલા પથ્થર, વચ્ચે વચ્ચે કેટલાક સેલ્ફી પૉઈન્ટ, આખા બ્રિજ પરની ડેકોરેટિવ લાઈટ્સ માટે જરૂરી વીજ ઉત્પન્ન કરવા 300 જેટલી સોલાર પૅનલ્સ...આ છે ગુજરાતનો સૌથી લાંબો કૅબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ.
રાજકોટમાં એઈમ્સ હૉસ્પિટલ અને ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પછી સૌરાષ્ટ્ર ને કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. એ જ છે આ સિબ્નચર બ્રિજ. પાંચ વર્ષ સુધી કામ ચાલ્યા બાદ ઈજનેરી કૌશલ્યના ઉત્તમ નમૂનારૂપ આ બ્રિજ યાત્રાધામ બેટ દ્વારકાને જમીનમાર્ગે ઓખા સાથે જોડશે. બસ, હવે મુહૂર્ત નીકળે એની રાહ જોવાઈ રહી છે. આ મહિને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવવા ની તૈયારી ચાલી રહી છે.
દ્વારકાથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે છે ઓખા. ઓખાના કિનારાથી બેટ દ્વારકા સુધી લોકો વર્ષોથી બોટ મારફત આવનજાવન કરે છે, પરંતુ હવે અહીં દરિયા પર બ્રિજ બન્યો છે. ભારતના બેનમૂન એવા આ સિઝ્નચર બ્રિજની વિશેષતા એ છે કે સવા બે કિલોમીટરથી પણ લાંબા આ ચારમાર્ગીય બ્રિજમાં ૯૦૦ મીટરનો હિસ્સો કૅબલ સ્ટેડ એટલે કે કૅબલથી લટકતો રહેશે. એનો નિર્માણખર્ચ છે આશરે ૯૭૮ કરોડ રૂપિયા.
ટેક્નિકલ ડિટેલ જોઈએ તો, આ બ્રિજ ૨૭ મીટર પહોળો છે. બ્રિજની બન્ને બાજુ લોકો પગપાળા જઈ શકે અને સાથે જ સમુદ્રની સુંદરતા માણી શકે એ માટે અઢી મીટરના બે વૉક-વેને ખાસ પ્રકારની ડિઝાઈનથી તૈયાર કર્યા છે. આ વૉક-વે પર બૅટરી સંચાલિત કાર પણ ચલાવવામાં આવશે. આ વૉક-વે પર ૨૯૮૬ સોલાર પૅનલની છત લગાવવામાં આવી છે, જેનાથી એક મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે. આ બ્રિજની ડેકોરેટિવ લાઈટિંગની વીજળીની જરૂરત પૂરી થતાં જે વીજળી વધશે એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મારફત બેટ દ્વારકાને પૂરી પાડવામાં આવશે.
ગુજરાતના સૌથી લાંબા કૅબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના વૉક-વે સેક્શનની દીવાલ પર ભગવદ્ગીતાના શ્લોક કોતરેલા ૨૩૨ સ્ટોન લગાવવામાં આવ્યા છે. આ સ્ટોન જયપુરમાં ખાસ બનાવાયેલા છે. રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઈટિંગ મૂકવામાં આવતાં બ્રિજ દીપી ઊઠે છે.
このストーリーは、Chitralekha Gujarati の December 18, 2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size
