Facebook Pixel કૃષ્ણની કર્મભૂમિને મળશે સિગ્નેચર બ્રિજના નામે નજરાણું... | Chitralekha Gujarati - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

કૃષ્ણની કર્મભૂમિને મળશે સિગ્નેચર બ્રિજના નામે નજરાણું...

Chitralekha Gujarati

|

December 18, 2023

અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરના યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનો દેશભરમાં ભારે ઉત્સાહ છે. બીજી તરફ, ગુજરાતમાં ભગવાન કૃષ્ણની કર્મભૂમિ માટે પણ એક નજરાણું રાહ જોઈ રહ્યું છે. ઓખાને બેટ દ્વારકા સુધી સમુદ્રમાર્ગે જોડતા સિનૅચર બ્રિજની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.આવો જોઈએ, આ બ્રિજની શું છે ખાસિયત?

- પાર્થ સુખપરિયા

કૃષ્ણની કર્મભૂમિને મળશે સિગ્નેચર બ્રિજના નામે નજરાણું...

બ્રિજ પરથી દરિયાદેવનાં દર્શન માટે વૉક-વે અને વ્યૂઈંગ ગૅલરી, વૉક-વે પર બૅટરી સંચાલિત કાર, ભગવદ્ગીતાના શ્લોક કંડારેલા પથ્થર, વચ્ચે વચ્ચે કેટલાક સેલ્ફી પૉઈન્ટ, આખા બ્રિજ પરની ડેકોરેટિવ લાઈટ્સ માટે જરૂરી વીજ ઉત્પન્ન કરવા 300 જેટલી સોલાર પૅનલ્સ...આ છે ગુજરાતનો સૌથી લાંબો કૅબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ.

રાજકોટમાં એઈમ્સ હૉસ્પિટલ અને ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પછી સૌરાષ્ટ્ર ને કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. એ જ છે આ સિબ્નચર બ્રિજ. પાંચ વર્ષ સુધી કામ ચાલ્યા બાદ ઈજનેરી કૌશલ્યના ઉત્તમ નમૂનારૂપ આ બ્રિજ યાત્રાધામ બેટ દ્વારકાને જમીનમાર્ગે ઓખા સાથે જોડશે. બસ, હવે મુહૂર્ત નીકળે એની રાહ જોવાઈ રહી છે. આ મહિને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવવા ની તૈયારી ચાલી રહી છે.

દ્વારકાથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે છે ઓખા. ઓખાના કિનારાથી બેટ દ્વારકા સુધી લોકો વર્ષોથી બોટ મારફત આવનજાવન કરે છે, પરંતુ હવે અહીં દરિયા પર બ્રિજ બન્યો છે. ભારતના બેનમૂન એવા આ સિઝ્નચર બ્રિજની વિશેષતા એ છે કે સવા બે કિલોમીટરથી પણ લાંબા આ ચારમાર્ગીય બ્રિજમાં ૯૦૦ મીટરનો હિસ્સો કૅબલ સ્ટેડ એટલે કે કૅબલથી લટકતો રહેશે. એનો નિર્માણખર્ચ છે આશરે ૯૭૮ કરોડ રૂપિયા.

ટેક્નિકલ ડિટેલ જોઈએ તો, આ બ્રિજ ૨૭ મીટર પહોળો છે. બ્રિજની બન્ને બાજુ લોકો પગપાળા જઈ શકે અને સાથે જ સમુદ્રની સુંદરતા માણી શકે એ માટે અઢી મીટરના બે વૉક-વેને ખાસ પ્રકારની ડિઝાઈનથી તૈયાર કર્યા છે. આ વૉક-વે પર બૅટરી સંચાલિત કાર પણ ચલાવવામાં આવશે. આ વૉક-વે પર ૨૯૮૬ સોલાર પૅનલની છત લગાવવામાં આવી છે, જેનાથી એક મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે. આ બ્રિજની ડેકોરેટિવ લાઈટિંગની વીજળીની જરૂરત પૂરી થતાં જે વીજળી વધશે એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મારફત બેટ દ્વારકાને પૂરી પાડવામાં આવશે.

ગુજરાતના સૌથી લાંબા કૅબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના વૉક-વે સેક્શનની દીવાલ પર ભગવદ્ગીતાના શ્લોક કોતરેલા ૨૩૨ સ્ટોન લગાવવામાં આવ્યા છે. આ સ્ટોન જયપુરમાં ખાસ બનાવાયેલા છે. રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઈટિંગ મૂકવામાં આવતાં બ્રિજ દીપી ઊઠે છે.

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के December 18, 2023 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Translate

Share

-
+

Change font size