સમજાયું કાંઈ?
Chitralekha Gujarati|March 20, 2023
મેડિકલ સ્ટોરમાં માણસ દવા લેવા જાય કે નવી બીમારી શોધવા?
સુષમા શેઠ
સમજાયું કાંઈ?

ઘાટકોપરની ફાટફાટ થતી વસતીમાંથી પસાર થતી સાંકડી ગલીમાં મુકેશભાઈની એ ટુ ઝેડ મેડિકલ સ્ટોર એટલે કે દવાઓની નાનકડી ઘા દુકાન. એમાં સાબુ, પાવડર, શૅમ્પૂ, વગેરેય મળે.

‘હુંય તારી હારે આવું.’ શાંતિલાલભાઈ કહે ત્યારે ભવાં ચડાવીને મુકેશભાઈ કહેતાઃ ‘બાપુજી, એક તો દુકાન નાની. એમાં કાઉન્ટર પાછળ ચંદુ હોય. ખૂણામાં ખોખાંના ઢગલા હોય એમાં તમને ક્યાં બેસાડું? તમારી ઉંમર આરામ કરવાની છે તે કરો. ત્યાં મને નડવા કરતાં ઘરમાં ગીતાને મદદ કરો તો સારું. સાંકડી ગલીમાં કાર પાર્કિંગ નથી મળતું એટલે હું સ્કૂટર પર નીકળી જાઉં.’

‘તારા કાર્બોરેટરમાં નર્યો કચરો ભર્યો છે ને બોનેટ ખાલી છે. જીભને બ્રેક નથી. તારા જેવું મોડલ મૅન્યુફેક્ચરર પાછું ખેંચી લે, પણ હું કરેલી ભૂલની સજા ભોગવું છું.’ કાર શો-રૂમના રિટાયર્ડ સેલ્સમૅન શાંતિભાઈએ સામું પરખાવ્યું.

આખો વખત કંઈક શોધ્યા કરતો હોય એવા ચકળવકળ મોટા ડોળા અને વાંકડિયા વાળવાળા ચંદુને મુકેશભાઈ જે દવાનું નામ પોકારે એ ઝટપટ શોધી કાઢવાની ટેવ હોવાથી એના ડોળા કાયમ ડાબે-જમણે, ઉપર-નીચે થયા કરતા. લાક્ષણિક ઢબે હસવાની ટેવને એ ખિલ છૂટી ગઈ તરીકે ઓળખાવતો. ચંદુ એટલે મુકેશભાઈનો મદદનીશ. ચંદુ સ્ટોર ખોલે પછી મુકેશભાઈ પહોંચે એની પહેલાં ચંદુ એમની ખુરસી પર પોતાની ટૂથપેસ્ટની ટ્યૂબ મૂકી દે, જે પાંચ દિવસ વધુ ચાલે તે!

મુકેશભાઈ પહેલાં લક્ષ્મીદેવીના ફોટાને ફૂલહાર ચડાવી અગરબત્તી કરે અને પછી કૅશ કાઉન્ટર સંભાળે. ઘરે ઠંડી પડી ગયેલી ચા ફરીથી ગરમ કરવાનું કહેવા જાય તો ગીતાબહેન તપી જાય માટે સૌથી પહેલાં મુકેશભાઈ મસાલા ચા મગાવી એમાં બિસ્કિટ ઝબોળી ટેસથી આરોગે. સાથે એક્સ્પાયરી ડેટેડ થઈ ગઈ હોય એવી વિવિધ વિટામિન્સની ગોળીઓ ગળે. ખુરસી પર એમના પગ ગોઠવાય એ પહેલાં આઠ મહિનાની ગર્ભવતી સ્ત્રીના પેટ જેવી વધેલી ફાંદને સાચવીને સીટ પર બેસાડવી પડે. મુકેશભાઈના બેસવાથી ખુરસી દબાય અને ચંદુ હરખાય. મુકેશભાઈ પેટ પર બન્ને હાથની હથેળીઓને ટેકવે પછી આંગળીઓ એમની જાણબહાર ફાંદ પર તબલાં વગાડે. કૅશ કાઉન્ટર પર આખો વખત આમ બેસી રહેવાનું હોવાથી એમની ફાંદને આઠે દિશામાં ફેલાવાનું ફાવી ગયેલું.

ભગવાનભાઈ એમના નિયમિત ગ્રાહક.

‘પેંટ દુખે છે.’ એમને નાકમાંથી બોલવાની ટેવ.

‘હૈં? પૅન્ટ દુખે છે? તો ઢીલી પહેરો ને.’

この記事は Chitralekha Gujarati の March 20, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の March 20, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 分  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 分  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 分  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 分  |
June 10, 2024
આ જરા વધારે પડતું થઈ ગયું?
Chitralekha Gujarati

આ જરા વધારે પડતું થઈ ગયું?

હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.

time-read
2 分  |
June 10, 2024
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
Chitralekha Gujarati

સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?

છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.

time-read
3 分  |
June 10, 2024
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
Chitralekha Gujarati

વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત

ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.

time-read
5 分  |
June 10, 2024
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
Chitralekha Gujarati

કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?

પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.

time-read
3 分  |
June 10, 2024
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
Chitralekha Gujarati

શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!

સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...

time-read
3 分  |
June 10, 2024
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
Chitralekha Gujarati

ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર

કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?

time-read
3 分  |
June 10, 2024