ઘાટકોપરની ફાટફાટ થતી વસતીમાંથી પસાર થતી સાંકડી ગલીમાં મુકેશભાઈની એ ટુ ઝેડ મેડિકલ સ્ટોર એટલે કે દવાઓની નાનકડી ઘા દુકાન. એમાં સાબુ, પાવડર, શૅમ્પૂ, વગેરેય મળે.
‘હુંય તારી હારે આવું.’ શાંતિલાલભાઈ કહે ત્યારે ભવાં ચડાવીને મુકેશભાઈ કહેતાઃ ‘બાપુજી, એક તો દુકાન નાની. એમાં કાઉન્ટર પાછળ ચંદુ હોય. ખૂણામાં ખોખાંના ઢગલા હોય એમાં તમને ક્યાં બેસાડું? તમારી ઉંમર આરામ કરવાની છે તે કરો. ત્યાં મને નડવા કરતાં ઘરમાં ગીતાને મદદ કરો તો સારું. સાંકડી ગલીમાં કાર પાર્કિંગ નથી મળતું એટલે હું સ્કૂટર પર નીકળી જાઉં.’
‘તારા કાર્બોરેટરમાં નર્યો કચરો ભર્યો છે ને બોનેટ ખાલી છે. જીભને બ્રેક નથી. તારા જેવું મોડલ મૅન્યુફેક્ચરર પાછું ખેંચી લે, પણ હું કરેલી ભૂલની સજા ભોગવું છું.’ કાર શો-રૂમના રિટાયર્ડ સેલ્સમૅન શાંતિભાઈએ સામું પરખાવ્યું.
આખો વખત કંઈક શોધ્યા કરતો હોય એવા ચકળવકળ મોટા ડોળા અને વાંકડિયા વાળવાળા ચંદુને મુકેશભાઈ જે દવાનું નામ પોકારે એ ઝટપટ શોધી કાઢવાની ટેવ હોવાથી એના ડોળા કાયમ ડાબે-જમણે, ઉપર-નીચે થયા કરતા. લાક્ષણિક ઢબે હસવાની ટેવને એ ખિલ છૂટી ગઈ તરીકે ઓળખાવતો. ચંદુ એટલે મુકેશભાઈનો મદદનીશ. ચંદુ સ્ટોર ખોલે પછી મુકેશભાઈ પહોંચે એની પહેલાં ચંદુ એમની ખુરસી પર પોતાની ટૂથપેસ્ટની ટ્યૂબ મૂકી દે, જે પાંચ દિવસ વધુ ચાલે તે!
મુકેશભાઈ પહેલાં લક્ષ્મીદેવીના ફોટાને ફૂલહાર ચડાવી અગરબત્તી કરે અને પછી કૅશ કાઉન્ટર સંભાળે. ઘરે ઠંડી પડી ગયેલી ચા ફરીથી ગરમ કરવાનું કહેવા જાય તો ગીતાબહેન તપી જાય માટે સૌથી પહેલાં મુકેશભાઈ મસાલા ચા મગાવી એમાં બિસ્કિટ ઝબોળી ટેસથી આરોગે. સાથે એક્સ્પાયરી ડેટેડ થઈ ગઈ હોય એવી વિવિધ વિટામિન્સની ગોળીઓ ગળે. ખુરસી પર એમના પગ ગોઠવાય એ પહેલાં આઠ મહિનાની ગર્ભવતી સ્ત્રીના પેટ જેવી વધેલી ફાંદને સાચવીને સીટ પર બેસાડવી પડે. મુકેશભાઈના બેસવાથી ખુરસી દબાય અને ચંદુ હરખાય. મુકેશભાઈ પેટ પર બન્ને હાથની હથેળીઓને ટેકવે પછી આંગળીઓ એમની જાણબહાર ફાંદ પર તબલાં વગાડે. કૅશ કાઉન્ટર પર આખો વખત આમ બેસી રહેવાનું હોવાથી એમની ફાંદને આઠે દિશામાં ફેલાવાનું ફાવી ગયેલું.
ભગવાનભાઈ એમના નિયમિત ગ્રાહક.
‘પેંટ દુખે છે.’ એમને નાકમાંથી બોલવાની ટેવ.
‘હૈં? પૅન્ટ દુખે છે? તો ઢીલી પહેરો ને.’
Esta historia es de la edición March 20, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 20, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?
આ જરા વધારે પડતું થઈ ગયું?
હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?