લગ્નોત્સુક છોકરા-છોકરીનો ફ્યુચર લાઇફ પ્લાન!
ABHIYAAN|December 03, 2022
‘તુ સમજ્યો નહીં, મારાં મમ્મી-પપ્પા અહીં રહેવા આવતાં રહે તો એમનું ઘર તો બંધ જ રહેવાનું ને! એમનો એટલો ખર્ચો તો બચવાનો જ ને!’
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
લગ્નોત્સુક છોકરા-છોકરીનો ફ્યુચર લાઇફ પ્લાન!

દેવઊઠી અગિયારસ આવી નથી કે પરણવાતુર યુવક-યુવતીઓ પોતાની અમૂલ્ય આઝાદીનું બલિદાન આપીને પણ લગ્નના બંધને બંધાઈ જવા માટે હોંશે હોંશે તૈયાર થઈ જાય છે.

આમ તો ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી માટે બલિદાનો અપાતાં આવ્યાં છે અને અપાતાં રહ્યાં છે, પણ લગ્ન પછીના જીવનમાં કાયમી ગુલામીને આવકારવા માટે આઝાદીના હોંશે હોંશે અપાતાં બલિદાનનો મહિમા કંઈક જુદો જ છે. એનો ઇતિહાસ પણ જુદો છે અને એ ઇતિહાસમાં પોતાનાં નામ અમર કરી જનારા વીરલાઓની અમરગાથા પણ જુદી છે.

હમણાં એક મિત્રના ભત્રીજાનાં લગ્નમાં જવાનું થયું. જિંદગીમાં એકવાર ભૂલ કર્યા પછી બીજા લોકો એવી જ ભૂલ કરી રહ્યા હોય એવા પ્રસંગમાં હાજર રહેવાનું મને એટલા માટે ગમે છે કે ચાલો, આવી ભૂલ કરનાર મારા સિવાય બીજા પણ હોય છે!

મારો એક મિત્ર જ્યારે મળે ત્યારે એક જ ફરિયાદ કરે કે, ‘પંડ્યા, લગ્ન કરીને ભૂલ કરી છે હો!’ ત્યારે આશ્વાસન આપતાં એને હું કહું: ‘ભાભીને મોડે મોડેય ભૂલ સમજાઈ ખરી, બિચારાં ભાભી...’ ત્યારે મિત્ર છંછેડાઈને કહેઃ ‘અરે યાર, હું મારી વાત કરું છું.’

લગ્ન થઈ ગયાં હોય એ એવું માને છે કે એણે લગ્ન કરીને ખરેખર ભૂલ કરી છે. તો કુંવારા રહી ગયેલા લોકો એવું માને છે કે યાર, લગ્ન નહીં કરીને બહુ મોટી ભૂલ કરી છે. ટૂંકમાં, લગ્નને લોકો ભૂલ તરીકે ઓળખે છે. કરે તો પણ ભૂલ અને ન કરે તો પણ ભૂલ, આવી ભૂલ કરવા ઉત્સુક બનેલાં, બે ભાવિ વર-કન્યા, લગ્ન પછીના જીવનનું આયોજન કઈ રીતે કરવું એની આગોતરી ચિંતા રાખીને મિટિંગ ગોઠવે છે. સાંભળો એમનો સંવાદઃ

‘અત્યારે તો આકાશના તારા તોડી લાવવાની વાત તું કરે છે, કન્યાએ ભવિષ્યની વાસ્તવિકતાનો સંકેત આપતાં કહ્યું, ‘પણ લગ્ન પછી શાકભાજી લાવી દઈશ?'

‘અરે!’ ભાવિ વરરાજાએ ખુશ થઈને કહ્યું, ‘શાકભાજી? હંઅ.. શાકભાજી સાથે પાંઉ અને ક્યારેક પંજાબી ડિશ તો ક્યારેક ગુજરાતી થાળી પણ લાવી દઈશ, બોલ!' 

‘હું એ પાંઉભાજીવાળાં શાકભાજીની વાત નથી કરતી, હું તો તને એમ પૂછું છું કે બજારમાંથી મને લીલાં શાકભાજી લાવી દઈશ?’

‘એ માટે તો મારે વિચારવું પડે.’

‘શું કહ્યું તે? એ માટે વિચારવું પડે, એમ?’

'વિચારવું તો પડે જ ને યાર, નોકરી બદલતાં પહેલાં એકવાર નહીં, બે વાર વિચારવું પડે.’

この記事は ABHIYAAN の December 03, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の December 03, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 分  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...

time-read
2 分  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ

time-read
2 分  |
Abhiyaan Magazine 11/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

time-read
3 分  |
Abhiyaan Magazine 11/05/2024
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 分  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 分  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 分  |
Abhiyaan Magazine 04/05/2024